વર્ષોથી પોતાની પુત્રવધુ સાથે અહીં ના લોકો કરાવે છે વૈશ્યાવૃત્તિ,જાણો શું છે તેની પાછળનું કારણ…..

નવી દિલ્હીના નજફગઢમાં એક સમુદાય રહે છે જે તેની વહુઓનો દેહવ્યાપાર કરે છે. રિવાજોના નામ પર, આ સમુદાય કે જે વેશ્યાવૃત્તિના ધંધામાં સામેલ છે તેનું નામ ‘પર્ણ સમુદાય’ છે.સમાચાર મુજબ, પ્રેમનગર બસ્તીમાં રહેતા પરના સમાજના લોકો તેમની પુત્રવધૂઓ સાથે પેઢીઓથી આ કામ કરી રહ્યા છે. આ સમુદાયમાં, છોકરીઓના લગ્ન પણ માત્ર 12-15 વર્ષની વચ્ચે કરવામાં આવે છે. આ પછી, સાસુ-સસરા રોજ પુત્રવધૂ જોડે ધંધો કરાવે છે.

વેશ્યાવૃત્તિ ઉપરાંત પુત્રવધૂ પણ આખું ઘર સંભાળે છે. તેના પતિ, સાસુ-સસરા, બાળકો વગેરે માટે રાત્રિભોજન બનાવ્યા પછી, તે ગ્રાહકોને સંતોષ આપવા માટે નીકળી જાય છે અને પછી થોડા માણસોને સંતોષ આપીને રાતભર ઘરના કામમાં વ્યસ્ત રહે છે.સમજાવો કે જો પર્ણ સમુદાયની પુત્રવધૂ વેશ્યા વ્યવસાયમાં જોડાવાની ના પાડે છે, તો તેઓને ત્રાસ આપવામાં આવે છે. ઘણી વાર વેશ્યાવૃત્તિનો ઇનકાર કરવા બદલ પુત્રવધૂની હત્યા કરવામાં આવે છે.

મુંબઈના કમાઠીપુરાની મહાનગરપાલિકાની સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી સાયમા હવે એ છોકરીઓના ગાલ પર આંસુનાં ત્રણ ટીપાં દોરી રહી છે અને એ ટીપાંને થોડાં ઘેરાં બનાવી રહી છે.લતિકા કહે છે, આ છોકરીઓને તેમની મમ્મી યાદ આવી રહી છે.એ પછી સાયમા નોટબુકના પેજ પર નવું ચિત્ર દોરવામાં ફરી વ્યસ્ત થઈ જાય છે. હવે તે એક બર્થડે પાર્ટીનું ચિત્ર દોરી રહી છે. એક મોટી કેક, મીણબત્તીઓ, ગિફ્ટ્સ, પંખા અને ખુશખુશાલ બાળકોથી ભરેલો ઓરડો.બીજી બાળકી પણ તેની નોટબુક ઉઘાડે છે. તેમાં દિલનું ચિત્ર દોરેલું છે. એક લાઇન વડે તેણે દિલના બે ભાગ કર્યા છે.

બાળકીઓએ જે ચિત્રો દોર્યાં છે તેમાં કોઈ ચિત્ર ઘરનું કે ઘરની બહારની ચાર દિવાલોનું નથી.એ સાંજે અંદાજે 50 બાળકો રાત્રે ચાલતા શેલ્ટર હોમમાં આવ્યાં. આ શેલ્ટર હોમ મુંબઈના બદનામ વિસ્તાર કમાઠીપુરામાં પ્રેરણા નામના બિનસરકારી સંગઠન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.સેક્સ વર્કરોના બાળકોને આખી રાત રાખવાની વ્યવસ્થા આ શેલ્ટર હોમમાં છે.શેલ્ટર હોમ સંપૂર્ણપણે સુસજ્જ છે. દિવાલો પર ક્રિસમસની સજાવટ જોવા મળી રહી છે. એક બ્લૅક-બોર્ડ છે અને એક નાનકડો સમુદ્ર કિનારો પણ બનેલો છે.

બીજી તરફ ચાદરો અને બેડશીટ્સ રાખવામાં આવી છે. એક નાનકડું ટૉઇલેટ છે. એક કિચન પણ છે, જ્યાં બાળકો માટે ભોજન બનાવવામાં આવે છે. હાલ આ સેક્સ વર્કરોનાં બાળકોનું ઘર છે.એ બાળકો તેમની સ્કૂલ બેગ અને રાતે પહેરવાનાં કપડાં સાથે લઈને આવ્યાં છે પણ તેમનો બાકીનો સામાન બીજે ક્યાંક એટલે કે તેમની મા જ્યાં રહે છે એ ઓરડામાં છે. બાળકો તેમના આ ઘરમાં આવે તો છે, પણ અહીં લાંબો સમય રહી શકતાં નથી.

જિન્સ અને શર્ટમાં સજ્જ એક યુવા માતા ગલીના નાકે ઊભાં છે. તેમણે લાલ રંગની લિપસ્ટિક લગાવી છે અને બહુબધો મેકઅપ કર્યો છે.તેમનું ત્રણેક વર્ષનું એક બાળક શેલ્ટર હોમમાં આવતાં રડી રહ્યું છે. જોકે, એ પાછું વળીને તેની મા તરફ નજર કરતું નથી. તેની માતાએ કામે ચડવાનું છે. તેમનું કામ પૈસાના બદલામાં પુરુષો સાથે સેક્સ કરવાનું છે.

કમાઠીપુરાની ગલી નંબર નવમાં બનેલા આ શેલ્ટરનાં સુપરવાઇઝર મુગ્ધા કહે છે, “આ બાળક નવું છે. તેણે અહીં આવવાનું છે તેની તેને ખબર છે, પણ રડી રહ્યું છે.ધીમે-ધીમે એડ્જસ્ટ કરી લેશે. બધાં બાળકો કરી લેતાં હોય છે. તેમના પરિવારો પાસે વિકલ્પ નથી હોતો.દેશના સૌથી જૂના રેડલાઇટ એરિયા તરીકે ઓળખાતા કમાઠીપુરામાં સેક્સ વર્કરોને બહુ કમાણી થતી નથી, પણ આ વિસ્તારના પુનર્વિકાસની યોજનાઓને કારણે અહીં મકાનોના ભાડાં વધી ગયાં છે.સેક્સ વર્કરોના કોઠાની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

આ સંજોગોમાં સેક્સ વર્કર મહિલાઓએ મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું પડે છે. નાના ઓરડામાં તેમણે પલંગ ભાડા પર લેવો પડે છે.એવા એક ઓરડામાં છ-છ પલંગ હોય છે. નીચે તેઓ જમવાનું બનાવે છે અને પલંગની નીચે પોતાનો સામાન રાખે છે.બાળકોએ દોરેલાં ચિત્રોમાં ઘરનું કોઈ ચિત્ર નથી તેનું કારણ આ જ છે. એ બાળકોનું કોઈ ઘર નથી. તેમની મમ્મીઓ સેક્સ વર્કર તરીકે કામ કરે છે અને પોતાનાં બાળકોને સ્કૂલે મોકલે છે, જેથી બાળકો આ ગંદકીમાંથી બહાર નીકળી શકે.આ પરિવારોમાં માતાઓ છે, તેમનાં બાળકો છે અને એ બાળકોની સારસંભાળ રાખતા બિનસરકારી સંગઠનોના કાર્યકરો છે. પિતાનો ઉલ્લેખ ક્યારેય થતો નથી.

સેક્સ વર્કર હંમેશાં પોતાની તાકાત પર જીવવાનો આગ્રહ રાખે છે, કારણ કે તમામ પુરુષો તેમની સાથે દુર્વ્યવહાર, વિશ્વાસઘાત અને શોષણ કરે છે એવું તેઓ માને છે.આઈવીએફ દ્વારા બાળકોને જન્મ આપનારી, બાળકને દત્તક લેનારી અને તલાક કે છૂટાછેડા પછી એકલી રહેતી માતાઓ પણ સિંગલ મધર હોય છે, પરંતુ તેમની સરખામણીએ સેક્સ વર્કરોએ ઘણી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.સૌપ્રથમ તો તેમણે રેડલાઈટ એરિયામાં રહેવું પડે છે, જ્યાં તેમણે અસલામત વાતાવરણ અને ઘરના અભાવ ઉપરાંત કલંકનો સામનો પણ કરવો પડે છે.

સેક્સ વર્કરોએ માતા તરીકે આખી દુનિયામાં ભેદભાવ અને કલંકનો સામનો કરવો પડે છે. સરકાર અને સમાજના નૈતિક દબાણને કારણે કેટલાક દેશોમાં તો તેમણે તેમનાં બાળકો પરનો અધિકાર પણ છોડવો પડે છે.ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે સેક્સ વર્કર્સ શ્રેષ્ઠ વાલી બની શકતાં નથી. આવી ધારણાને કારણે સેક્સ વર્કરના કામનું કોઈ ગૌરવ રહ્યું નથી અને સેક્સ વર્કરો સાથે નૈતિકતાની વાતો કરવામાં આવે છે.

મિતાલી (નામ બદલ્યું છે) જણાવે છે કે તેના ઓરડામાં માત્ર એક પલંગ છે અને પલંગની નીચેની જગ્યા છે. ઇમારત પુરાણી છે અને તેની સીડી તૂટેલી છે અને દિવાલો પણ જર્જરિત છે.મિતાલી 15 વર્ષ પહેલાં કમાઠીપુરામાં આવ્યાં હતાં. પતિના મોત બાદ મિતાલી પશ્ચિમ બંગાળમાં તેનાં માતાના ઘરે ગયાં હતાં, જેથી એ પોતાનાં બે બાળકોને ઉછેરી શકે, પણ મિતાલીનાં માતાપિતા પણ અત્યંત ગરીબ હતાં.મિતાલી કહે છે, “એટલાં ગરીબ હતાં કે અમારે ખાવાના સાંસા પડતા હતા.મિતાલીને એક પરિચિત મારફત કમાઠીપુરા લાવવામાં આવ્યાં હતાં.

એ પરિચિતે મિતાલીને ખાતરી આપી હતી કે તેને સારા ઘરમાં કચરા-પોતાં કરવાનું કામ મળી જશે, પણ બીજી છોકરીઓની માફક મિતાલી પણ રેડલાઇટ એરિયામાં પહોંચી ગઈ હતી.પછી મિતાલી તેના ગામથી તેની દીકરી તથા દીકરાને પણ લઈ આવી હતી અને બન્ને બાળકોનો પ્રવેશ વિવિધ બિનસરકારી સંગઠનોનાં ડે કેર સેન્ટરમાં અને નગરપાલિકા સ્કૂલ બિલ્ડિંગના ત્રીજા માળે ચાલતા નાઇટ-કેર સેન્ટરમાં કરાવ્યો હતો.