ટીવી ની આ હસીનાઓ એ નામ બદલાવી ને ચમકાવી પોતાની કિસ્મત,જાણો કોણ કોણ છે એમાં સામીલ….

બૉલીવુડનું જેટલું મહત્વ છે એટલું જ ટીવી સિરિયલનું પણ છે.ટીવીની અમુક એક્ટ્રેસ પણ ઘણી મશહૂર છે. આજે જાણીએ એવી જ કેટલીક એક્ટ્રેસ વિશે જેમને પોતાના નામ બદલ્યા છે.દરેક વ્યક્તિના નામમાં કોઈ ને કોઈ અર્થ છુપાયેલો હોય છે. કેટલીકવાર આ નામો આપણા માટે નસીબદાર હોય છે, કેટલીકવાર આપણે આપણું નામ બદલીને આપણું જીવન જીવીએ છીએ. આજે ટીવી જગતમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાનું નામ બદલ્યું અને પછી પોતાનું નસીબ ચમકાવ્યું. આજે અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ગૌહર ખાન – ટેલિવિઝનની ટૉપ મૉડલ અને બૉલીવુડ એક્ટ્રેસ ગૌહર ખાન પોતાના પરફેક્ટ ફિગર અને સુંદરતાના લીધે હંમેશા ચર્ચાનો વિષય બની જાય છે. ટીવી અને બોલિવૂડનું જાણીતું નામ ગૌહર ખાન છે. ગૌહર બૉલીવુડ ફિલ્મ સિવાય ટીવી શૉઝમાં પણ એક્ટિંગ કરીને પોતાનો જલવો વિખેર્યો છે. પરંતુ ગૌહર ટીવીની દુનિયામાં વધુ સક્રિય રહે છે. બિગ બોસ 7 માં જોવા મળેલ ગૌહરે પણ પોતાનું નામ બદલ્યું છે. હા, ગૌહરે તેના નામની જોડણીમાં થોડો ફેરફાર કર્યો. જે બાદ તે બિગ બોસ જેવા શોમાં જોવા મળી હતી. ગૌહર આને તેની કારકિર્દીમાં મોટા બદલાવનું કારણ માને છે.

અનિતા હસનંદાની – 14 એપ્રિલ 1981નાં રોજ જન્મેલી અનિતા હસનંદાની સિંધી પરિવારની છે અને મુંબઇમાં જન્મીને મોટી થઇ છે.અનિતાએ નાની વયે તેના પિતા ગુમાવ્યા અને તેણે પોતાના ઘરની જવાબદારી ઉપાડી લીધી. તેણે જીવનનાં બધાં જ પડકારોને હસતા મોંએ સ્વીકાર્યા. યે હૈ મોહબ્બતેં કી શગુન અને તમારા બધાની પ્રિય નાગિન એટલે કે અનિતા હસનંદાનીએ પણ તેનું નામ બદલ્યું છે. અનિતા ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બાદમાં તે ટીવીની દુનિયામાં આવી અને ઘણી સિરિયલોમાં કામ કર્યું. અનીતાનું નામ અગાઉ નતાશા હસનંદાની હતું. બાદમાં તેણે તેને અનિતામાં બદલી નાખ્યું.અનિતા હસનંદાની એ ટેલિવિઝનનો એવો ચહેરો છે જેનું સ્ક્રિન પર હોવું એટલે સિલ્વર સ્ક્રીનની શાઇન જાણે વધી જવી.

નિયા શર્મા-ટીવીની બોલ્ડ બાલા એટલે કે નિયા શર્માએ પણ તેનું નામ બદલ્યું છે. નિયા ટીવીની લોકપ્રિય અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તેને તેની ટ્વિસ્ટેડ સિરીઝ અને જમાઈ રાજા સિરિયલ ને ખુબજ પસંદ કરવામાં આવી. નિયાનું નામ અગાઉ નેહા હતું જેનું નામ બદલીને તે નિયા કરી નાખ્યું.જોકે હવે એકતા કપૂરનો પોપ્યુલર સુપરનેચરલ શો ‘નાગિન’ની ચોથી સીઝન ટૂંક સમયમાં જોવા મળશે. પહેલી બે સીઝન્સમાં મૌની રોય લીડ રોલમાં હતી. મૌનીએ આ શો છોડ્યા બાદ સુરભિ જ્યોતિએ ‘નાગિન 3’માં લીડ રોલ પ્લે કર્યો હતો. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર ‘નાગિન 4’માં લીડ રોલ પ્લે કરવા માટે નિયા શર્માની પસંદગી કરવામાં આવી છે. નિયા અનેક ટીવી શોઝમાં જોવા મળી છે, પરંતુ આ તેની પહેલી સુપરનેચરલ સીરિઝ રહેશે.

રશ્મિ દેસાઇ – સીરિયલ ઉત્તરણની તપસ્યા અભિનેત્રી રશ્મિ દેસાઈ એ ટીવીની હિટ અભિનેત્રીઓમાંની એક છે. રશ્મિનું અસલી નામ દિવ્યા હતું. પરંતુ, દિવ્યાથી તેણે પોતાનું નામ બદલીને રશ્મિ દેસાઇ રાખ્યું. એવું કહેવામાં આવે છે કે રશ્મિની માતાએ જ્યોતિષીનો સંપર્ક કર્યા પછી જ તેનું નામ બદલ્યું.બિગ બોસ 13 માં નજર આવેલી આ એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ દર્શકોને ખુબ મનોરંજન પૂરું પડ્યું, રશ્મિ ટીવીની પ્રખ્યાત એક્ટર્સ માંથી એક છે અને તેમની અદાકારીના બધા દેવાના છે. હવે રશ્મિ દેસાઈએ હમણાં નવો નિર્ણય કર્યો છે અને તે ગુગલ સાથે જોડાઈ ગઈ છે. ગુગલ સાથે મળીને રશ્મિ દેસાઈએ કંઈક નવીન કરવાનું મન બનાવી લીધું છે.

આ સાથે રશ્મિ દેસાઈએ પોતાના તાજમાં એક નવું પીછું જોડી દીધું છે. કારણ કે એ ભારતની પહેલી ટીવી એક્ટર્સ છે, જેમને ગુગલના કેમિયો સુવિધા માટે પોતાનો સહિયોગ આપ્યો છે. આપણા માંથી કોઈ પણ પહેલા આ સુવિધા વિષે ક્યારે પણ નથી સાંભળ્યું, પરંતુ ઘણા લોકો આનાથી પરિચિત છે. સમયે સમયે પ્રખ્યાત હસ્તીઓ એ પોતાના ચાહકો સાથે વધુ સારી રીતે જોડાવા માટે પોતાને અલગ અલગ પ્લેટફોર્મ સાથે જોડ્યા છે, અને ટેકનિકમાં અપગ્રેડ કર્યું છે. હવે કૈમિયો આ બધાને માત અપાશે.દલજીત કૌર-ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે હાલમાં જ પોતાનું નામ બદલ્યું છે. દલજીતને હવે તેનું નામ દીપા કરી નાખ્યું છે. જો તમે તેના ઇન્સ્ટાગ્રામ તસવીરો પર નજર નાખો તો ઘણી તસવીરોમાં તેણે દીપાને હેશટેગથી લખી છે. દલજીતે ઇસ પ્યાર કો ક્યા નામ દૂ જેવા શોમાં કામ કર્યું છે.

દલજીત છેલ્લે ‘બિગ બોસ 13’ માં જોવા મળી હતી તે તેની આકર્ષક તસવીરો સાથે સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે. આ પહેલા અભિનેત્રીએ માલદીવથી તેની બીચ વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જે ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. દલજીત કૌર સૈનિક પરિવારના બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેના પિતા નિવૃત્ત કર્નલ છે અને તેની બે મોટી બહેનો ભારતીય સૈન્યના અધિકારીઓ તરીકે આર્મીમાં છે.

2004માં દલજીત કૌરે મિસ પૂનાનો ખિતાબ જીત્યો. સાથે સાથે મિસ નેવી, મિસ મુંબઇ અને મિસ મહારાષ્ટ્ર ક્વીન સહિતના અન્ય ઘણી સ્પર્ધાઓમાં ફાઇનલિસ્ટ બની. તેણે ‘મનશા’ શોથી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. ‘કુલવધુ’ના સેટ પર મળેલા દલજીત કૌર અને શાલીન ભનોત એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં અને 2009માં લગ્ન કરી લીધા. જોકે, બંનેના 2015માં છૂટાછેડા થઈ ગયા

માહી વિજ – ટીવીની બીજી જાણીતી અભિનેત્રી માહી વિજે પણ પોતાનું નામ બદલ્યું છે. કહેવાય છે કે માહીએ તેના નામની સ્પેલિંગ બદલી નાખ્યો છે. અહેવાલો અનુસાર, માહીના નામની જોડણી પહેલા Mahi Vij હતી, બાદમાં તેણે તેને Mahhi Vijમાં બદલી નાખી છે. તેણે કોઈ જ્યોતિષીના કહેવાથી આ કર્યું છે. માહી એક્ટર જય ભાનુશાળીની પત્ની છે અને ઘણાં હિટ શોમાં કામ કરી ચૂકી છે.

માહી વીજ સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે, અને હંમેશા પોતાના પ્રશંસકો માટે વિડીયો અને ફોટા શેયર કરતી રહે છે. તેનું ફેન ફોલોઈંગ પણ ઘણું સારું છે. હાલમાં જ તેના ઈંસ્ટાગ્રામ ઉપર 1 મીલીયન ફોલોઅર થયા છે. આ ખુશીના પ્રસંગે માહીની દીકરી તારા જય ભાનુશાળીએ તેને અભીનંદન આપ્યા છે.

હકીકતમાં માહી વીજના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફોલોઅર્સની સંખ્યા વધીને ‘એક મીલીયન’ થઇ ગઈ છે. આ સમાચાર સામે આવતા જ માહીને અભીનંદન આપવાવાળાની લાઈન લાગી ગઈ, જેમાં તેમની નાની દીકરી તારા જય ભાનુશાળી પણ શામેલ છે. તારાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી ઉપર તેનો એક ફોટો સામે આવ્યો, જેમાં તે ફુગ્ગા પકડેલી જોવા મળી રહી છે.