વડોદરામાં પણ છે હાર્દિક પંડયાનો આ આલીશાન બંગલો,જોવો અંદરની ખાસ તસવીરો….

મિત્રો આજે હુ તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લઈને આવ્યો છુ મિત્રો આજે આપણે વાત કરીશુ એક એવા વ્યક્તિ વિશે જમણે પોતાના જીવન મા ઘણા ઉતાર ચઢાવ જોયા છે પરંતુ તેમની લગન અને સખત મેહનત થી તેઓ આજે એક એવા મુકામ પર પોહચી ગયા છે જ્યા પોહચવાનુ સ્વપન લગભગ દરેક ભારતીય નવયુવાન જુવે છે મિત્રો આજે આપણે વાત કરીશુ ભારતીય ક્રિકેટ ટીમ ના ટૉપ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના વડોદરામા આવેલા ઘર વિશે.

Advertisement

એક સફળ વ્યક્તિ તે છે જે બીજા દ્વારા ફેંકી દેવાયેલી ઇંટોથી એક મજબૂત પાયો બનાવી શકે છે અને આજે આપણે આવા જ એક વ્યક્તિ વિશે વાત કરીશું જેણે સફળતા મેળવતાં પહેલાં ખૂબ જ સંઘર્ષ કર્યો અને કહ્યું કે સંઘર્ષ એ સફળતાનો પાયો છે મિત્રો આજે આપણે હાલની ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય હાર્દિક પંડ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હાર્દિક પંડ્યા જેની ક્ષમતાને રિક્કી પોન્ટિંગ અને સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓ દ્વારા માન્યતા આપવામાં આવી હતી અને જે હવે ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર્સ છે.

હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 1993 ના રોજ ગુજરાતના સુરતના ચૌરસિયામાં થયો હતો અને તેમના પિતાનું નામ હિમાંશુ પંડ્યા અને માતાનું નામ નલિની પંડ્યા છે અને તેના પિતા હિમાંશુ ક્રિકેટની રમતના પ્રેમી હતા અને તેથી હાર્દિકને ક્રિકેટમાં પણ રસ વધી ગયો હતો તેમજ હાર્દિકના પિતા મેચને બતાવવા માટે હાર્દિકને ઘણીવાર સ્ટેડિયમ લઈ જતા હતા.

હાર્દિક પંડ્યાના શિક્ષણને જોવા જઈએ તો તેને તેના અભ્યાસમાં ઓછો રસ હતો અને હાર્દિક પંડ્યા નવમા ધોરણમાં નિષ્ફળ ગયો અને તેના ક્રિકેટ સપનાને સાકાર કરવા અભ્યાસ છોડી દીધો હતો હાર્દિક પંડ્યાના મોટા ભાઈનું નામ ક્રુણલ પંડ્યા છે, જે પોતે એક ક્રિકેટર પણ છે. હાર્દિકના પિતાનો સુરતમાં કાર ફાઇનાન્સનો સારો ધંધો હતો પરંતુ જ્યારે ક્રુનાલ 6 વર્ષનો હતો ત્યારે કોઈએ તેની ક્રિકેટિંગ કુશળતાને ધ્યાનમાં રાખીને તેને ક્રિકેટનું સારું કોચિંગ મેળવવા માટે કહ્યું હતું તેઓ જાણતા હતા કે સુરતમાં રહીને તે તેના બાળકોને સારી કોચિંગ આપી શકશે નહીં અને તે સુરતથી વડોદરા શિફ્ટ થઈ ગયા અને હાર્દિક અને ક્રુનાલે કિરણ મોરે પાસેથી ક્રિકેટની તાલીમ લેવાનું શરૂ કર્યું હતુ.

વડોદરા ગયા પછી, તેમના કારખાના ના વ્યવસાય નવા શહેરમાં એટલું કરી શક્યા નહીં અને ત્યાં આખા કુટુંબને આર્થિક મુશ્કેલી વેઠવી પડી. હાર્દિકના પિતાના સંઘર્ષને ધ્યાનમાં રાખીને કિરણ મોરેએ કોઈ ચાર્જ લેવાની ના પાડી હતી. તે મધુમેહ ના દર્દી હતા અને તેમને 2 વર્ષમાં 3 વાર હાર્ટ એટેક આવ્યો હતો અને આવી સ્થિતિમાં, તેમની પાસે કામ છોડી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતોઆમ તેમના પરિવાર માટે કમાણીનું એકમાત્ર સાધન પણ જતુ રહ્યુ હતું.

હાર્દિક પંડ્યા આખો દિવસ મેદાન પર પ્રેક્ટિસ કરતો હતો અને 5 રૂપિયાની મેગી ખાતો હતો કારણ કે તે સમયે, નાણાકીય સંકટને લીધે તેઓ ખોરાકના નાણાં બચાવ્યા બાદ ક્રિકેટ કીટ માટે એકત્રિત કરતા હતા અને 2014મા સૈયદ મુસ્તાક અલી ટ્રોફી દરમિયાન હાર્દિક પાસે બેટ નહોતો અને તે સમયે ઇરફાન પઠાણે હાર્દિકને 2 બેટ ગિફ્ટ કર્યા હતા અને તેણે મુંબઈ સામે વેસ્ટ ઝોન મેચમાં મુંબઇ સામે 57 બૉલમાં 82રન બનાવ્યા હતા અને ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સના કોચ જોન રાઈટની હાર્દિક તરફ નજર હતી.

મુંબઇ ઈન્ડિયન્સ દ્વારા આઈપીએલ માટે તેને 10 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો અને ત્યાંથી તેમનું જીવન નાટકીયરૂપે બદલાઈ ગયું અને તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં મિત્રો હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કરતા પસંદગીકારોને નિરાશ કર્યા નહોતા અને આ પહેલા તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 બોલમાં 21 રન બનાવ્યા હતા અને ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સને કોલકાતા નાઈટ રાઇડર્સ સામે બચાવ્યું પણ હતુ અને તેણે 31 બોલની ઇનિંગ્સમાં 61 રન બનાવ્યા તેના આ શાનદાર પ્રદર્શનથી આઈપીએલમાં તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો.

IPL 2015થી પોતાના કરિયરની શરૂઆત કરનારા હાર્દિક પંડ્યા માત્ર 5 વર્ષમાં જ સફળતાની ટોચે પહોંચી ગયા છે. વડોદરાથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનારા હાર્દિક પંડ્યાએ આઇપીએલથી સ્ટારડમ મેળવ્યો. હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ તેઓ ખુબ ધમાલ કરી રહ્યાં છે. હાર્દિકની સાથે તેમના ભાઇ કૃણાલ પંડ્યા પણ આઇપીએલના સ્ટાર પ્લેયર છે પરંતુશું તમે જાણો છો કે પોતાના લગ્ન પહેલા હાર્દિક અને તેમના ભાઇ કૃણાલ પંડ્યા એક સાથે એક ઘરમાં રહેતા હતા અને ખુબ જ સાધારણ જીવન જીવતા હતા.

ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું હતું. હાર્ટ અટેક આવતાં 71 વર્ષના હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ સમાચાર મળતાં જ કૃણાલ પંડ્યા સૈયદ અલી ટી-20 ટૂર્નામેન્ટ છોડી વડોદરા પહોંચ્યો હતો જ્યારે હાર્દિક પડ્યા 12:30 વાગે ફ્લાઈટ મારફતે મુંબઈથી વડોદરા પહોંચ્યો હતો.હાર્દિક પંડ્યા ઇન્ડિયન ક્રિકેટ ટીમનો મહત્ત્વપૂર્ણ સભ્ય છે.

હાર્દીક પંડ્યાએ ઘણાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ભારતને જીત અપાવી છે. દેશ-વિદેશની ધરતી પર પોતાની બેટિંગ અને બોલિંગથી લોકોના છક્કા છોડાવનારા હાર્દિક પંડ્યા ગુજરાતના વડોદરાના રહેવાસી છે. હાર્દિકનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું હતું, પણ હવે તેમની પાસે વડોદરામાં ભવ્ય ઘર છે. આવો અમે તમને બતાવી ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ઘર.હાર્દિક પંડ્યાનું આ ઘર વડોદરાના સૌથી પૉશ વિસ્તારમાં છે.

મિત્રો આ ઘરમાં તે આખા પરિવાર સાથે રહે છે અને હાર્દિક પંડ્યાનું આ પેન્ટાહાઉસ 6 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.ઘરમાં એટલી જગ્યા છે કે હાર્દિક ઘણીવાર ભાઈ કૃણાલ પંડ્યા સાથે ઘરમાં જ ક્રિકેટ રમે છે અને હાર્દિના ઘરની ડિઝાઈન અનુરાધા અગ્રવાલે કરી છે તેમજ  અનુરાધા ઓલિવ ક્રિએશન્સની ક્રિએટિવ ડિરેક્ટર છે.ઘરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. ઘરની અંદર હાર્દિકે જીમ પણ બનાવ્યું છે તેમજ  ઘરની અંદર હોમ થિએટર પણ લગાવવામાં આવ્યું છે.

Advertisement