વધેલી ચરબીને એકજ અઠવાડિયામાં ઉતારી દેશે આ ખાસ પાણી,જાણો આ પાણી વિશે……..

જાડાપણું ઓછું કરવા માટે રોજ જવનું પાણી પીવો. આ તમને આરોગ્યપ્રદ રીતે વજન ઘટાડવામાં મદદ કરશે. ચાલો જાણીએ કે જવનું પાણી કેવી રીતે બનાવવું અને તેને ક્યારે આહારમાં શામેલ કરવું.વજન ઓછું કરવા માટે જવનું પાણી પીવું-વજન વધારવા પાછળ ઘણા સંભવિત કારણો છે જેમ કે અનિચ્છનીય, જીવનશૈલી ખાવું, શારીરિક પ્રવૃત્તિ ન કરવી. વજન ઓછું કરવા માટે, તમારે કેલરી લેવાને બદલે બર્ન કરવાની જરૂર છે. જો તમે વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો તમારે જાણવું જોઈએ કે તમારે કેટલી કેલરી ખાવી જોઈએ. આ માટે, તે મહત્વનું છે કે તમે પહેલા તમારા ખાવાની ટેવમાં સુધારો કરો. આવી સ્થિતિમાં, જાડાપણું ઓછું કરવા માટે રોજ જવનું પાણી પીવો. આ તમને આરોગ્યપ્રદ રીતે વજન ઘટાડવામાં મદદ કરશે. ચાલો જાણીએ કે જવનું પાણી કેવી રીતે બનાવવું અને તેને ક્યારે આહારમાં શામેલ કરવું.

ભારતના ગામડામાં જવના રોટલા ખવાય છે પરંતુ ભાગદોડ ભરી જીંદગીમાં શહેરી લોકો હેલ્ધી ખોરાકને બદલે જંકફૂડ તરફ વળી ગયા છે. ત્યારે થોડા સમયમાં પણ તમે હેલ્ધી રહી શકો તે માટે જવનું પાણી ખુબ લાભદાયી છે.જવના પાણીમાં અઢળક ફાયદા રહેલા છે જેના સેવનથી તમે તમારા સ્વાસ્થ્યને જાળવી શકો છો.જવના પાણીને ઉકાળીને તેમાં ખાંડ અને લીંબુ મિક્સ કરીને પીવામાં આવે તો તે એક સ્વાદિષ્ટ પીણું બની શકે છે. સ્વાદની સાથે સાથે હેલ્થ પણ જળવાઇ રહે છે.જવનું પાણી કેવી રીતે બનાવવું,એક પેનમાં 2 ટેબલસ્પૂન જવ લો એની અંદર એક કપ પાણી નાંખો. જ્યાં સુધી મિશ્રણ નરમ ન થઇ જાય ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ મિક્ષણને ગાળી લો, એટલે જવનું પાણી તૈયાર.જવનું પાણી પીવાથી થતા ફાયદા.

જવમાં રહેલા બીટાગ્લુકો શરીરમાં રહેલા જેરી તત્વોને મળ વાટે બહાર કાઢવામાં મદદ કરે છે અને બવાસીરના સકટને દુર કરે છે.જવનું પાણી આંતરડા અને પેટને સાફ રાખે છે જેનાથી પેટનું કેન્સર થવાની શક્યતા રહેતી નથીજવનું પાણી શરીરમાં મૂત્રવર્ધકના રૂપમાં કામ કરે છે જે શરીરમાં રહેલા બિનજરૂરી તત્વોને બહાર કાઢે છેજવનું પાણી શરીરમાં ઠંડક પહોંચાડે છે જેથી ઉનાળામાં જવનું પાણી ખૂબ ફાયદાકારક છે,મસાલેદાર ભોજન લીધા પછી જો પેટમાં બળતરા થતી હોય તો જવનું પાણી પીવાથી તેમાં રાહત થાય છે.જવનું પાણી પીવાથી સાંધાના દુખાવામાં પણ રાહત થાય છે,જવના પાણીના ઘણા ફાયદા છે જો તમને આમાંથી કોઇ પણ તકલીફ હોય તો તમે પણ જવનું પાણી પીને તેને સદાય માટે દુર કરી શકો છો.

જવનું પાણી કેવી રીતે બનાવવું: પ્રથમ 2 થી 3 ચમચી જવ લો અને તેને સાફ કરો. આ પછી, જવને પાણીમાં પલાળી રાખો અને ઓછામાં ઓછા 2 થી 3 કલાક માટે મૂકો. પછી ફિલ્ટર કરો અને પછી જવને 15-20 મિનિટ સુધી પાણીમાં ઉકાળો. જ્યારે તે ઉકળે છે, તેને ગાળી લો અને ઠંડુ થાય ત્યારે તેને પીવો.વજન ઓછું કરવા માટે જવના પાણીના ફાયદા: જવના પાણીમાં કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે, જેના કારણે તે શરીરમાં ચરબી એકઠી કરતી નથી. આ સિવાય તેમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાવાની તૃષ્ણા રહેતી નથી. આ સિવાય જવનું વધારે પાણી પીવાથી શરીરમાં હાજર વધારાની ચરબી પણ સરળતાથી બળી જાય છે. આ પાણીનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું થાય છે.

વજન ઓછું કરવા માટે જવનું પાણી ક્યારે પીવું: જો તમે વહેલી તકે વજન ઓછું કરવા અને ચરબી બર્ન કરવા માંગતા હો, તો પછી દિવસમાં ઓછામાં ઓછા 2 થી 3 વખત જવનું પાણી પીવો. ખાલી પેટ પર પીવું વધુ ફાયદાકારક છે.જવના પાણીના અન્ય ફાયદા:દરરોજ જવનું પાણી પીવાથી કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રણમાં આવે છે, જેનાથી હાર્ટને લગતી સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.જવનું પાણી પણ ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે.જવના પાણીમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે જે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે.

આયુર્વેદ પ્રમાણે જવ સ્વાદમાં તૂરા અને મધુર, શીતળ, પચવામાં ઓછા ભારે જઠરાગ્નિવર્ધક, બળપ્રદ, બુદ્ધિવર્ધક, કંઠ-સ્વરને ઉત્તમ કરનાર, વર્ણ અથવા કાંતિને સ્થિર કરનાર, કફ, પિત્ત, મેદ, શરદી, સળેખમ, દમ, ઉધરસ, રક્તવિકાર, ગળાના રોગો અને ચામડીના રોગોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.જવનો ઉપયોગ ખૂબ જ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. જવ એ ધાન્ય ઘઉંની જ એક જાત છે. પરંતુ સ્વાદમાં અને દેખાવમાં ઘઉં કરતાં અલગ હોય છે. જવની રોટલી, દળીયા (રાબ), સત્તુ વગેરેનું સેવન થતું જ આવ્યું છે. જવમાં ભરપૂર પ્રમાણમાં અનેક પોષત તત્વો રહેલા હોય છે. જેના સેવનથી સ્વાસ્થ્યને ગજબનો લાભ થાય છે. આમ તો બહુ ઓછા લોકોને જવના ચમત્કારી ગુણો અને ફાયદા વિશે ખબર હશે, પરંતુ જે નથી જાણતા એ આજે ચોક્કસ જાણી લો ત્યારબાદ તમે જવનું સેવન કર્યા વિના રહી નહીં શકો.

જવથી થતાં સ્વાસ્થ્ય ફાયદા,ડોક્ટરો કહે છે કે જવ ખાવાથી લોહી બને છે. તે શુધ્ધ, ન્યુટ્રલ અને પાતળું બને છે. એક ભાગ જવ અને પંદરગણુ પાણી ઉકાળવું કુલ પાણીનો ત્રીજો ભાગ બળી જાય આ જવનું પાણી આશરે ૧૦૦ રોગોનો ઈલાજ છે.જવને બાળીને તેમાંથી ‘યવક્ષાર’ જવખાર તૈયાર કરવામાં આવે છે જે બજારમાં તૈયાર મળી રહે છે. આ જવખાર એ ઉત્તમ કફનાશક ઔષધ છે. જવખાર કે યવક્ષાર જવમાંથી બનતું વિશિષ્ટ ઔષધ છે. રસાયણિક રીતે એ પોટેશિયમ કાર્બોનેટ છે. જવક્ષાર બનાવવા માટે જવના આખા છોડને બાળી મોટા પ્રમાણમાં રાખ ભેગી કરવામાં આવે છે.

તેમાં પાણી નાંખી રાખવાળું મિશ્રણ ઠરવા દેવું ત્યાર પછી ઉપરનું પાણી નિતારીને કપડાથી ગાળી લેવું આ પાણી ધીમા તાપે ઉકાળવું અથવા મોટા થાળામાં કાઢી તડકે સુકવવું. પાણી સુકાયા પછી જે પદાર્થ બાકી રહી જાય તે બને છે યવક્ષાર.જો નાનાં બાળકોને વારંવાર શરદી, સસણી, છાતીમાં કફ ભરાઈ જવો, ઉધરસ વગેરે તકલીફો થતી હોય તો તેમને ચપટી જવખાર એટલા જ લીંડીપીપરના ચૂર્ણ સાથે મધમાં મેળવીને સવાર-સાંજ ચટાડવો. થોડા દિવસોમાં કફની આ તકલીફમાં ઘણો ફાયદો જણાશે. યવક્ષાર અતિ મૂત્રલ છૂટથી પેશાબ લાવનારૂં હોય છે.

જવને ખાંડીને ઉપરના બરછટ ફોતરા કાઢીને તેને ચાર ગણા પાણીમાં ઉકાળી, ચાર પાંચ ઉભરા આવે એટલે ઉતારી એક કલાક ઢાંકી રાખવું. પછી ગાળી લેવું. આને ‘બાર્લીવોટર’ કહેવાય છે. તેમાં લીંબુનો રસ અને ગ્લુકોઝ નાંખી પીવાથી સ્વાસ્થ્યવર્ધક પીણું બને છે.જવના અંકુર ફુટયા બાદ તેને તાપમાં સુકાવીને અંકુરોત્પત્તિ સ્થગિત કરી દેવામાં આવે છે. આ અંકુરિત જવને લોખંડ કે તાંબાની કઢાઈમાં કે યાંત્રિક રીતે અમુક રૂપ કે સુગંધ ઉત્પન્ન થાય ત્યાં સુધી સેકી લોટ બનાવવામાં આવે છે. આનુ નામ ‘મોલ્ટ’ છે. જવનો મોલ્ટ બાળકો માટેના ખોરાક, ટોનિક માટે વપરાય છે. બ્રિટીશ ફાર્મેકોપીઆમાં મોલ્ટનો સમાવેશ થયેલો છે. તેમાં ૪ ટકા જ પ્રોટીન છે. પરંતુ પાચકદ્રવ્ય-એન્ઝાઈમ્સ ઘણાં છે.

જવની રાબ સવારે નાસ્તામાં આપવાથી જઠર અને આંતરડામાં ચાંદાના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે. સંશોધન મુજબ એક દર્દીને નિયમિત ત્રણ મહીના જવની રાબ લેવાથી ચાંદી બિલ્કુલ રૂઝાઈ ગયું અને આંતરડું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયું. જે બે વરસની સારવારથી ના રૂઝાય તે ત્રણ મહીનામાં જવની રાબ લેવાથી સારૂં થઈ ગયું.ઉત્તર પ્રદેશમાં ઉનાળામાં ભૂખ અને તરસને શાંત કરવા માટે જવના સાથરા (સત્તુ) ખાંડી પીસીને લોટ જેવો બારીક બનાવી તેમાં થોડું મીઠું કે સિંધવ નાંખીને પાણી મેળવવાથી સત્તુ બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેમાં ખાંડ, ઘી અને ગોળ મેળવીને ખાય છે. એક વાત સ્પષ્ટ છે કે ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવાથી શરીરનું વજન ઘટે છે.

ચીન અને જર્મનીના અનુભવોના આધારે અમેરીકામાં ૧૯૭૮માં સાન્ફ્રાન્સીસ્કો ઈન્સ્ટીટયુટ ફોર ધી એડવાન્સ સ્ટડી ઓફ હયુમન સેક્સ્યુઆલીટી એ જવ વિશે એક નવું જ સંશોધન ર્ક્યું. જવમાં પુરૂષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન જેવું કંઈક તત્વ છે જેનાથી જાતિયશક્તિમાં વધારો થાય છે. એટલું જ નહિં પરંતુ પ્રોસ્ટેટ ગ્રંથિની વૃધ્ધિની તકલીફમાં પણ આરામ થાય છે.જ્યારે ભૂખ ન લાગતી હોય કે ખાવાનું મન ન થતું હોય તો જવની રાબ પીવાની સલાહ આપવામાં આવે છે. જવની રાબ પેટને એવી રીતે ધોઈને સાફ કરી દે છે જેમ તમે પાણીથી ચેહરાને ધોઈને સ્વચ્છ કરે છે.જવનો ઉકાળો સવાર-સાંજ પીવાથી મુત્રમાર્ગની પથરી તુટી જાય છે.ક્ષયના રોગી માટે ચોખા અને જવની રોટલીથી ઉત્તમ કોઈ ખોરાક નથી. જવની રોટલી ખાવાથી પેટમાં દુખાવો નથી થતો.

એક ચમચો જવનો અધકચરો ભુકો બે ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી કપડાથી ગાળી સવાર-સાંજ પીવાથી પથરી અને મુત્રમાર્ગના રોગો મટે છે.જો ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર માંદો પડતો હોય તો તેને માટલીમાં બનાવેલી જવની રાબ આપવી, વ્યક્તિ ઝડપથી સાજો થઈ જશે. નબળાઈ આવી ગઈ હોય જો કે બિમારને તે પસંદ ના પડે પરંતુ વારંવાર ગરમ રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે અને રોગ સામે લડવાની પ્રતિકાર શક્તિ વધે છે. જવની રોટલી કે જવની કોઈ પણ વાનગી લોકો માટે