યુવતીને ફેસબુકિયો પ્રેમ ભારે પડી ગયો,મિત્ર એ અપહરણ કરીને યુવતીને બનાવી હવસ નો શિકાર,અને પછી..

મિત્રો દક્ષિણ મુંબઈના અગ્રીપાડામાં એક ફેસબુક યુવતીએ અપહરણ કરીને તેની સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો પોલીસે મંગળવારે માહિતી આપી હતી કે 13 વર્ષની બાળકી 1 જુલાઈથી તેના ઘરેથી ગુમ હતી. પોલીસે યુવતીની માતાએ નોંધાવેલા અહેવાલના આધારે તપાસ શરૂ કરી હતી.

એક અધિકારીએ કહ્યું કે કથિત આરોપીનો ફેસબુક પર એક મિત્ર હતો ફેસબુકથી મળેલી માહિતીના આધારે, 22 વર્ષીય મુખ્ય આરોપી અને તેના ચાર સાથીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડતા ધરપકડ કરવામાં આવી છે અને યુવતીને મુક્ત કરી દેવાઈ હતી.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર યુવતી ઘણા સમયથી ફેસબુક પર મુખ્ય આરોપી સાથે સંપર્કમાં હતી.તે જ સમયે 22 વર્ષીય કથિત આરોપીએ યુવતીને મળવાની યોજના બનાવી હતી અને કોવિડ -19 લોકડાઉનને કારણે તેના સાથીદારો સાથે તેનું અપહરણ કરી રાજસ્થાન લઈ ગઈ હતી આશ્ચર્યજનક વાત એ છે કે લોકડાઉન નિયમો હોવા છતાં તેમનું અંગત વાહન આકસ્મિક બંધ થયું ન હતું.

ગુપ્ત માહિતીના આધારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપી સાથેની યુવતી અને તેના ચાર સાથીઓને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યા હતા.યુવતીના નિવેદન મુજબ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને સંરક્ષણ બાળ બાળકોથી જાતીય ગુના અધિનિયમ પોસ્કો ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

બીજી એક એવીજ ઘટના સામે આવી છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદના તલોદ વિસ્તારની છે જ્યાં પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ એક યુવતીની સગાઈની વાત તલોદના એક યુવક સાથે ચાલી રહી હતી જ્યાં અમુક સમય જતાં આ યુવતીની સગાઈ અન્ય યુવક સાથે થઈ જતા યુવક ગુસ્સે થઈ ગયો હતો અને આ ગુસ્સામાં આવીને આ યુવકે યુવતીના નામનું ફેસબુક પર એક કોલગર્લ નામની ફેક આઇડી બનાવી જેથી આ યુવતીના મોબાઈલ અવારનવાર ફોન આવવા લાગ્યા અને કસ્ટમરો બીભત્સ માગણી કરવા લાગ્યા.જેના ત્રાસથી આ યુવતીએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સોશિયલ મિડિયાનો દિન પ્રતિદિન દૂર ઉપયોગ થઇ રહ્યો છે, અમદાવાદની યુવતીની સગાઇની વાત તલોદના યુવક સાથે ચાલતી હતી, જો કે યુવતીની સગાઇ બીજે થઈ જતાં યુવક ગુસ્સે થયો હતો. જેનો બદલો લઇ યુવતીને બદનામ કરવા યુવકે ફેક ફેસબુક એકાઉન્ટ નીચે મોબાઇલ નંબર અને કોલ ગર્લ લખ્યું હતું. આ કેસની વિગત એવી છે કે  અમદાવાદમાં રહેતી યુવતી લગ્ન માટે વેબ સાઇટ ઉપર ઓન લાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

બીજીતરફ તલોદમાં રહેતા રોશનકુમાર પ્રકાશચન્દ્ર મહેતા નામના યુવકે પણ લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ જેથી પ્રોફાઇલમાંથી એક બીજાનો મોબાઇલ નંબર મેળવીને વાતચીતો કરતા હતા.  એક તબ્બકે તો બન્નેના લગ્નની વાતચીત પણ થઇ હતી પરંતુ સંજોગોવસાત યુવકની સગાઇ બીજી છોકરી થઇ હતી જેથી યુવતી યુવક ઉપર ગુસ્સે થઇ હતી અને આ મુદ્દે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી.

જેનો બદલો લેવા માટે અને યુવતીને બદનામ કરવા યુવકે ફેક ફેસબુક એકાઉન્ટ નીચે મોબાઇલ નંબર અને કોલ ગર્લ લખ્યું હતું. જેથી યુવતીના મોબાઇલ ઉપર બિભત્સ માંગણી કરતા અઢળક ફોન આવ્યા હતા. યુવતીની ફરિયાદ આધારે સાઇબર ક્રાઇમે આજે વિકૃત માનસિકતા ધરાવતા યુવકની ધરપકડ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સોશિયલ મીડિયામાં અજાણી વ્યકિત સાથે મિત્રતા જોખમી નિવડી શકે છે, તેવી લાલબત્તી ધરતી એક ઘટના શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી સાથે બની છે. જેમાં સોશિયલ મીડિયા પર મિત્ર બનેલા મુંબઈના યુવાને યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરી તેને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી હતી. આ અંગે યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં મુંબઈના યુવાન સામે ફરિયાદ નોંધાવી છે.

શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને છ મહિના પહેલા સોશિયલ મીડિયામાં મુંબઈના એક યુવાન સાથે ઓળખાણ થઈ હતી. દરમિયાન બંનેએ એકબીજાના મોબાઈલ નંબર લઈ વાતચીતનો દોર શરૂ કર્યો હતો.બે મહિના પહેલાં યુવક સાથે ફોન પર વાતચીત થતાં તેણે યુવતીને કહ્યુ હતું કે, તે મુંબઈથી બાઈક લઈને વડોદરા આવ્યો છે અને તેને મળવા માગે છે. આથી યુવતી ઘરે કોઈને કહ્યા વિના યુવકને મળવા વડોદરા ગઈ હતી. જ્યાં યુવકના ભાઈના ઘરે તેઓ એક દિવસ રોકાયા હતા ત્યારે યુવકે તેમના બંનેના ફોટા મોબાઈલમાં પાડ્યા હતા.

દરમિયાન યુવતીનો પરિવાર ચિંતામાં હતો કે, તે ક્યાં ગઈ તેમનો ફોન આવતા તેણે વડોદરા હોવાનું કહેતા તેના પિતા તેને આવીને લઈ ગયા હતા. ત્યારબાદ યુવતીએ યુવકને ફોન કરી કહ્યું હતું કે, મારા ઘરમાં ખબર પડી ગઈ છે તેથી મારે તમારી સાથે મિત્રતા રાખવી નથી. હવે ફોન કે મેસેજ કરતો નહીં. તેમ છંતા યુવક અવારનવાર ફોન કરી યુવતીને હેરાન કરતો હતો. જો કે યુવતી બીકની મારી પરિવારમાં કોઈને કહેતી નહતી.

તાજેતરમાં સોશિયલ મીડિયા જોતાં યુવતીના ધ્યાને આવ્યું હતું કે, તેના યુવક સાથેના આઠ જેટલા ફોટા મુકાયા હતા અને તેની ઉપર હિન્દીમાં યુવતીનું નામ લખી બિભત્સ લખાણ લખેલું જોવા મળ્યું હતું.આથી યુવતીએ યુવકને ફોન કરી ફોટા વિશે પૂછતા તેણે કહ્યું હતું કે, મેં જ તારા ફોટા ફરતા કર્યા છે, હજુ પણ બીજા ફોટા મુકીશ અને તને મરાવી નાખીશ તેવી ધમકી આપી હતી.કોઈપણ અજાણી વ્યકિતના ફોટા કે તેના સ્ટેટસ પર ભરોસો કરવો જોઈએ નહીં, સામાન્ય ઘરની યુવતીઓને આકર્ષવા માટે અમુક ગઠિયાઓ પોતે ખૂબ જ પૈસાદાર છે તેવા ફોટા સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે.

યુવતીઓનો સંપર્ક થાય પછી પ્રેમનું નાટક કરી તેમનું આર્થિક કે શારીરિક શોષણ કરવામાં આવતું હોય છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લોકોને સાવધ રહેવા સમયાંતરે અપીલ કરવામાં આવતી હોય છે.પોલીસ વારંવાર લોકોને સોશીયલ મીડિયાનો ઉપયોગ કરવા સાથે સાવચેતી રાખવાની અપીલ કરે છે. સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રોજના અનેક લોકો સોશિયલ મીડિયાના ભોગ બન્યાની ફરિયાદ કરવા માટે આવે છે. તેમાં ઓનલાઈન છેતરપિંડીને બાદ કરતા મોટાભાગની ફરિયાદ સોશિયલ મીડિયાના કારણે ધમકી અથવા ફોટાના કારણે પૈસા માગવાની અથવા બદનામ કરવાની ફરિયાદનો સમાવેશ થાય છે.

પ્રેમમાં પડ્યા પછી યુવાનો ભાન ભૂલીને ફોટા પડાવી લે છે જેનો સબંધ બગડતા પ્રેમી ફાયદો ઉઠાવી પરેશાન કરે છે. જે તેમના માટે ખતરનાક સાબિત થાય છે. થોડા સમય પહેલાં અમદાવાદ પૂર્વમાં સરસપુરની એક યુવતીના પ્રેમીએ તેના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરી દેતાં યુવતીએ આબરૂ જવાની બીકે આત્મહત્યા કરી લીધી હતી.