આ કારણે રામદેવપીર મહારાજ પોકરણમાં પ્રગટ થયાં હતાં, ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતાં હોય તો તે છે બાબા રામદેવ પીરમાં. હિંદુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવાય. ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી જ. એમણે રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે. એમનું સમાધી સ્થળ જે રાજસ્થાનના પોખરણ પાસે સ્થિત છે ત્યાં આવેલી છે. એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ જ ત્યાં દર્શનાર્થે ઉમટે છે.

Advertisement

એમનાં મેળામાં તો લોકો બહુ દુરથી ચાલતાં એટલેકે પગપાળા ત્યાં નેક, બાધા, આખડીઓ કરીને અનેક નવાં નુસ્ખાઓ અપનાવીને પોતાની અપાર શ્રધ્ધા બાબા રામદેવ પીરમાં વ્યક્ત કરે છે.ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી એટલે કે નવ દિવસ સુધી રામદેવ નવરાત્રિ સમગ્ર ગુજરાત અને રાજસ્થાનની પ્રજા દેશમાં ગમે ત્યાં રહેતી હશે, તેઓ આ મહોત્સવ ઉજવે છે. ભક્તોના અસંખ્ય ઘસારાને કારણે રામદેવરામાં શ્રાવણ સુદ-૧૫ થી મેળો શરૂ થઈ જાય છે. વિ.સં. ૧૪૬૧માં રામદેવપીર પોકરણમાં પ્રગટ થયા અને ચોપન વર્ષની ઉંમરે વિ.સં.૧૫૧૫ની સાલ, ભાદરવા સુદ-૧૧ને ગુરુવારના દિવસે રણુંજા રામદેવરામાં રામાસરોવરની પાળે સમાધિ લઈને નિજધામ પધાર્યા તે બાબતની જાણ બધાને છે.

અવતારી પુરુષ એવં જન-જનની આસ્થાનાં પ્રતિક બાબા રામદેવજીએ પોતાની સમાધીનું સ્થળ, પોતાની કર્મસ્થળી રામદેવરા (રૂણીચા)ને જ પસંદ કર્યું. બાબા એ અહીંયા ભાદરવા સુદી અગિયારસે વિક્રમ સંવત ૧૪૪૨માં જીવિત સમાધિ લીધી સમાધિ લેતાં સમયે બાબાએ ભક્તોનાં મનમાં શાંતિ એવં અમનથી રહેવાની સલાહ આપતાં જીવનનાં ઉચ્ચ આદર્શોને અવગત કરાવ્યા બાબાએ જે સ્થળ પર સમાધિ લીધી હતી એ સ્થળ પર બીકાનેરના રાજા ગંગાસિંહે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિરમાં બાબાની સમાધિ સિવાય એમનાં પરિવારવાળાની સમાધિઓ પણ સ્થિત છે. મંદિર પરિસરમાં બાબાની મુંહ બોલી બહેન ડાલીબાઈની સમાધિ , ડાલીબાઈનું કંગન એવં રામ ઝરોખા પણ સ્થિત છે.

શિવ-પાર્વતીએ આદિપંથને નિજીયા ધર્મનું નામ આપ્યું, જેથી એ આદેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી (સુદ) બીજ, ત્રીજ, પાંચમ, અગિયારસ, તેરસ અને પુનમના દિવસે પાટ-મંડપનો ઉત્સવ કરવાનો, ગાદીપતિ- ધર્માધિકારીઓએ નિર્ણય કરેલ. સાધુ-સંતો, જતિ-સતી, સિદ્ધ, યોગી, ભક્તો વગેરે પાટોત્સવ ઉજવે છે. આખી રાત ભજનાનંદી બની જાગરણ કરે છે જેને જમા-જાગરણ પણ કહેવાય છે. તેમાં ઉપસ્થિત નર-નારીઓ ગતગંગા, ગતના ગોઠી અને ગતમાર્ગી તરીકે ઓળખાય છે.

એક સમયે પાર્વતીજીએ સદાશિવને પૂછયું,’પ્રભુ, કયો ધર્મપંથ મંગલકારી જેનાથી ઉરમાં શાંતિ થાય.શિવજીને પ્રસન્ન થઈને કહ્યું હે પાર્વતીજી, જેમ એક જ મેઘનું જળ લઈને જુદી જુદી નદીઓ જુદા જુદા માર્ગે વિચરે છે એવી રીતે આપણા મહાધર્મના આશ્રયે નાના પ્રકારના અનેક પંથો ઉત્પન્ન થયા છે. આજે મહાધર્મ છે તેની વાત કરીએ, તો એક મતે જે નર-નારી રહેતાં હોય અને નિજિયા ધર્મે નિજારી હોય.

ખેડૂતના ખેતરમાં કૂવા પાસે રેંટ ફરતો હોય છે રેંટના અસંખ્ય ઘડાઓ જોઈન્ટ કરેલા છે અને રેંટ જેમ ફરે તેમ ઘડાઓ કૂવામાં જાય અને ભરાઈને ઉપર આવીને કૂવા પાસે ગોઠવેલ થાળામાં ઠલવાય છે. તેમ જુદા જુદા સંપ્રદાયોનું થાળું તો આ આપણો મહાધર્મ જ છે. આપણો મહાધર્મ પ્રકૃતિના પાંચેય તત્ત્વોને આવરી લઈ જીવશિવનો સમન્વય સાધે છે. આ પાંચ તત્ત્વો પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશને જીવ સાથે મેળવી માનવદેહ ઉત્પન્ન કર્યો અને તેના રક્ષણ માટે આ પાંચેય તત્ત્વોને સદાકાળ રાખ્યા છે. ધરતી માતા બીજને સમાવી તેનું પોષણ કરી તે પ્રગટ કરે છે. બીજ સંઘરવાથી તે બીજીયા કહેવાય છે. આ બીજનું પોષણ ગગન મંડળમાં રહેલા વાદળોના પાણીથી થાય છે.

જ્યારે વાદળોને પોતાનામાં રાખવાનું કાર્ય આકાશ કરે છે. આકાશમાં રહેલું જળ પૃથ્વી પર પડતાં જ પૃથ્વી પાંચેય તત્ત્વોનું શોષણ કરી પેલા બીજને પ્રગટ કરે છે. આથી બીજ ફાલે, ફૂલે અને ફળે છે. બીજમાં પાંચેય તત્ત્વોનું શોષણ થઈ તેનું પોષણ થાય છે. આ રીતે સૃષ્ટિ સર્જન સદાકાળ ચાલ્યા કરે છે. સૃષ્ટિ સર્જનના સગુણ હેતુને પૂર્ણ કરવા માટે નર અને નારીનું સર્જન કર્યું. તે જાગૃત અવસ્થામાં સત્કર્મો કરે છે. તેમ છતાં નિદ્રાવસ્થામાં તેના શરીરની ક્રિયા ચાલતી રહે છે. જેથી તેનું શરીર સચવાય છે, ને ફરી પાછો જાગૃત થાય છે ત્યારે તે ધર્મ-કર્મ કરે છે અને તેના વિચારો દૃઢ થતાં તે ભક્તિ-ભાવમાં રંગાય છે.

પાર્વતીજીએ સદાશિવને ફરી વિનંતી કરી, ‘હે પ્રભુ, હવે આપ નિજીયા પંથ નિજારનું પાલન કરવાના નિયમો સમજાવો.હે પાર્વતીજી, જે પુરુષ પરાઈ સ્ત્રીને પોતાની માતા સમાન માને અને જે સ્ત્રી પરપુરુષને સહોદર ભાઈ જેવો ગણે તેઓને જ આ નિજીયા ધર્મમાં સ્થાન છે. ગૃહસ્થાશ્રમનો ધર્મ માનવસેવા છે. મહાધર્મનું એ પહેલું પગથિયું-સોપાન છે, અને જેઓ એ ધર્મને નિજધર્મ(પોતાનો ધર્મ) માનતા હોય છે. જેને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવા પતિ-પત્ની એકમતવાળા હોય તેઓ આ નિજધર્મ પાળતા હોય છે.

આકાશમાં જળ ભરેલાં વાદળો પરસ્પર ટકરાતાં તેમાં પાવક વીજળી પ્રગટે છે તેમ પતિ-પત્નીના મત અને મનની એકતા અને ભક્તિભાવમાં પૂરા રંગાયા હોય એમના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે અને અંતરમાંથી અંધકારનો નાશ થાય છે. એક મત, એક મન, પ્રભુ ભજન, નેકી-ટેકી, પરહિતમાં સહાય કરે, અચલ, અગડ મન, વિવેકભરી વાણી ઉચ્ચારે, આ મારું અને આ તારું એવો ભાવ ન લાવે, એવા એક ધર્મવાળા ઉપાસક નર-નારી પરમેશ્વરનું ભજન ભાવમાં ભરપૂર રહે છે. તેમને માયાનો મોહપાશ તૂટી જઈ યુગેયુગના ભવબંધનથી છૂટે છે.

નિજીયા ધરમની વાત ભુલાઈ ન જાય તે માટે રામાપીરે રણુંજામાં પાટોત્સવ કરેલો અને ઉપરોક્ત ઉપદેશ ફરીથી દોહરાવ્યો હતો.ચોપન વર્ષની ઉંમરે રામદેવપીરે વિ.સં. ૧૫૧૫ની સાલમાં ભાદરવા સુદ-૧૧ને ગુરુવારના દિવસે રણુંજા (રામદેવરા) માં સમાધિ લીધી. દયાળીબાઈએ રામાપીરે સમાધિ લીધી એના બે દિવસ પહેલાં ભાદરવા સુદ-૯ના રોજ સમાધિ લીધેલ. રામદેવપીરે સમાધિ લીધા પછી રાણી નેતલદેને બે જોડિયા પુત્ર અવતર્યા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી. હાલમાં ગાદીપતિ તરીકે રામાપીરના વંશજ ભોમસિંહજી છે.ચાલો જાણી લઈએ મંદિર આસપાસની જગ્યાઓ વિશે.

રામ સરોવર,રામ સરોવર બાબા રામદેવ મંદિરની પાછળની તરફ આવેલું છે. આ લગભગ ૧૫૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે એવં ૨૫ ફૂટ ઊંડું છે વરસાદમાં પૂરું ભરાઈ જવાનાં કારણે આ સરોવર બહુજ રમણીય સ્થાન બની જાય છે માન્યતા છે કે બાબાએ ગુંદલી જાતીનાં બેલદારોએ આ તળાવની ખોડાઈ કરાવી હતી. આ તળાવ આખાં રામદેવરા જલાપૂર્તિનું સ્રોત છે. કહેવાય છે કે જાંભોજીનાં શ્રાપને કારણે આ સરોવર માત્ર ૬ માસ જ ભરાયેલું રહે છે.ભક્તજન અહીંયા આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાની કાયાને પવિત્ર કરે છે. એવં એનું જલ પોતાની સાથે લઇ જાય છે અને નિત્ય એનું આચમન કરે છે.

પરચા બાવડી.પ્રચા બાવડી મંદિરની પાસે જ સ્થિત છે. અહીંથી બાબાનાં મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. માનવામાં આવે છે કે આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીનાં આદેશ અનુસાર વાણિયા બોય્તાએ કરાવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવાં પહોંચે છે. માન્યતાનુસાર આંધળાની આંખો, કોઢીને કાયા આપવાંવાળું આ જળ આ ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે.

રૂણીચા કુવો,રૂણીચાકુવો રામદેવરા ગામથી ૨ કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત છે. અહીંયા રામદેવજી નિર્મિત એક એક કુવો અને બાબા રામદેવનું એક નાનું મંદિર પણ છે. ચારે તરફ સુંદર વુક્ષો અને નવીનતમ છોડોનાં વાતાવરણમાં સ્થિત આ સ્થળ પ્રાત: ભ્રમણ હેતુ પણ યાત્રીઓને માફક આવે છે. માન્યતાઓ અનુસાર રાણી નેતલદેને તરસ લાગવાંને કારણે બાબા રામદેવજીએ પોતાનાં ભાલાની નોકથી આ જગ્યાએ પાતાળમાંથી પાણી કાઢયું હતું. ત્યારથી જ આ સ્થળ રાણી સા નો કુવોનાં રૂપમાં ઓળખાવા માંડ્યું પરંતુ ઘણી સદીઓથી અપભ્રંશ થઇ થઇને એ રુણીચા કુવામાં પરિવર્તિત થઇ ગયું. આ દર્શનીય સ્થળ સુધી પહોંચવા માટે પાકી સડકનાં માર્ગની સુવિધા પણ ઉપલબ્ધ છે. એવં રાત્રિ વિશ્રામ હેતુ વિશ્રામગૃહ પણ બનેલું છે . મેળાના દિવસોમાં અહીંયા બાબાનાં ભક્તજનો રાત્રીમાં જમવાનું આયોજન પણ કરતાં હોય છે.

ડાલીબાઈની જાળ.ડાલીબાઈની જાળ અર્થાત એ ઝાડ કે જેની નીચે બાબા રામદેવજીને ડાલીબાઈ મળી હતી. એ સ્થળ મંદિરથી ૩ કિલોમીટર દૂર NH-15 પર સ્થિત છે. કહેવાય છે કે રામદેવજી જ્યારે નાનાં હતાં ત્યારે તેમને એ ઝાડ નીચે એક નવજાત શિશુ મળ્યું હતું.બાબાએ એનું નામ ડાલીબાઈ રાખીને એને પોતાની ધર્મની બહેન બનાવી દીધી હતી.ડાલીએ પોતાનું સંપૂર્ણ જીવન દલિતોનાં ઉદ્ધાર કરવાં એવં બાબાની ભક્તિને સમર્પિત કરી દીધું હતું. આજ કારણે જ એને બાબા રામદેવજીની પહેલાં સમાધિ ગ્રહણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું હતું.

પંચ પીપળી.પંચ પીપળી એ સ્થાન છે જ્યાં પર બાબાએ મક્કાથી આવેલાં પાંચ પીરોને એમનાં કટોરા, કે જે તેઓ મક્કા ભૂલી આવ્યાં હતાં એમાં ભોજન કરાવ્યું હતું. એજ પાંચ પિરોને કારણે પાંચ પીપળાનાં ઝાડ ઊગ્યાં હતાં અને બાબા રામદેવજી ને “પીરોના પીર રામસાપીર”ની ઉપાધિ પણ પ્રાપ્ત થઇ હતી. આ સ્થળ મંદિરથી ૧૨ કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે અહીયા બાબા રામદેવનું એક નાનું મંદિર એવં સરોવર પણ છે.ગુરુ બાલીનાથજીની ધૂણા.રામદેવજીનાં ગુરુ બાલીનાથજીના ધુણા અથવા આશ્રમ પોખરણમાં સ્થિત છે. બાબાએ બાલ્યકાળમાં અહીંયા ગુરુ બાલીનાથજી પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી.આ એજ સ્થળ છે જ્યાં બાબાને બાલીનાથજીએ ભૈરવ રાક્ષસથી બચવાં હેતુ છુપાવાનું કહ્યું હતું.

શહેરની પશ્ચિમ તરફ સાલસાગર એવં રામદેવસર તળાવની વચમાં સ્થિત ગુરુ બાલીનાથનાં આશ્રમ પર મેળા દરમિયાન આજે પણ લાખો યાત્રીઓ અહીંયા ધુણા પ્રતિ પોતાની શ્રદ્ધા અર્પિત કરે છે.બાલીનાથજીનાં ધુણાની પાસે જ એક પ્રાચીન બાવડી પણ સ્થિત છે.રામદેવરા આવવાંવાળાં લાખો શ્રદ્ધાળુઓ બાબાનાં ગુરુ મહારાજનાં દર્શન કરવાં અવશ્ય જાય છે.ભૈરવ રાક્ષસ ગુફા, બાળપણમાં બાબા રામદેવે બધાં જનમાનસમાંથી ભૈરવ નામનાં રાક્ષસનાં આતંકમાંથી મુક્ત કરાવ્યાં હતાં. એ ભૈરવને બાબાએ એક ગુફામાં આજીવન બંદી બનાવી દીધો હતો.આ ગુફા મંદિર થી ૧૨ કિલોમીટર દૂર પોખરણની પાસે સ્થિત છે પહાડી પર સ્થિત આ ગુફા ભૈરવ રાક્ષસની શરણાસ્થળી છે. અહી સુધી જવાનો પાકો સડક માર્ગ છે.

રામદેવારમાં પ્રતિવર્ષ ભાદરવા સૂદ બીજ થી ભાદરવા સૂદ એકાદશી સુધી એક અતિવિશાળ મેળો ભરાય છે. આ મેળો બીજની મંગળા આરતીની સાથે શરુ થાય છે સાંપ્રદાયિક સદભાવનાં પ્રતિક આ મેળામાં શામિલ થવાં અને મન્નતો માંગવા માટે રાજસ્થાન જ નહીં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો પહોંચે છે.કોઈ પગપાળા તો કોઈ યાતાયાતનાં વાહનોનાં માધ્યમથી રામદેવરા પહોંચે છે. રુણિચા પહોંચતાં જ ત્યાની છટા અનુપમ લાગે છે મેળાના દિવસોમાં રુણિચા નવી નગરી બની જાય છે. મેળાના અવસર પર જાગરણ આયોજિત થાય છે તથા ભંડારોની પણ વ્યવસ્થા હોય છે

મેળામાં ઘણાં કિલોમીટર લાંબી કતારોમાં ચાલતાં ચાલતાં ભક્તજન બાબાનો જયજયકાર કરતાં દર્શન હેતુ આગળ વધે છે. આ મેળાના અવસર પર પંચાયત સમિતિ એવં રાજ્ય સરકાર પૂર્ણ વ્યવસ્થા કરવામાં જુટેલી રહેતી હોય છે.આ મેળા સિવાય અતિરિક્ત માઘ મહિનામાં પણ મેલો ભરાય છે એને માઘ મેલો કહેવામાં આવે છે.જે લોકો ભાદરવા મેળાની ભયંકર ભીડથી થાકી-કંટાળી જતાં હોય છે. એ લોકો માઘ મેળામાં અવશ્ય શામિલ થાય છે તથા મંદિરમાં શ્રદ્ધાભિભૂત થઈને ધોક લગાવે છે.મેળાનું દ્રશ્ય લોભામણું, મનભાવન, મનમોહક એવં સદભાવ અને ભાઈચારાનાં પ્રતિક જેવો જ અનુભવ બધાંને જ થાય છે. બધાં યાત્રીઓનાં મુખમાંથી એક જ સંબોધન જય બાબેરી નીકળતું પ્રતીત થાય છે.

Advertisement