આંખ ઉગાડનારો કિસ્સો…એક દીકરી મરતા મરતા સમાજને આપતી ગઈ સંદેશ, સુસાઈડ નોટમાં લખ્યું,આ લોકો એ મારુ જીવન….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, નાગૌરમાં આટા-સાટા ક્રુપ્રથાએ એક પરિણીતાનો જીવ લઈ લીધો. સામાન્ય રીતે લગ્ન પછી છોકરીઓ તેમના ઘર અને જીવનસાથી સાથે ખુશ રહેતી હોય છે. પરંતુ આ મામલે 21 વર્ષની સુમનનું જીવન મુરઝાઈ ગયું છે. તેણે ખૂબ સપના જોયા હતા, પરંતુ તેને તેના સપનોનો રાજકુમાર ના મળ્યો. સુમન આ લગ્નથી ખૂબ નારાજ હતી. તેનો અંદાજ તેની સુસાઈડ નોટથી મેળવી શકાય છે. તેણે લખ્યું હતું કે, મારા ચિતાને મારો નાનો ભાઈ અગ્નિ આપશે.

Advertisement

બે વર્ષ પહેલાં નાગૌર જિલ્લાના નાવાં પોલીસ સ્ટેશનના હેમપુરામાં બે દિવસ પહેલાં એક 21 વર્ષની પરણિત યુવતીએ સુમન ચૌધરીએ કુંવામાં કૂદીને તેનો જીવ આપી દીધો છે. લગ્ન પછી તેણે આને પોતાનું નસીબ માની લીધું. પતિ તેને છોડીને વિદેશમાં પૈસા કમાવા જતો રહ્યો હતો. તેના કારણે તે વધારે ટૂટી ગઈ. તે પિયર આવી ગઈ અને આઠ મહિનાથી અહીં જ રહેતી હતી.

વાયરલ થઈ સુસાઈડ નોટ.આટા-સાટા કુપ્રથા દેવી ભૂલ કરવા માટે હવે સુમનના ઘરના લોકો તેને પાગલ અને માનસિક બીમાર ગણાવી રહ્યા છે. પરંતુ સુમનના મોત પછી તેની સુસાઈડ નોટ ઘણી વાયરલ થઈ રહી છે. આ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, સામાજિક કુપ્રથા આટા-સાટાએ લાખો છોકરીઓનું જીવન બરબાદ કરી દીધું છે. આ પ્રથાના કારણે છોકરીઓને સમાજમાં જીવતી મારી દેવામાં આવે છે અને મારા મોતનું કારણ પણ સમાજ જ છે. જોકે પરિવાર તરફથી આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તે માનસિક બીમાર છે. સુસાઈડ નોટ મળ્યા પછી પોલીસ પણ તપાસ કરી રહી છે.

કાકાએ પોલીસને જણાવ્યું કે એ તો માનસિક બીમાર હતી.હેમપુરા ગામમાં રહેતા સુમનના કાકાએ પોલીસને જણાવ્યું કે, મારા ભાઈ નાનૂરામનું પહેલાં જ મોત થઈ ગયું છે. તેની છોકરી માનસિક બીમાર છે અને તેનો વર વિદેશ રહે છે. સુમન આઠ મહિનાથી અમારી સાથે જ રહેતી હતી. સુમન છેલ્લાં ચાર-પાંચ મહિનાથી માનસિક બીમાર હતી. તેના કારણે તેણે અમારા ઘરની પાસેના કુવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી અને તેનું મોત થયું.

વાંચો સુમનની સુસાઈડ નોટ.મારુ નામ સુમન ચૌધરી છે. મને ખબર છે આત્મહત્યા કરવી ખોટી વાત છે, તેમ છતાં હું સુસાઈડ કરવા માંગુ છું. મારા મરવાનું કારણ મારો પરિવાર નહીં, પરંતુ સંપૂર્ણ સમાજ છે. જેમણે આટા-સાટા નામની કુપ્રથા ચાલુ રાખી છે. તેના કારણે છોકરીઓને જીવતાજીવ મોત મળે છે. તેમાં છોકરીઓને સમાજના સારા પરિવારો તેમના છોકરાના બદલામાં વેચી દે છે.

સમાજની નજરે ડિવોર્સ લેવા ખોટા છે. પરિવાર વિરુદ્ધ લગ્ન કરવા ખોટા છે, તો પછી આટા-સાટા પ્રથા પણ ખોટી જ હોવી જોઈએ. આ પ્રથાના કારણે હજારો છોકરીઓના જીવન અને પરિવાર બરબાદ થયા છે. આ પ્રથાના કારણે ભણેલી-ગણેલી છોકરીઓના જીવન ખરાબ થઈ ગયા છે. આ પ્રથાના કારણે 17 વર્ષની છોકરીના લગ્ન 70 વર્ષના વૃદ્ધ સાથે કરી દેવામાં આવે છે. માત્ર પોતાના સ્વાર્થના કારણે.

હું ઈચ્છુ છું તે, મારા મોત પછી તેની વાતો થાય, કે મારા પરિવાર સામે આંગળી ચિંધાય તેના કરતાં આ પ્રથા સામે અવાજ ઉભા થવા જોઈએ. આ પ્રથાને બંધ કરવા માટે અવાજ ઉઠાવવાની જરૂર છે. મારા દરેક ભાઈને તેની બહેનની રાખડીના સોંગધ, તે પોતાની બહેનનું જીવન ખરાબ કરીને તેમનું ઘર ના વસાવે. આજે આ પ્રથાના કારણે સમાજની વિચારસરણી ખૂબ ખરાબ થઈ ગઈ છે.

આવોજ એક બીજો કિસ્સો, વડોદરામાં 19 વર્ષીય કબડ્ડી પ્લેયર યુવતીએ આપઘાત કર્યો છે. સયાજીપુરા વિસ્તારમાં રહેતી યુવતી પર મિત્રએ જ દુષ્કર્મ કરતાં તેણે આઘાતમાં આવીને આપઘાત કર્યો છે. લક્ષ્મીપુરામાં ભાડાના મકાનમાં રહેતી યુવતીએ તેના ત્રણ મિત્રો સાથે દારૂની પાર્ટી યોજી હતી. યુવતીએ આપઘાત કરતા પહેલા પોતાની આપવીતીનો વીડિયો બનાવ્યો હતો.

બન્યું એમ હતું કે, લક્ષ્મીપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ગુરુવારે સવારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બપોરે તેના પરિવારજનોને જાણ થતા તેમણે પોલીસને આ વિશે જાણ કરી હતી. હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જોકે, પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો કે, આ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. તે સયાજીપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. સાથે જ તે કબડ્ડી પ્લેયર પણ હતી. મંગળવારે સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર ડ્રિન્ક્સ પાર્ટી રાખી હતી. જેના બાદ નશાની હાલતમાં યુવતીએ ભાન ગુમાવ્યું હતું.

જેથી તેના મિત્ર દિશાંત કહારે આ સમયનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીને આ વાતની જાણ થતા તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. દુષ્કર્મની ઘટના બાદ તે આઘાતમાં આવી ગઈ હતી. તેણે પોતાની મિત્રને પણ આ વાતની જાણ કરી હતી. જેથી તેણે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી. તેના બાદ શુક્રવારે સવારે તેણે નજીકમાં રહેતા પિતાને ઘરે જઇ આપઘાત કરી લીધો હતો.

યુવતીએ આપઘાત પહેલા આપવીતીનો વીડિયો બનાવ્યો હતો. તેમજ યુવતી પાસેથી પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેણે આપઘાત પૂર્વે બનાવેલા વીડિયોમાં પિતાને સંબોધી કહ્યું હતું કે, પપ્પા મને મારી ભૂલ સમજાઇ ગઇ છે, આઇ લવ યુ પપ્પા.લક્ષ્મીપુરા પોલીસે યુવતીના બંને મિત્રો દિશાંત કહાર અને નઝીર મિર્ઝાની ધરપકડ કરી છે. જોકે, બીજી તરફ પિતાએ ન્યાય ન મળે ત્યાં સુધી દીકરીનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો હતો.

Advertisement