માત્ર બે ચમચી પાણીમાં આ સામાન્ય વસ્તુ ભેળવીદો અને ત્યારબાદ જુઓ કમાલ,કાળા ડાઘ થઈ જશે દૂર…….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગરમીના કારણે માત્ર ચહેરો જ નહીં પરંતુ ગરદન, કોણી તેમજ ઘુંટણ પર પણ ટેનિંગ થઇ જાય છે. જેના કારણે સ્કિન કાળી પડવા લાગે છે. છોકરીઓ ચહેરા માટે મોંઘા પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે. પરંતુ આ ભાગ પર ખાસ ધ્યાન આપતી નથી જેના કારણે ઘણી વખત શરમમાં મુકાવું પડે છે એવામાં આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખા જણાવીશું. જે ગરદન, કોણી, તેમજ ઘુંટણની કાળશને દૂર કરવાની સાથે સ્કિન પર પણ ચમક લાવશે.

Advertisement

ઉનાળામાં કેમ ત્વચા થાય છે કાળી.ખરેખર, સૂર્ય અલ્ટ્રાવાયોલેટ એ અને બી કિરણો ત્વચામાં મેલાનિનનું સ્તર ઘટાડે છે. નાળામાં પરસેવો પણ બેક્ટેરિયાથી ભરેલો હોય છે, જે શરીરના આ ભાગોને ઝડપથી અસર કરે છે અને ઝડપથી સુકા અને કાળા થઈ જાય છે. સૂર્યના કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી, ત્વચામાં કોલેજન અને ઇલાસ્ટિનનું નુકસાન પણ થાય છે, જે ત્વચામાં ડ્રાયનેસ, કરચલીઓ, ફ્રિકલ્સ અને પિગમેન્ટેશનનું કારણ બની શકે છે.

કેવી રીતે બનાવવો પેક.પ્રથમ પદ્ધતિ: પાણીને સારી રીતે ઉકાળો. એક બાઉલમાં 2 ચમચી પાણીમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. ધ્યાનમાં રાખો કે એલોવેરા જેલ જેટલું પાણી લો તે જ પ્રમાણમાં લેવું જરૂરી છે. તમે આ માટે પ્લાન્ટ્સ બેસ્ટ અથવા માર્કેટેડ જેલ લઈ શકો છો બીજી પદ્ધતિ: જો એલોવેરા જેલ અનુકૂળ ન આવે તો ગરમ પાણીમાં ટામેટાંનો પલ્પ અને પીસેલી ખાંડ નાખો. પછી તેનો ઉપયોગ કરો.

ઉપયોગ કરવાની રીત.પ્રથમ ચહેરો, હાથ, ગળા, કોણી અને ઘૂંટણને ફેસ વોશથી સાફ કરો. ત્યારબાદ એલોવેરા જેલને કોણી, ચહેરા અને ઘૂંટણ પર લગાવીને તેને સારી રીતે માલિશ કરો અને પછી તેને 30 મિનિટ માટે રાખો. જો તમે ઇચ્છો તો તમે લીંબુના છાલથી પણ મસાજ કરી શકો છો આ પછી, કોટનના કપડાને નવશેકા પાણીમાં લો, તેને હાથ, ગળા, કોણી પર અથવા જ્યાં પેક લગાવ્યો ત્યાં રગડીને સાફ કરો. જો કે, ચહેરાને ખૂબ સખત રીતે ઘસવું નહીં અંતે ત્વચા પર એલોવેરા જેલ, લોશન અથવા કોઈપણ ક્રીમ લગાવો જેથી ત્વચા શુષ્ક ન થાય.

હાથપગને ધોળા કરવાનો બીજો એક વિકલ્પ ચોખાનુ પાણી છે. ચોખાના પાણીમાં સ્કીન લાઇટનિંગ એજન્ટ્સ સમાયેલા હોય છે જે તમારી ત્વચા પરના ડેડ સ્કીન સેલ્સને દૂર કરે છે અને તમારી ત્વચાને ઉજળી પણ બનાવે છે. તેના માટે તમારે થોડું રાઇસ વોટર લેવાનું છે અને તેને તમારા હાથ તેમજ પગ પર લગાવવાનું છે. તેને તેની જાતે જ સુકાવા દેવું. અને હાથ પગ સુકાઈ ગયાબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લેવા. આ જ પ્રયોગ તમે તોફુના પાણી સાથે પણ કરી શકો છો. તે પણ તમારી ત્વચાને ઉજળી બનાવવામાં મદદ કરે છે.

ચહેરામાં ચમક અને નિખાર લાવવા માટે બદામનો ફેસ માસ્ક અસરકારક નુસખો છે. રાત્રે સુતા પહેલા દુધમાં થોડી બદામની ગીરી પલાળી દો. આ પલાળેલી બદામને પીસી લો અને આ પેસ્ટ થી પોતાનો ચહેરાની મસાજ કરો. થોડી વાર પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. ઝડપથી અને સારું પ્રણામ મેળવવા માટે રોજ આ ફેસ માસ્ક (Face Mask) ૭ દિવસ સુધી લગાવોચહેરા ને ગોરો કરવાનો ઘરગથ્થું ઉપાયમાં આ કુદરતી ફેસ પેક ખુબ અસરકારક છે. તેનાથી ત્વચાને ઘણા લાભદાયી ઇંજાઈમ અને વિટામીન હોય છે જે આપના કાળા રંગને ગોરો કરવાની સાથે ચહેરાના ડાઘ અને ધબ્બાના નિશાન પણ આછા કરે છે.

સાઇટ્રસ ફ્રૂટ એટલે કે લીંબુ, નારંગી, મોસંબી જેવા ખાટા ફળોનો ઉપયોગ તમારી ત્વચાને ઉજળી બનાવે છે અને તેને કાળી થતાં પણ અટકાવે છે. તેમાં સમાયેલું વિટામીન સીનું ઉચ્ચ પ્રમાણ તમને હાઇપરહપીગ્મેન્ટેડ પેચીસથી બચાવશે અને તમારી ત્વચામાં ઉત્પન્ન થતા મેલેનીનના પ્રમાણમાં પણ ઘટાડો કરશે. તમે તમારી ત્વચા પર લીંબૂને ઘસી શકો છો. તમારા શરીર પરના કાળા પડી ગયેલા ભાગ પર તમારે લીંબુ ઘસવું તેમ કરવાથી ધીમે ધીમે તમારી ત્વચા ઉજળી બની જશે. આ સિવાય તમે સંતરાની છાલનો કે પછી તાજા પપૈયાના પલ્પનો પણ ઉપયોગ તમારા હાથ પગને ધોળા કરવા માટે કરી શકો છો.

એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ પણ તમારા હાથ અને પગની ત્વચાને ધોળી બનાવવા માટે કરી શકો છો. તેમાં ઉચ્ચ પ્રમાણમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોપર્ટીઝ સમાયેલી હોય છે જે તમારી ત્વચાને ચમકદાર અને ધોળી બનાવવામાં મદદ કરે છે. તેના માટે તમારે 2 કપ એપલ સાઇડર વિનેગર લેવાનું છે અને ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરવું. હવે આ તૈયાર થયેલા મિશ્રણને તમારે તમારા હાથ તેમજ પગ પર કોટન બોલ એટલે કે રૂના પુમડાની મદદથી લગાવી લેવું. હવે તેને તેમજ સુકાવા માટે છોડી દેવું. હાથ અને પગ સુકાઈ જાય ત્યાર બાદ તમારે સાદા પાણીથી તેને ધોઈ લેવા.

ટમેટામાં લઈકોપીન ખુબ પ્રમાણમાં હોય છે જે રંગ બનાવનારા પીન્ગ્મેન્ટ ઓછું કરે છે. આ ઘરગથ્થું નુસ્ખાથી આપણા ફેસ સ્કીનથી ડેડ સેલ્સ દુર થાય છે અને ચહેરાની ત્વચાને લાઈટ કરીને આપણને ગોરા બનાવે છે. મિક્સર ગ્રાઈન્ડર માં ૨ કાપેલા ટમેટા અને ૨ ચમચી લીંબુનો રસ નાખો અને સારી રીતે વાટીને ભેળવી દો. હવે આ પેસ્ટને પોતાના ચહેરા અને ગરદન ઉપર સારી રીતે લગાવો અને ૨૫-૩૦ મિનીટ સુધી સુકાવા દો અને પછી ધોઈ લો. રોજ ન્હાતા પહેલા આ ફેસ પેક ૭ દિવસ ચહેરા ઉપર લગાવો.તડકામાં વધુ સમય રહેવાથી દુર રહો. બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવી લો. ગોરા રંગ માટે અડધી ચમચી મધમાં થોડો મીઠો લીમડાનો પાવડર ભેળવીને ચહેરા ઉપર લગાવો. કુદરતી રીતે જ ગોરા થવા માટે કાચા બટેટાનો રસ કાઢીને ચહેરા ઉપર લગાવો.

ગુલાબજળ લગાવવાથી પણ ચહેરા ઉપર નિખાર અને ચમક આવે છે. દહીંમાં લીંબુનો રસ ભેળવીને ચહેરો કે જે જગ્યાનો રંગ ચોખ્ખો કરવાનો હોય તે જગ્યાએ માલીશ કરો. બીટમાં વિટામીન, આયોડીન અને પોટેશિયમ હોય છે જેથી લોહીનું દબાણ સારું થઈને રંગ ચોખ્ખો થાય છે. તેથી રોજ સેવન કરવાનું શરુ કરો. ડ્રાઈ સ્કીન ઉપર નીખાર લાવવા માટે મધ અને કાકડીનું જ્યુસ ભેળવીને ચહેરા ઉપર લગાવો.કાકડીનો ઉપયોગ ખાસ કરીને લોકો સલાડ તરીકે કરતા હોય છે. પરંતુ શુ તમને ખબર છે કે તેના ઉપયોગથી કાળી ગરદન અને પીઠને પણ ચમકદાર અને ગોરી કરી શકાય છે. ગરદનની કાળાશને દૂર કરવા માટે સૌપ્રથમ કાકડીને પીસી લો અને તેનો રસ કાળી ગરદન પર લગાવો. રસ લગાવ્યા બાદ ગરદન અને પીઠ પર હળવા હાથથી મસાજ કરો. આમ કરવાથી ગરદનની કાળાશ સરળતાથી દૂર થઈ જાશે.

લીંબુમા નેચરલ બ્લીચિંગના ગુણ રહેલા હોય છે. કાળી ગરદનને ચમકાવવા માટે લીંબુનો માત્ર અડધો ટૂકડો લઇને તેને ધીમે-ધીમે ૫ થી ૧૦ મિનિટ માટે ગરદન અને પીઠ પર હળવા હાથે ઘસો. આ ઘરેલુ ઉપાય ૪ થી ૫ દિવસ સુધી નિયમિત કરો. કાળી ગરદનમા ચોક્કસ રાહત મળશે.દહીં શરીર પરની ચામડીની કાળાશ દૂર કરવામા ખૂબ ઉપયોગી ગુણધર્મો ધરાવે છે. તેમા રહેલા ગુણ પ્રાકૃતિક રીતે ચામડી પરના ડાઘ, ધબ્બા અને કાળાશ દૂર કરવાનુ કામ કરે છે. ગરદન અને પીઠની કાળાશ સહેલાઈ થી દહીંનો ઉપયોગ કરી દુર કરી શકાય છે.

બેકિંગ સોડા અને પાણીને યોગ્ય રીતે મિશ્ર કરીને પેસ્ટ બનાવી લો અને તેને ગરદન તેમજ પીઠ પર યોગ્ય રીતે લગાવી દો. થોડી વાર પછી ગુલાબ જળની મદદથી તેને ધીમે-ધીમે હળવા હાથે સાફ કરી લો.નારંગીમા વિટામિન સી ભરપુર પ્રમાણમા રહેલુ હોય છે. જે ચામડીમા ચમક લાવવામા ખૂબ ફાયદાકારક છે. સૌ પ્રથમ નારંગીના પલ્પને સૂકવીને તેની પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને દૂધમા મિશ્ર કરીને ગરદન અને પીઠ પર યોગ્ય રીતે લગાવો. થોડીક વાર બાદ તેને પાણીથી સાફ કરી નાખો. આમ કરવાથી ગરદન ગોરી અને ચમકવા લાગશે.

Advertisement