યુરિનમાં બળતરા થવાની સાથે થાય છે દુખાવો તો સમય બરબાદ કર્યા વગર કરી લો આ ઉપાય,મળી જશે આ સમસ્યા માંથી છુટકારો…

આજે અમે પેશાબમાં થતી બળતરા વિષે જણાવીશું, આમ તો આ સમસ્યા મહિલાઓ અને પુરુષો બન્નેમાં થાય છે, પરંતુ મોટાભાગે મહિલાઓમાં વધુ જોવા મળે છે.પેશાબમાં દુ:ખાવો અને બળતરા થવો એક સામાન્ય બીમારી છે. ઉનાળામાં ઘણી વખત વધુ ગરમ વસ્તુનું સેવન કરવાથી કે પાણી ઓછું પીઅવાથી, શરીરનું તાપમાન વધવાથી પેશાબમાં બળતરા થવા લગે છે. આ તકલીફ ઘણા લોકોને થાય છે, જે મહિના સુધી પણ ચાલી શકે છે અને જલ્દી પણ ઠીક થઇ શકે છે. આ બીમારીને ધ્યાન બહાર કરવું જરાપણ સારું નથી.

આ બીમારીને આયુર્વેદમાં મૂત્ર ક્રચ કહે છે. જેમ બ્લેન્ડર(મૂત્રાશય)માં દુ:ખાવો અને બળતરાનો અનુભવ થવો, તરત આ બીમારીનો ઈલાજ શરુ કરી દો. નહિ તો આ બીમારી ઘણી બીમારીઓનું મૂળ બની શકે છે. નીચે થોડા ઘરેલું ઉપાય જણાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરીને આ બીમારી માંથી છુટકારો મેળવવામાં મદદ કરશે.

યુરીન ઇન્ફેક્શનની સમસ્યા આજે લોકોમાં સામાન્ય છે. આ સમસ્યા મુખ્યત્વે મૂત્રાશય નળીના ચેપ અથવા બળતરાને કારણે થાય છે. આને કારણે મૂત્રાશય સંકોચવા લાગે છે. આવી સ્થિતિમાં, પેશાબ દરમિયાન, તમારે બર્નિંગ, પીડા અને કેટલીક વખત રક્તસ્રાવનો પણ સામનો કરવો પડે છે. આમાંથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલુ નુસખાઓનો તમે ઉપયોગ કરી શકો છો.યુરિન ઇન્ફેક્શનના લક્ષણો.પેશાબ કરતી વખતે બળતરા અને દુખાવો.પેશાબમાંથી લોહી નીકળવું.વધુ જાડા પેશાબ.વારંવાર પેશાબની સમસ્યા.પેટના નીચેના ભાગમાં દુખાવો અને પીઠમાં પણ દુખાવો.

યુરિના ઇન્ફેક્શન થવાના કારણો.આ સમસ્યા ૧૮ થી ૫૦ વર્ષ સુધીમાં લોકોમાં ઘણી સામાન્ય વાત હોય છે. આ સમસ્યાને અંગ્રેજીમાં ડીસ્યુરિયા પણ કહે છે. જેમાં પેશાબ કરતી વખતે બળતરા અને દુ:ખાવાનો અનુભવ થાય છે. ક્યારે ક્યારે વધુ પ્રમાણમાં થઇ જાય છે. આ કોઈ બીમારી નથી પણ આ એક મોટી બીમારીના સંકેત હોઈ શકે છે.મૂત્ર પથ સંક્રમિત.જો કોઈ વ્યક્તિને મૂત્ર માર્ગ સંક્રમિત થઇ ગયો હોય, જેને કારણે તેના મૂત્ર માર્ગમાં સોજો આવી ગયો હોય, તો તેને મૂત્ર માર્ગમાં સંક્રમિતની બીમારી થઇ શકે છે.કીડનીની પથરી.જો કોઈ વ્યક્તિને કીડનીમાં પથરી થઇ ગઈ હોય, જેને કારણે તેની કીડનીમાં દુ:ખાવો રહેતો હોય, તો તે વ્યક્તિ પણ આ બીમારીથી પીડિત હોઈ શકે છે.અને પેશાબ રોકી રાખવો.

ડીહાઈડ્રેશન.જો કોઈ વ્યક્તિને ડીહાઈડ્રેશનની સમસ્યા છે, જેમ કે તેને વધુ તરસ લાગે છે અથવા ગળું વારંવાર સુકાઈ જાય છે. વધારે તડકામાં રહેવાથી ડીહાઈડ્રેશનને કારણે પણ મૂત્રમાં બળતરા થવાની તકલીફ થઇ શકે છે.પાણીની ઉણપ.શરીરમાં પાણીની ઉણપથી થાય છે કે ક્યારે ક્યારે લીવર પ્રોબ્લેમથી પણ થાય છે.અને ખોરાકમાં મીઠાની માત્રા વધારે પણ કારણ છે.આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે આ વસ્તુઓનું સેવન કરી શકો છો.ઘરેલું રામબાણ ઉપાય.પેશાબ કરતી વખતે થતા દર્દ અને બળતરાની સમસ્યાને દુર કરવાના અસરકારક ઘરેલું ઉપાયોને જે આ સમસ્યા માંથી આપણેને છુટકારો અપાવશે ડોક્ટર પાસે ગયા વગર.

શુદ્ધ પાણીનો ઉપયોગ.ગરમીના સમયમાં દુષિત પાણી અને પાણીની શરીરમાં ખામી થવાને કારણે પેશાબનો રંગ પીળો પડી જાય છે અને પેશાબની નળીમાં બળતરા થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે વધુમાં વધુ ફિલ્ટર પાણી પીવામાં ઉપયોગ કરો જો ફિલ્ટર વોટર ન મળે તો પાણીને સારી રીતે ઉકાળીને દરેક કલાકે એક ગ્લાસ પીવો. જેથી બ્લેન્ડરમાં જમા બેક્ટેરિયા પેશાબના રસ્તેથી નીકળી જાય છે અને પેશાબ કરતી વખતે થતી બળતરા અને દુ:ખાવામાં રાહત મળે છે. વારંવાર પેશાબ આવવાથી શરીરમાં થતી પાણીની ઉણપથી પણ છુટકારો મળે છે.

ફળોનું સેવન.પેશાબમાં થઇ રહેલી બળતરામાં રાહત મેળવવા માટે આપણે સૌથી વધુ વિટામીન સી થી ભરપુર ફળો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. વિટામીન સી થી ભરપુર ફળોમાં યુરીનની અંદર ઇન્ફેકશન ઉત્પન્ન કરવા વાળા બેક્ટેરિયાને મારે છે, અને મૂત્ર દ્વારા તેને બહાર કાઢી દે છે.નાળિયેર પાણી.નાળિયેર પાણીમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. આનો વપરાશ શરીરને હાઇડ્રેટ કરે છે. પેટમાં થતા બળતરાને ઠંડક કરે છે. આવી સ્થિતિમાં દરરોજ સવારે ખાલી પેટ પર લેવાથી યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી જલદી રાહત મળે છે. ‌ ‌

આંબળા.વિટામિન-સીથી ભરપૂર આંબળાનું સેવન પ્રતિરક્ષા મજબૂત કરવામાં મદદ કરે છે. તે યુરિન ઇન્ફેક્શનની સમસ્યામાં પણ ખૂબ ફાયદાકારક છે. આ માટે 1 ચમચી આબળાના ચૂર્ણમાં 4-5 એલચી દાણા પાવડર ખાવાથી ફાયદો થાય છે.એલચી.5–6 એલચીનાં દાણા પીસીને પાવડર બનાવો. ત્યારબાદ તેમાં 1/2 સુઠ પાવડર, 1 ચમચી દાડમનો રસ, એક ચપટી પથ્થર મીઠું નાખીને નવશેકું પાણી પીવો. તેનાથી યુરિન ઇન્ફેક્શનથી ટૂંક સમયમાં રાહત મળશે.

હળદર.હળદરની અંદર ઘણા ઔષધીય ગુણોનો ભંડાર મળી આવે છે, હળદર પણ આ બળતરાની સમસ્યામાં કામ આવે છે કેમ કે કુદરતી રીતે જ એન્ટીસેપ્ટિક અને જીવાણું વિરોધી હોય છે. વાટેલી હળદર ઠંડા દૂધ સાથે એક એક ચમચી સવાર સાંજ લેવાથી બ્લેન્ડરમાં જમા બેક્ટેરિયાને પેશાબના રસ્તે બહાર કાઢી દે છે.બદામ અને ઈલાયચી.પાંચ ગીરી બદામ અને ૭ કે ૮ ઈલાયચીના થોડા દાણા ભેગા કરીને ચૂર્ણ બનાવી લો અને તે ચૂર્ણને પાણીમાં ભેળવીને પીવો તેનાથી પેશાબમાં થતી બળતરા અને દુ:ખાવામાં જલ્દી આરામ મળશે.

બેકિંગ સોડા.બેકિંગ સોડાની અંદર જીવાણુંવિરોધી, એન્ટી સેપ્ટિક તત્વ પણ મળી આવે છે. જો એક ચમચી બેકિંગ સોડાને એક ગ્લાસ પાણીમાં ભેળવીને પીવો છો તો, આપણી સૌથી પહેલા એસીડીટી દુર થાય છે અને સાથે જ પેશાબમાં થઇ રહેલી બળતરા પણ ઠીક થાય છે.ઘઉં.લગભગ એક મુઠ્ઠી ઘઉંને રાત્રે પાણીમાં પલાળીને મૂકી દો અને સવારે ઘઉંના પાણીને સ્વચ્છ કપડાથી ગાળી લો એક ગ્લાસમાં અને તેમાં સ્વાદ મુજબ સાકર ભેળવી દો અને તે પીવો તેનાથી બળતરામાં ઘણો આરામ મળશે.

ધાણા.રાત્રે સુતા સમયે લગભગ ૧૦ ગ્રામ ધાણાને પલાળી દો અને તેને સવારે વાટીને પાણીમાં ભેળવી લો અને તેને સ્વચ્છ કપડાથી ગાળી લો અને તેમાં સાકર ભેળવીને દિવસમાં ત્રણ ચાર વખત પીવો. કેમ કે ધાણાની તાસીર ઠંડી હોય છે. જે પેટને ઠંડુ રાખે છે અને તેનાથી પેશાબમાં થયેલા ઇન્ફેકશનમાં આરામ મળે છે.ચંદન.૫ થી ૧૦ ટીપા ચંદનનું તેલ લો અને તેને પતાશાની ઉપર નાખીને દિવસ આખામાં ૨ થી ૩ વખત ખાવ તેનાથી પેશાબમાં થઇ રહેલી બળતરામાં આરામ મળશે.થોડા બીજા ઘરેલું ઈલાજ.તુલસીના બીજના હિમજરા અને દાણાદાર સાકરને દૂધ સાથે સવાર સાંજ એક બે દિવસ સુધી લેવાથી પેશાબની બળતરા શાંત થઇ જાય છે.

રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણીમાં ૧ ચમચી ધાણા પાવડર ભેળવીને મૂકી દો અને સવારે તેને ગાળીને ગોળ કે સાકાર ભેળવીને પીવો.દાડમના છોતરા સુકવીને ઝીણા વાટી લો. દરરોજ ૪ ગ્રામ ચૂર્ણ તાજા પાણીમાં બે ત્રણ વખત પેવાથી પેશાબની બળતરા શાંત થઈ જાય છે અને વારંવાર પેશાબ નહિ આવે. તે ૧૦ દિવસ ખાવ અને ચોખાથી દુર રહો.ઠંડા ખાંડની રાબમાં પાંચ ટીપા ચંદનનું તેલ નાખીને પીવાથી પેશાબની બળતરા અને પીડા મટી જાય છે.બદામની પાંચ ગીરી અને ૭ નાની ઈલાયચી મીસરી સાથે વાટી લો. તેને એક ગ્લાસ પાણીમાં ઘોળીને પીવાથી દુ:ખાવો અને બળતરા બળતરા ઓછા થવા લાગે છે.

મૂળાના પાંદડાના અડધો કિલો રસમાં ત્રણ માશે કલમી શોરા ભેળવીને પીવાથી પેશાબ ખુલીને આવશે અને બળતરા દુર થઇ જશે.પાણીનું પ્રમાણ વધારી દો, પાણી, શરીર માંથી સંક્રમણ ફેલાવવા વાળા બેક્ટેરિયા અને શરીરના કચરાને બહાર કાઢી દેશે. સાથે જ ડીહાડ્રેશન માંથી પણ મુક્તિ અપાવશે. તમે ધારો તો પાણી યુક્ત ફળોનું સેવન પણ કરી શકો છો.પેશાબ કરતી વખતે દુ:ખાવો કે પછી વારંવાર ઉઠીને પેશાબ જવું પડે. કોઈ પણ સ્થિતિમાં ૧ ગ્લાસ પાણીમાં ૧ ચમચી બેલીંગ સોડા ભેળવીને પીવાથી પેશાબમાં રહેલા એસીડીટી ઓછી થઇ જાય છે. જેથી તકલીફમાં આરામ મળે છે.

જો તમને કીડનીમાં પથરીને કારણે પેશાબમાં બળતરા થઇ રહી છે અને દુ:ખાવો થાય છે, તો બીયર પીવાથી લાભ મળી શકે છે. તેનાથી સ્ટોન ઓગળીને શરીર માંથી બહાર નીકળી જશે. આ ઉપાય કરતા પહેલા ડોક્ટર સાથે ચર્ચા વિચારના જરૂર કરો.થોડા દિવસો સુધી હુંફાળું પાણી પીવો. તેનાથી પેશાબ કરતી વખતે થતા દુ:ખાવામાં આરામ મળશે. કાચા દૂધમાં થોડું પાણી ભેળવીને પીવાથી પણ ફાયદો થાય છે. તે ઉપરાંત પાણીમાં થોડી એવી ફટકડી નાખીને દિવસમાં ૩ વખત પીવાથી દુ:ખાવો ઠીક થઇ જાય છે.