છેલ્લા કેટલાક વર્ષોથી સ્મશાન ઘાટ પર મૃતદેહો નો અંતિમ સંસ્કાર કરીને આ બે મહિલો ચલાવે છે ઘર……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક સ્મશાનઘાટ એવું છે જ્યાં બે મહિલાઓ મૃતદેહોને સળગાવવાનું કામ કરી રહી છે શરૂઆતમાં તેમણે આ વ્યવસાયને મજબૂરીને કારણે પસંદ કર્યો હતો પરંતુ હવે તેઓ બેફિકર બનીને આ કાર્યને અંજામ આપી રહી છે હિન્દુ ધર્મમાં મહિલાઓને સ્મશાનઘાટ પર જવા પર પાબંદી હોય છે પરંતુ આ બંને વિધવા મહિલાઓ મજબૂરીમાં સ્મશાનઘાટ પર આવતી લાશોના અંતિમ સંસ્કાર કરીને પોતાના બાળકોનું પેટિયુ રળી રહી છે.

Advertisement

જૌનપુરમાં આદિ ગંગા ગોમતી નદીના કાંઠા પર સ્થિત ખુટહનના પિલછિકા ઘાટ પર ગામલોકો શબોના અંતિમ સંસ્કાર કરે છે અહીં દરરોજ આશરે આઠ થી દસ મૃતદેહો સળગાવવામાં આવે છે મૃતદેહને બાળવાનું કામ આ બે મહિલાઓ પર છે આ મહિલાઓ જ છેલ્લે સુધી શબને બાળે છે જ્યાં સુધી પુરી રીતે બળીને ખાક ન થઈ જાય.પતિના અવસાન બાદ બંને મહિલાઓ સામે આજીવિકાનું સંકટ સર્જાયું હતું. તેમની પાસે ખેતી કરીને બાળકોને ખવડાવવા એક ઇંચ જમીન પણ નહોતી. આવી સ્થિતિમાં બંને મહિલાઓએ તેમના પતિનો ધંધો અપનાવ્યો અને રોજી-રોટી કમાવાનું શરૂ કર્યું.

આ કામમાં વ્યસ્ત રહેલી મહરીતા કહે છે કે પહેલા સસરા આ કામ કરતા હતા, ત્યારબાદ પતિ કરતા હતા અને તેમના મોત પછી તે પોતે જ આ કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું કે, તેઓના પતિના અવસાન પછી આજીવિકા માટે કોઈ સહારો ન હતો. તેથી, સ્વાભિમાન સાથે જીવવા માટે, તેમણે આ વ્યવસાય પસંદ કર્યો હતો, જેથી કોઈની સામે હાથ ફેલાવવા ન પડે.

તો, આ કામમાં રોકાયેલી અન્ય એક મહિલા સરિતાનું કહેવું છે કે, તેને આઠ વર્ષનો છોકરો અને બે પુત્રી છે, તેણે આ વ્યવસાયને મજબૂરીમાં પસંદ કર્યો હતો પરંતુ હવે તેને કોઈ પસ્તાવો નથી. તે આ કામ કરીને બાળકોનું ભરણ-પોષણ કરી રહી છે. હવે તેને કોઈ વાતની ચિંતા નથી હિન્દુ ધર્મમાં મહિલાઓને સ્મશાનઘાટ પર જવા પર પાબંદી હોય છે. પરંતુ આ બંને વિધવા મહિલાઓ મજબૂરીમાં સ્મશાનઘાટ પર આવતી લાશોના અંતિમ સંસ્કાર કરીને પોતાના બાળકોનું પેટિયુ રળી રહી છે.

મિત્રો બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.સ્ત્રી સર્જનહાર છે નવા જીવનને જન્મ આપે છે પણ સમાજ સ્ત્રીને હંમેશાથી નાજુક અને નમણી ગણવામાં આવે છે તેમને સ્મશાનથી દૂર જ રાખવામાં આવે છે અને સ્માશાનમાં પ્રવેશ માટે પણ તેમને મનાઈ કરવામાં આવે છે ત્યારે સુરતના એક નાનકડા ગામમાં એક મહિલા સ્મશાનમાં સેવાની ધૂણીનો ભેખ લગાવીને બેઠાં છે.

બારડોલી તાલુકાના કડોદ ગામે આવેલ સ્મશાનમાં છેલ્લા 45 કરતાં વધુ વર્ષોથી ભગુભાઈ સોલંકી અગ્નીદાહ આપવાનું કાર્ય કરી રહ્યાં હતાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેમનું સ્વાસ્થ્ય સારૂ નથી એટલે તેમની જગ્યાએ બીજો માણસ રાખવામાં આવ્યો પણ કહે છે ને કે, આ કંઈ જેવા તેવાનું કામ નથી. કાળજુ કઠણ, સેવાનો ભેખને ઉપરવાળામાં અતૂટ શ્રદ્ધા હોય તો કોઈ દેને પંચમહાભૂતમાં વિલિન થવામાં મદદરૂપ થઈ શકાય. આવુ જ કંઈક આ કિસ્સામાં પણ થયું પણ છેવટે ભગુભાઈના પત્ની રતનબેને આ બીડુ ઝડપ્યું. અને હવે રતનબેન કડોદના સ્મશાનમાં અગ્નીદાહ અપાવવાનું કામ કરે છે.

હરિપુરાના રતનબહેન સ્મશાનમાં કરે છે સેવાકાર્ય.વ્રજસુ કાળજુ કરીને અંતિમ વિદાયે આવતા મનુષ્યદેહને આ માનુની પોતાની મંજીલ સુધી પહોંચાડે છે. લાગણીઓ તો તેનામાં પણ છે પણ સાથે સાથે લોંખંડી વિચારો પણ છે. હરિપુરાના રતનબહેનને આ કામ કરતા કરતા વર્ષો વિતિ ગયા. આસપાસના ગામના લોકો પણ આ મહિલાને જોઈને મનોમન વંદન કરે છે. રતનબેન હાલ 70 વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફ્રૂર્તીથી કામ કરે છે.

શું કહે છે રતનબેન.રતનબહેને કહે છે કે, મને આ કામ કરવાની ઘણાએ ના પાડી. પણ મારે મન આ તો પુણ્યનું કામ છે એટલે કરવું જ જોઈએ તેવો દ્રઢ નિર્ધાર હતો. આ સેવાકાર્ય કરવાથી મને ઉર્જા પ્રાપ્ત થાય છે. હું સ્વસ્થ્ય રહું ત્યાં સુધી આ કાર્ય કરતી રહીશ. સ્ત્રી માત્ર જીંદગીને જન્મ જ નથી આપતી પણ સ્ત્રી તેને માન સન્માન પુર્વક વિદાય આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આજે આ મહિલા માટે તેમના ગામના સરપંચથી લઈને નાના મોટો સૌ કોઈ ગૌરવ લે છે.

જામનગર સ્મશાનમાં પણ 3 મહિલાો કરે છે કામ.જામનગર સ્મશાનમાં પણ વર્ષોથી 3 મહિલાઓ કામ કરે છે. જેમાં જામનગર સ્મશાનમાં ઘણા સમયથી કામ કરતી વૈશાલીબેન સ્મશાનની તમામ કાગળોની વિધિમાં જોતરાઈ રહેલી છે તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તથા કાગળો બનાવે છે જ્યારે સ્મશાનમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતી રાનીબેન વડેર ઈલેક્ટ્રીક સ્મશાનની ફર્નેશ તથા અંદરનો એરિયો સાફ-સફાઈ કરવાની જવાબદારી સંભાળી રહી છે.

Advertisement