20 વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા બાદ કપલે લગ્ન કર્યા.તેમનો 13 વર્ષનો પુત્ર પણ જાનમાં સામેલ હતો,આ અનોખા લગ્ન આજે થઈ રહ્યા છે ખૂબ વાયરલ

ઉત્તર પ્રદેશના આ ગામ માં થયેલ એક અનોખા લગ્ન હાલના દિવસોમાં ચર્ચામાં છે.આ લગ્ન કઈ અલગ રીતે જ કરવામાં આવ્યા હતાં.આ લગ્ન એવા હતા કે આજ સુધી આવા અનોખા લગ્ન વિસે તમે સાંભળ્યું પણ નહીં હોય.આ લગ્ન હાલ ખૂબ ચર્ચા નો વિષય બની રહ્યું છે.જાણીને વધુ.

Advertisement

ઉત્તર પ્રદેશ ના ઉન્નાવમાં ગંજમુરાબાદના ગામમાં રહેતા 58 વર્ષના વરરાજા અને 50 વર્ષની દુલ્હન લગ્નના બંધનમાં બંધાયા. અને બીજી ચોંકાવનારી વાત એ હતી કે આ લગ્ન માં તેમનો 13 વર્ષનો દીકરો પણ લગ્નમાં જાનમાં બેન્ડબાજા પર ડાન્સ કરતો જોવા મળ્યો.લગ્ન બાદ 58 વર્ષના વૃદ્ધે જણાવ્યું કે, કેટલાક લોકો તેને લગ્ન વગર મહિલાની સાથે રહેવાથી મેણા ટોણા મારતા હતા.આ મેણા ટોણાથી બચવા માટે ગામના વડાના કહેવા પર ઉંમરના આ પડાવમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો. વરરાજાની બહેનનો દાવો છે કે બંનેએ 20 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા, પરંતુ કેટલાક કારણોસર લગ્ન રીતિ રિવાજો મુજબ થઈ શક્યા ન હતા, પરંતુ તેઓ એકબીજા સાથે રહેતા હતા.

હવે પરિવારની પરસ્પર સંમતિ પછી બંનેના લગ્ન રીત રિવાજ રીતે થયાં.રસુલપુર રૂરીમાં રહેતા નારાયણ અને રામરતી બંને લગભગ 20 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા.બંને ખેતી અને મજુરી કરીને જીવન પસાર કરતા હતા.લગ્ન માટે ગામના વડા અને અન્ય લોકોએ ડીજે, બેન્ડબાજા અને રસોઈની વ્યવસ્થા કરી અને 12 જુલાઈના રોજ બંનેએ રીતિ રિવાજો પ્રમાણે લગ્ન કર્યા.ગામના વડા રમેશ જાનૈયા અને વરરાજા અને કન્યાને લઈને ગામના લોકો સાથે મળીને લગ્નની સંપૂર્ણં તૈયારીઓ કરી હતી. રસ્તામાં પ્રાથમિક વિદ્યાયલની પાસે જાનૈયાઓને નાસ્તો કરાવ્યો હતો.

ગામની બહાર આવેલા બ્રહ્મદેવ બાબાના મંદિરે વર-કન્યાના લગ્નની વિધિ પૂરી થઈ. ત્યારબાદ, તે બંને તેમના ઘરે ગયા અને એકબીજા સાથે સાત ફેરા લીધા અને ગામના લોકોએ શુભેચ્છા પાઠવી.નારાયણ અને રામરતી છેલ્લા 20 વર્ષથી લિવ ઇન રિલેશનશિપ માં રહે છે અને તેમને 13 વર્ષનો એક પુત્ર અજય પણ છે. પુત્ર પોતાના માતા-પિતાના આ લગ્નથી ઘણો ખુશ છે અને તેને ડીજે પર ડાન્સ પણ કર્યો હતો. રામરતીના પિતાએ કન્યાદાન કર્યું અને લગ્નની વિધિ પૂરી કરી.જાનૈયાને ભોજન પણ કરાવ્યું. આ લગ્નથી ગામના લોકોની સાથે તેમના પરિવારના લોકો પણ ઘણા ખુશ હતા.મળતી માહિતી મુજબ આ લગ્નની સંપૂર્ણ તૈયારીઓ ગામના વડાઓએ ગામના લોકો સાથે મળીને કરી હતી. એકદમ ધામધૂમથી લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

Advertisement