દેવા માંથી છુટકારો મેળવી અપાર ધન કમાવવું છે તો કરો આ ઉપાય,થઈ જશે તમારો બેડો પાર….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે હિંદૂ શાસ્ત્રમાં શિવ પરિવાર એ પૂર્ણ સુખી અને સંપન્નતાનું પ્રતિક છે. શિવ પુત્ર ગણપતિ રિદ્ધિ-સિદ્ધિના દાતા છે. માતા પાર્વતી સુખ-સૌભાગ્ય અને સંપત્તિ અને ઐશ્વર્યનું વરદાન આપે છે. તેમના મોટા પુત્ર કાર્તિકેય ગ્રહદોષમાંથી મુક્તિ આપે છે. જ્યારે શિવતો મહાન દેવ છે. તે સર્વ સુખોના દાતા છે. એટલે જ જે વ્યક્તિ સમસ્ત શિવ પરિવારની નિક્ય પૂજા કરે છે. તેનું દુઃખ ચપટી વગાડતાં જ દૂર થઈ જાય છે.

Advertisement

મિત્રો, આપણે સૌ જાણીએ જ છીએ કે માનવ અવતારનુ જીવન એ તદન વિચિત્ર છે તેમછતા પણ લોકો સાંસારિક જીવન જીવવા પ્રત્યે વધુ પડતો મોહ રાખે છે. દરેક લોકોને એમના જીવનમા અનેકવિધ પ્રકારના ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. જેમા સુખ અને દુઃખનો પણ સમાવેશ થાય છે.જીવનમા ઘણીવાર એવો પણ સમય આવે છે જયારે તમારે કરજ લેવાની જરૂર પડે છે. જેના કારણે આપણા માટે જીવન જીવવુ ખુબ જ અઘરુ બની જાય છે. લોકો ઘણીવાર એવા ચક્રવ્યૂહમા ફસાઈ જાય છે જેમાથી તે નીકળી શકતા નથી. આ કરજના કારણે ઘણીવાર લોકોને ઊંઘ પણ આવતી નથી.આમ, તો વ્યવસાય અને ખેતી ક્ષેત્રે સંકળાયેલા લોકો વધારે પડતુ કરજ લેતા હોય છે પરંતુ, જયારે સામાન્ય લોકો એકવાર આ કરજના ચક્રવ્યુહમા ફસાઈ જાય છે ત્યારે તે ઘણા સમય સુધી આ કરજ ચૂકવી શકતા નથી. જો આપણે ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કામ કરતા હોઈએ તો આપણુ કરજ અવશ્ય ચૂકવાય જાય છે.

એવુ હંમેશા જોવામા આવે છે કે, દરેક વ્યક્તિને કોઈને કોઈ કારણોસર પૈસાની જરૂર પડે છે અને પૈસાની જરૂરીયાતને સંતોષવા તે ઘણીવાર આ કરજની માયાજાળમા ફંસાઈ જતો હોય છે.આજે આ લેખમા અમે તમને કરજમાથી મુક્તિ મેળવવા માટેના અમુક ઉપાય વિશે જણાવીશુ, જે તમને કરજમાથી મુક્તિ અપાવશે. આ ઉપાય ખુબ જ સરળ અને સચોટ છે, જેનાથી તમને અવશ્ય રાહત મળશે.જો તમે એક નારીયેળ , એક રક્ષાસૂત્ર જે ઘરના સદસ્યોમા સૌથી લાંબા વ્યક્તિના માપનુ હોવુ જોઈએ તે અને થોડું કંકુ લઈને તેને દેશી ઘી મા પલાળેલુ હોવુ જોઈએ. હવે આ કંકુથી આ નારીયેળ પર એક સાથીયો બનાવવો અને તેની ઉપર આ રક્ષાસૂત્રને લપેટવાનુ અને લપેટતા-લપેટતા એ સંકલ્પ કરવાનો કે તમારી ઉપર જેટલુ પણ કરજ છે એ બધુ કરજ વહેલામા વહેલી તકે પૂરુ થઇ જાય.

ત્યારબાદ આ નારીયેળને સ્વચ્છ પાણીમા પધરાવી દેવુ. એક વાત અંગે વિશેષ સાવચેતી રાખવી કે, આ ઉપાયને મંગળવારના દિવસે જ કરવો. કરજમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારના દિવસે પૂજા, હવન અને જાપ વગેરે કરવા જોઈએ. દરરોજ હનુમાન અષ્ટકના પાઠ કરવા. આ સિવાય કરજનુ વ્યાજ મંગળવારના દિવસે જ આપવુ જેથી, તમારા માથા પરનુ ઋણ જલ્દી દુર થઇ જાય છે. આ સિવાય દર સોમવારે મહાદેવના શિવલિંગ પર જળ અર્પણ કરીને પણ તમે કરજમાંથી મુક્તિ મેળવી શકો.

ઘણા વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ ખરાબ હોવાના કારણે તે વધુ પડતા કરજમા ડૂબી જાય છે. તો એના માટે ગ્રહોની શાંતિના પાઠ જરૂર કરવા જેના કારણે તમે કરજમાંથી મુક્તિ મેળવી શકશો. એના સિવાય ઋણમોચન મંગળ સ્ત્રોતના પાઠ કરવાથી પણ કરજમાંથી મુક્તિ મળી શકે છે.વ્યક્તિ જો સોમવારે વ્રત કરે તો મંત્રોની સાથે પૂજા કરવાથી પણ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે.જો તમે પણ જીવન માં પરેશાન ચાલી રહ્યા છો તો સોમવાર ના દિવસે આ મંત્રો નો જાપ કરીને તમે પોતાના બગડેલ કામો ને બનાવી શકો છો.શાસ્ત્રો ના મુજબ ભગવાન શિવ ને ત્રિદેવ કહેવામાં આવે છે. શિવજી ની કલ્પના એક એવા દેવ ના રૂપ માં કરવામાં આવે છે જે ક્યારેય સંહારક તો ક્યારેક પાલક હોય છે. ભગવાન શિવ ને સંહાર ના દેવતા પણ કહેવામાં આવે છે. આ રીતે ભગવાન શિવ ના કુલ 12 નામ પ્રખ્યાત છે.

શિવ ભગવાન પોતાના અનોખા રૂપ ના કારણે સૌથી અલગ પણ દેખાય છે. મહિલા થી લઈને પુરુષ બધા તેમની ભક્તિ માં લીન રહે છે. જો દેખવામાં આવે તો ભગવાન શિવ નું રૂપ સૌથી હટકે ચેહ. ભગવાન ની સૌમ્ય આકૃતિ અને રુદ્ર રૂપ બન્ને જ વિખ્યાત છે. ભોલેનાથ ની પૂજા જો સાચા દિલ થી કરવામાં આવે તો તે પોતાના બધા ભક્તો ની વાત સાંભળે છે. સોમવાર ના દિવસે લોકો ભગવાન શિવ ની પૂજા-અર્ચના કરે છે. આ દિવસે ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે. પરંતુ જો સોમવાર એ તમે ભોલેનાથ ની પૂજા ની સાથે કંઇંક ઉપાય કરો છો તો તમારા બધા બગડેલ કામ બની જશે. આજે અમે તમને કેટલાક એવા મંત્રો ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા બધા બગડેલ કામો ને બનાવી શકો છો.

નામાવલી મંત્ર શિવજીને પ્રસન્ન કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારે પૂજા દરમિયાન આ નામાવલી મંત્રનું ઉચ્ચારણ કરવું તથા તે ઉપરાંત અદિવસમાં કોઈ પણ સમયે 108 વખત તેમનો જાપ અવશ્ય કરવો. તેમજ આખા મહિના દરમિયાન નિયમિત રીતે સવારે અને સાંજે 108 વખત મંત્રનો જાપ કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પૂજા કર્યા પછી ભગવાન શિવની આ નામાવલી મંત્રોની સાથે તેમનુ ધ્યાન કરીને શિવજીને પ્રસન્ન કરી શકો છો.\

ધન ની પ્રાપ્તિ માટે તમે સોમવાર ના દિવસે 108 વખત “ઓમ નમઃ શિવાય” મંત્ર નો જાપ કરો. આ જાપ રુદ્રાક્ષ ની માળા ની સાથે કરો અને મંત્ર વાંચતા સમયે ભગવાન ની સામે શુદ્ધ દેસી ઘી નો દીપક પ્રગટાવો.જો તમે પોતાની કોઈ મનોકામના પૂરી કરવા માંગો છો તો “નાગેન્દ્રહારાય ત્રીલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નીત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે ન કરાય નમઃ શિવાય” મંત્ર નો જાપ સોમવાર એ કરો.જો તમારા જીવન માં ઉથલ-પુથલ ચાલી રહી છે તો તમે ખુશહાલી માટે સોમવાર ના દિવસે શિવજી ની પૂજા ની સાથે માતા પાર્વતી નું પણ ધ્યાન કરો અને તેમના મંત્રો નો જાપ કરો. માતા પાર્વતી ના મંત્ર “ॐ ऐं ह्रीं शिव गौरीमय, ह्रीं ऐं ॐ” નો જાપ સોમવાર એ કરો.

મૃત્યુયોગ અને દુર્ઘટના ની શક્યતા ને ટાળવા માટે સોમવાર ના દિવસે શિવજી ના મંત્ર મહામૃત્યુંજય નો જાપ કરવો જોઈએ. મંત્ર કંઇક આ રીતે છે- ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌॥પતિ ની લાંબી ઉંમર માટે મહિલાઓ ને “ॐ ह्रीं नम: शिवाय ह्रीं ॐ” નો જાપ કરવો જોઈએ. આ જાપ ભગવાન શિવ નું દૂધ થી અભિષેક કરતા સમયે કરવું જોઈએ.જે લોકો ના લગ્ન માં મોડું થઇ રહ્યું છે તે સોમવાર ના દિવસે “ओम श्री वर प्रदाय श्री नाम:” મંત્ર નો જાપ કરો. કેટલાક જ દિવસો માં સમસ્યા દુર થઇ જશે. આ ઉપાય છોકરીઓ માટે છે.

श्री शिवाय नम: ।। ।। श्री शंकराय नम: ।। ।। श्री महेशवराय नम: ।। ।। श्री सांबसदाशिवाय नम: ।। ।। श्री रुद्राय नम: ।। ।। ॐ पार्वतीपतये नमः ।। ।। ॐ नमो नीलकण्ठाय ।। પંચરક્ષી મંત્ર અને શિવ ગાયત્રી મંત્ર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સૌથી સરળ ઉપાય છે પંચાક્ષરી મંત્ર “ॐ नम: शिवाय” નો જાપ કરવો. તે સિવાય “ॐ”ને સૃષ્ટીનો સાર માનવામાં આવે છે.શ્રાવણમાં માત્ર તેનો જાપ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે.

તે સિવાય શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે. शिव गायत्री मंत्र- ।। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात ।। શિવ નમસ્કાર મંત્ર પૂજા કરતા પહેલા આ મંત્રનું ઉચ્ચારણ કરતા ભગવાન શિવનું ધ્યાન ધરવું “नमः शम्भवाय च मयोभवाय च नमः शन्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च।। ईशानः सर्वविध्यानामीश्वरः सर्वभूतानां ब्रम्हाधिपतिर्ब्रम्हणोधपतिर्ब्रम्हा शिवो मे अस्तु सदाशिवोम।.

જ્યોતિષ ગણનામાં સાંજના સમયને પ્રદોષ કાળ કહેવાય છે. કેમ કે શિવને નિલકંઠ કહેવામાં આવ્યા છે, માટે એવી માન્યતા છે કે આ સમયે ભગવાન શિવની પૂજા અને એમનું ધ્યાન ધરવાથી તમામ પ્રકારના દોષ દૂર થઈ જાય છે. સોળ પ્રકારના વિશેષ પૂજન ઉપાયથી શિવજીને પ્રસન્ન કરી તમે તમામ પ્રકારના દોષોથી મુક્તિ મેળવી શકો છો.કોઈપણ શિવ મંદિરે જઈને ઘર પર જ આ ઉપાય કરો. આના માટે સૌથી પહેલા માટીથી શિવ, પાર્વતી અને ગણેશજીની પ્રતિમા બનાવો. બાદમાં 16 ધતુરા, 16 સફેદ ફુલ અને 16 પ્રકારની કે 16 માળાની સાથે પૂરી વિધિથી ભગવાન શિવની પૂજા કરો.

Advertisement