આ મહિલા ઓનલાઈન બિઝનેસ શરૂ કરી ન માત્ર પોતે પરંતુ આજુબાજુ નાં દૂકનદારોને પણ કમાતા કરી દીધા,જાણો આ મહિલાનાં સફળતાની કહાની…

એક સાધારણ યુવતી ઘણા દુકાનદારો સાથે તેની અદભૂત વિચારસરણીથી 20 કરોડનો ધંધો ચલાવી રહી છે. કોઈએ કદી વિચાર્યું પણ હોઈ કે આ છોકરી આવું કરશે અને કરોડો રૂપિયાનો ધંધો ઉભો કરી પરિવારનું નામ રોશન કરશે.આજનો આ લેખ જાણીને તમે પણ આ છોકરીને સલામ કરશો.ઘણા લોકો તેમના આત્મવિશ્વાસના બળ પર કંઈક કરવાની ઇચ્છા રાખે છે, જે તેઓ એ પહેલાં ક્યારેય કર્યું નથી અને તેઓ તેમની મહેનત અને સમર્પણ સાથે કંઈક કરી જાણે છે. જેના કારણે તેમને મોટી સફળતા મળે છે. નોઇડામાં રહેતી સંભવી સિંહાએ પણ આવું જ કંઈક કર્યું છે.તે 24 વર્ષની છોકરી હતી જ્યારે તેણે ઓનલાઇન શોપિંગનો અર્થ બદલી નાખ્યો.

Advertisement

જ્યારે વર્જિનિયા યુનિવર્સિટીમાંથી ગણિત અને વાણિજ્યની ડિગ્રી લીધા પછી સંભવી જ્યારે 2013 માં ભારત આવી ત્યારે તેણે જોયું કે જ્યારે પણ કોઈ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લે છે ત્યારે તેના મનમાં ઘણા સવાલ ઉભા થયા,જેમ કે લીધેલ વસ્તુ ખરાબ હશે કે સારી, એનો કદાચ વધારે ભાવ તો નહીં હોય ને,મંગાવેલી વસ્તુ વધારે ચાલશે નહીં,રીઅલ માં વસ્તુ જેવી દેખાઇ છે એવી છે કે નહીં આવા ઘણા સવાલ એના મનમાં ઉભા થયા.

અને આ બધા સવાલો નો જવાબ એને એના આઈડિયાથી મળ્યો, શંભવીએ પોતાના આઇડિયાથી એવું પ્લેટફોર્મ બનાવ્યું જેમાં લોકો ઓનલાઈન ઓર્ડર કરશે તો ખરા પરંતુ વસ્તુ તેમની નજીકની દુકાન પર જઈને ખરીદશે.અને એનો આ આઇડીયા ઘણો અલગ હતો,તેની વિચારસરણીને વાસ્તવિકતામાં ફેરવવા, તેણે કેટલાક મહિનાઓ માટે માર્કેટિંગ સંશોધન કર્યું અને તેનો વ્યવસાય સારી રીતે સમજી જૂન 2015 માં પોતાની શોપમેટ કંપનીની સ્થાપના કરી.

જ્યારે તેણે શોપમેટની સ્થાપના કરી, ત્યારે તેને એક મોટો પડકારનો સામનો કરવો પડ્યો.તે પડકાર એ હતો કે દુકાનદારોને મોટી નેટવર્ક કંપની સાથે કેવી રીતે જોડવું.સંભવીએ બધાને સમજાવ્યુ કે ઓનલાઇન યુગમાં તેમની દુકાનોમાં ભીડ ઘણી ઓછી થઈ રહી છે,અને એની અસર એમના સમય પર પણ પડી રહી છે,અને આવી સ્થિતિમાં શોપમેટ તેમને મદદ કરશે, પહેલા તેઓ ઓનલાઇન ઓર્ડર લેશે, પછી તેઓ તેમના ગ્રાહકોને તેમની દુકાનો પર મોકલશે.અને બદલામાં જ્યારે ત્યાંનો સમાન વેચાઈ જશે ત્યારે કંપની ફક્ત 2 થી 3 ટકા કમિશન લેશે.

આ કામ તેણે ઘણી ટીમો સાથે મળીને તેમની ટીમમાં સાથે શરૂ કર્યું હતું અને ત્યારબાદ આજે દિલ્હી અને NCR ના 700 દુકાનદારો એની કંપનીમાં જોડાઇ ગયા છે અને તમામ દુકાનદારોને આનો ફાયદો પણ ઘણો થયો છે, અને સાથે સાથે ગ્રાહકો છેતરપિંડીથી પણ બચી રહ્યા છે. સંભવીએ ક્યારેય હાર માની નહીં. તેણે એક કરોડની મૂડીથી પોતાનો ધંધો શરૂ કર્યો અને 1 વર્ષમાં તે 20 કરોડ નો ધંધો બની ગયો, અને આજે આ કંપની અનેક પ્રકારની ચીજોનો વ્યવહાર કરે છે.જેમ કે: ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, બાઇક, સ્કૂટર્સ, મોબાઇલ, ટેબ્લેટ્સ, લેપટોપ અને ડેકસ્ટોપ કમ્પ્યુટર.

સંભાવીના પ્રયત્નો આજે ઘણા યુવા ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણારૂપ બની ગયા છે. કોઈ પણ વ્યવસાયી માણસ તેના ધંધામાં ત્યારે જ સફળ થાય છે જ્યારે તેમની પાસે રિસ્ક લેવાની ક્ષમતા હોય છે.તેમની પાસે એક યુનિક વિચાર હોવો જોઈએ,અને જેમાં તમારો પોતાનો ભરોસો હોઈ.જો તમારી અંદર કઈ કરવાનું જુનુંન હોઈ તો તમને સફળ અને કામિયાબ થતા કોઈ નહીં રોકી શકે.આજે તને ધારો એ કરી શકો છો બસ તમને તમારા પર ભરોસો હોવો જોઈએ, દુનિયા માં કઈ જ અશક્ય નથી,માટે જો તમારે પણ આવી સફળતા મેળવવી હોઈ તો આજ થી જ કઈ કવું કરવાનું ચાલુ કરી દો…

Advertisement