આજે પણ રામદેવપીર મહરાજ હયાત છે અને પોતાને મળેલું આ એક વચન પૂરું કરી રહ્યા છે, જાણો આ સમગ્ર વાત……

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે આજે આપણે વાત કરીશુ બાર બીજના ધણી એવા બાબા રામદેવપીર વિશે જેમના વિશે એવુ કહેવામા આવે છેબાબા રામદેવપીર મહારાજ વિશે એક એવી માન્યતા છે કે તેઓ આજે પણ તેમના ભક્તો ના દુખો દુર કરવા માટે તેઓ તેમની બહેન ને આપેલુ વચન નિભાવી રહ્યા છે બાબા રામદેવની સમાધિ રણુજામાં આવેલી છે.

Advertisement

જો રામદેવ પીરને સાચા મનથી પૂજવામાં આવે તો તે ખરેખર પરચો આપે છે તેવું હિન્દૂ ધર્મમાં માનવામાં આવે છે.મિત્રો બાબા રામદેવે અસ્પૃશ્યતા સામે કામ કરીને માત્ર દલિત હિંદુઓની બાજુ જ લીધી નહોતી પરંતુ તેમણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા અને ભાઈચારો વધારીને શાંતિથી રહેવાનું શીખવ્યું હતુ તેમજ બાબા રામદેવ પોકરણના શાસક પણ હતા,પરંતુ તેમણે ગરીબ દલિતો અસાધ્ય દર્દીઓ અને જરૂરિયાતમંદોની રાજા તરીકે નહીં પરંતુ જાહેર સેવક તરીકે સેવા આપી હતી.

મિત્રો તે દરમિયાન તેણે વિદેશી આક્રમણકારોને પરાજય પણ આપ્યો હતો.બાબા રામદેવ જન્મથી ક્ષત્રિય હતા,પરંતુ તેમણે દલીબાઈ નામની દલિત છોકરીને તેમના ઘરે બહેન-પુત્રી તરીકે ઉછેર કરી સમાજને સંદેશ આપ્યો કે કોઈ નાનો કે મોટો નથી.જો કે રામદેવ બાબાને ઝાડ નીચે દલીબાઈ મળી હતી.સમાધિ દરમિયાન બાબાએ તેમના બધા ગામલોકોને સમાચાર આપ્યા કે મારે માટે જવાનો સમય આવી ગયો છેત્યારે બાબા રામદેવે તેમના ગ્રામજનોને કહ્યું કે આ યુગમાં ન તો કોઈ ઉંચું છે,ન કોઈ નીચું,બધા લોકો સમાન છે,અને દરેકને આનંદથી સ્વીકારે છે તેમજ તેમણે કહ્યુ હતુ કે લોકો ભગવાનના પ્રતીકો છે અને તેથી તેઓ એ જ સમજવું અને તેમાં કોઈ ભેદ ના રાખવો.જ્યારે બાબા રામદેવ ને રોકવાના તમામ પ્રયત્નો નિષ્ફળ થયા,

ત્યારે બધા ગામ લોકો દાલીબાઈ પાસે પોહચી ગયા અને તેમને આ દુ:ખદ સમાચાર વિશે કહ્યું કે તેઓએ કંઇક કરવું જોઈએ.ત્યારે આ સમાચાર સાંભળીને જ દલીબાઈ ઉઘાડપગું રામસરોવર પાસે ગયા અને દલીબાઈ આવતાની સાથે જ તેમણે બાબા રામદેવને કહ્યું કે ભગવાન તમે તમારી ખોટી સમાધિ કહી રહ્યા છો કારણ કે આ સમાધિ મારી છે રામદેવ જીએ પૂછ્યું બહેન,તમે કેવી રીતે કહી શકો કે આ સમાધિ તમારી છેત્યારે આ અંગે દાલીબાઈએ કહ્યું કે જો આ જગ્યા ખોદીને આતિ,દોરા અને કાંગસી બહાર આવશે તો આ સમાધિ મારી હશે અને દલીબાઇ ની આ વાત ઉપર જ્યારે ગામલોકોએ કબર ખોદી હતી,ત્યારે ફક્ત તે વસ્તુઓ જે દલીબાઈએ જણાવી હતી તે કબરના પત્થરમાંથી મળી હતી અને ત્યારે રામદેવજીને ખબર પડી કે આ કબર દલીબાઇની સત્ય છે

અને ત્યારે દલીબાઈએ પોતાનું સત્ય બતાવતાં ભગવાનને કહ્યુ હે ભગવાન હમણાં તમારે આ દુનિયામાં ઘણી વસ્તુઓ કરવાની બાકી છે,અને તમે અમને વિદાય આપી રહ્યા છો.ત્યારે રામદેવજીએ તેની બહેન દલીબાઈને આ દુનિયામાં આવવાનું કારણ આપતાં કહ્યું કે હવે આ સૃષ્ટિમાં મારે કોઈ કામ બાકી નથી અને ભલે હું આ દુનિયાને ભૌતિક રીતે છોડી રહ્યો છું,પણ મારા ભક્તનું હું એક પુકાર પર તેની મદદ કરવા માટે હંમેશાં હાજર રહીશ.રામદેવ જી કહેવા લાગ્યા કે ઓ ડાળી ભગવાન પ્રત્યેની તમારી ભક્તિથી હું ખૂબ જ ખુશ છું.અને આજ પછી તમારા બધા લોકો મારા સ્તોત્રો ગાયા કરશે અને રિખીયા કહેવાશે એમ કહીને રામદેવજીએ દાલીબાઈને વિષ્ણુરૂપની દ્રષ્ટીઓ આપી જેને દાલીબાઈ ધન્ય થઈ ગયા અને રામદેવજીની સમક્ષ સમાધિમાં સમાઈ ગઈ નોંધપાત્ર વાત એ છે કે ડાળીબાઈ બાબા રામદેવ એક ઝાડ નીચે મળી આવ્યા હતા

અને આ વૃક્ષ મુખ્ય મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર સ્થિત છે જે આજકાલ નેશનલ હાઇવે 15 પર આવે છે.મિત્રો એવું કહેવામાં આવે છે કે જ્યારે રામદેવજી નાનપણમાં હતા ત્યારે તેમને આ ઝાડ નીચે એક નવજાત શિશુ મળી હતી અને તે એક બાળકી હતી અને જ્યારે બાબા રામદેવજીએ આ છોકરીને તેની બહેન બનાવી અને તેનું નામ દાલી બાઇ રાખ્યુ હતુ અને હાવૅ આ ઝાડને હવે દાલી બાઇ કી જલ તરીકે ઓળખવામાં આવે છેઅને ઘણા ભક્તો પણ અહીં દર્શન માટે પહોંચે છે.મિત્રો નોંધનીય છે કે બાબા રામદેવની મુલાકાત પહેલા જોધપુરમાં તેમના ગુરુ બલિનાથની મુલાકાત લીધા વિના રામદેવ યાત્રા અધૂરી માનવામાં આવે છે તેમજ રામદેવરા મેળો ભદ્રપદ બાબા કી બીજ મહિનાના બીજા દિવસે ગુરુ બલિનાથની મુલાકાતથી શરૂ થાય છે.

લોકોની રક્ષા અને સેવા કરવા માટે તેમના જીવનકાળ દરમિયાન બાબા રામદવે એ તેમને ઘણા ચમત્કારો દર્શાવ્યા હતા અને આજે પણ બાબા રામદેવ તેમની સમાધિ પર બિરાજમાન છે. આજે પણ તેઓ તેમના ભક્તોને ચમત્કાર બતાવીને ચમત્કારિક અનુભૂતિ કરાવતા રહે છે.મિત્રો એ પણ સાંસ્કૃતિક એકતાનું અનોખું ઉદાહરણ છે કે તેમના માટે હેલો એટલે કે પોકાર-વિનંતી એ જન્મે બંગાળી ગાયક મન્ના ડેએ ગાયો હતો.

તેઓ સ્વામી વિવેકાનંદજીની જેમ અલ્પાયુ જ જીવ્યા, પણ જે જીવ્યા તેમાં સદીઓ સુધી ન થાય તેવાં કામો તેમણે કર્યાં. તેમનું આયુષ્ય માત્ર તેંત્રીસ વર્ષ જ રહ્યું.પ્રભુ રામ જેવું જ જીવન રામદેવ પીરનું રહ્યું. દશરથ રાજાને જેમ સંતાન નહોતાં તેમ અજમલ દ્વારકાનાથ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હોવા છતાં તેમને સંતાન નહોતાં. વળી, ભૈરવ નામના રાક્ષસનો આતંક પણ રાજ્યની પ્રજાને હેરાનપરેશાન કરી રહ્યો હતો.

આથી રાજા અજમલ દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા આવ્યા. ભગવાનના દર્શન કરતાં કરતાં રાજાની આંખમાં આંસું આવી ગયાં. કહે છે કે ત્યારે ભગવાનના તેમને સાક્ષાત દર્શન થયા અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પિતામ્બરથી તેમનાં આંસું લૂછ્યાં. ભગવાને કહ્યું કે “હું તારાં બધાં દુઃખો જાણું છું. માગ તારે માગવું હોય તે.રાજાએ માગ્યું કે તમે મારા ઘરે પુત્ર તરીકે જન્મ લો અને રાક્ષસ ભૈરવને મારીને ધર્મની સ્થાપના કરો.

ભગવાને વચન આપ્યું અને પછી પહેલાં બલરામજીએ વીરમદેવ તરીકે અને શ્રી કૃષ્ણએ રામદેવ પીર તરીકે જન્મથી ક્ષત્રિય કુળમાં અવતાર લીધો. નાનપણમાં જ માતા મૈનાદેને પોતાની બાળ લીલા બતાવી. દાસી ગાયનું દૂધ લઈ આવી ત્યારે માતાજીએ તેને ગરમ કરવા ચૂલા પર મૂક્યું. એટલામાં લીલા બતાવવા બાળ રામે મોટા ભાઈ વીરમદેવને ચીંટિયો ભર્યો.વીરમદેવે ગુસ્સામાં રામને ધક્કો માર્યો. આથી રામ રોવા લાગ્યા. માતા તેમને શાંત કરવા ખોળામાં લઈ બેસી ગયા.

એટલામાં ચૂલા પર મૂકેલું દૂધ ઉભરાઈ ગયું તો બાળ રામે ચમત્કાર બતાવતાં પોતાના હાથ લંબાવી તપેલી ઉતારી લીધી. આ જોઈ માતાજી અને દાસી સહિત તમામ લોકો દ્વારકાનાથનો જય જયકાર કરવા લાગ્યા.આ જ રીતે દરજીએ બાળ રામ માટે કપડાંનો ઘોડો બનાવવા આપેલા કપડાંમાંથી થોડું કપડું ચોરી લીધું તો રામ એ ઘોડા પર બેસી આકાશમાં ચાલ્યા ગયા.

Advertisement