લગ્નના દિવસે મહિલા બની દુલ્હનને મળવા પોહચ્યો પ્રેમી,પકડાઈ જતાં થયો આવો હાલ…..

ગુજરાતીમાં કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં ગળડૂબ બનેલા પ્રેમી-પંખીડા એકબીજાને કોઈ અન્યની સાથે જોઈ પણ શકતા નથી. તેમાંય જો બંનેમાંથી કોઈ એક વિશ્વાસઘાત કરે તો સામેવાળી વ્યક્તિ તેને પાઠ ભણાવીને જ જંપે છે.અને એમ પણ આજે પ્રેમી પ્રેમિકા ને મળવા વિચિત્ર વિચિત્ર ઉપાય કરે છે.અને પ્રેમિકા મળવા એવા ઉપાય કરી નાખે છે કે ઘણી વાર દાવ પણ થઈ જાય છે અને આવો જ એક મામલો યુપી માંથી બહાર આવ્યો છે જ્યાં એક યુવક દુલ્હન બનીને તેની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચી ગયો.પહેલા તો પ્રેમિકાના પરિવારના સભ્યોને એવું લાગ્યું કે કોઈ ફ્રેન્ડ મળવા આવી હશે, પરંતુ જ્યારે શંકા થવા લાગી તો દુલ્હન બનેલા યુવકને પકડીને તેનો ઘૂંઘટ ઉઠાવ્યો અને આખી પોલ ખુલી ગઈ. આ દરમિયાન ઘરની બહાર પહેલાથી જ બાઈક લઈને ઉભેલા બે યુવકો તેને લઈને ભાગી ગયા હતા.

Advertisement

યુવકને દુલ્હનની જેમ તૈયાર થયો હતોઆ આખો મામલો ભદોહી જિલ્લાના એક ગામનો છે. જ્યાં એક યુવાન લાલ જોડામાં દુલ્હન બનીને તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો. ખભા પર પિંન્ક કલરનું લેડીઝ પર્સ અને પગમાં સેન્ડર પહેરીને દુલ્હન બનીને પહોંચેલા યુવકને જોઈને એવું લાગતું હતું જાણે કે, તાજેતરમાં લગ્ન થયા હોય.ઘૂંઘટ ઉઠાવતા ખુલી ગઈ પોલપ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે બપોરે તક જોઇને યુવક દુલ્હનના વેશમાં ગર્લફ્રેન્ડના ઘરે દાખલ થયો હતો, પરંતુ જ્યારે પરિવારના સભ્યોને શંકા ગઈ ત્યારે તેઓએ ઘૂંઘટ ઉંચકવા માટે કહ્યું. આ દરમિયાન યુવક દોડવા લાગ્યો હતો, જો કે, લોકોએ તેને પકડી લીધો અને પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેને બે ચાર લાફા પણ માર્યા હતા.

લોકોએ વિડીયો ઉતારીને વાયરલ કરી દીધોસ્થળ પર હાજર કેટલાક લોકોએ તેમના મોબાઇલ કેમેરાથી આ બધું રેકોર્ડ કરી લીધું હતું. પૂછપરછ ચાલી રહી હતી, ત્યારે નજીકમાં ઉભેલા યુવકના સાથીઓ તેને બાઇક પર લઇને ભાગવામાં સફળ થઈ ગયા. જો કે, પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી નથી. હવે જોતજોતામાં પ્રેમી યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.અને આમ પણ પ્રેમ એક એવો ભાવ છે જેને તમે સામેવાળા માટે અનુભવી તો શકો છો પરંતુ તમે તેને જબરદસ્તી પોતાના પ્રત્યે પ્રેમ કરાવી નથી શકતા. પ્રેમનો અર્થ જ છે કે તમે સ્વયં માટે નહિ પરંતુ તમે જેને પસંદ કરો છો તેની ખુશી માટે જીવવાનુ શીખી જાવ છે. જ્યારે વ્યક્તિ પ્રેમમાં ડૂબી જાય છે ત્યારે તે ખુદમા સકારાત્મક ફેરફાર અનુભવે છે.

Advertisement