પિતા સ્કૂલમાં પટાવાળા હતાં માતા દુકાન ચલાવતી દીકરી મહેનત કરી ને બની IPS ઓફિસર જુઓ તસવીરો…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોઇએ સાચુ જ કહ્યું છે કે જીવનમાં કંઇ મેળવવા માટે ઇમાનદારી સાથે પ્રયાસ કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. સફળતા માટે લગન અને જુસ્સો જરૂરી છે. વ્યક્તિ પોતાની મહેનત અને જોશના દમ પર મોટું પદ મેળવી શકે છે. આજકાલ જોવા મળી રહ્યું છે કે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ એક કે બે વખત અસફળ થયા બાદ નર્વસ થઇ જાય છે. માનસિક રીતે હાર માની જીવનમાં કંઇ ના કરી શકે તેની ધારણા ગ્રહણ કરી લેતા હોય છે. પરંતુ આવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બની છે 2018 બેંચની IPS ડો વિશાખા ભદાણે. જેની સંઘર્ષગાથા ખુબ જ રોચક છે.

Advertisement

ડો. વિશાખા ભદાણે નાસિકની રહેવાસી છે. તેના પિતા અશોક ભદાણે નાસિકના ઉમરાને ગામની એક સ્કૂલમાં ચોથા વર્ગના કર્મચારી છે. વિશાખા બે બહેનો તથા એક ભાઇમાં સૌથી નાની છે. વિશાખાના પિતા અશોક ઇચ્છતા હતા કે તેમના બાળકો ભણીગણી મોટા વ્યક્તિ બને. આથી તેઓ શરૂઆતથી જ તેમના શિક્ષણ પર ધ્યાન આપતાં હતાં પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી કે ઘરખર્ચની સાથે તે બાળકોને સારી વ્યવસ્થા કરાવી આપે.

પિતાનો પગાર ઓછો હોવાને કારણે વિશાખાની માતાએ પણ સ્કૂલની બહાર એક દુકાન ખોલી હતી. દુકાનમાંથી થતી આવક બાળકોના શિક્ષણમાં થોડી મદદરૂપ થતી હતી. તેમ છતા પુસ્તકો વગેરેનો ખુબ ખર્ચ થતો જે પહોચી વળાય તેમ નહતો. પૈસા ના હોવાને કારણે જ્યારે સ્કૂલમાં બે મહિનાનું વેકેશન રહેતું ત્યારે ત્રણેય ભાઇ બહેન લાઇબ્રેરીમાં જઇ પુસ્તકો વાંચતા હતા. તેમની મહેનત જોઇ સ્કૂલના પ્રોફેસર પણ ઉત્સાહમાં વધારો કરતાં હતા.

વિશાખા જ્યારે 19 વર્ષની હતી ત્યારે તેમની માતાનું નિધન થઇ ગયું. ઘર સંભાળનારું કોઇ ના રહ્યું. માતાના મૃત્યુ બાદ ઘરની તમામ જવાબદારી વિશાખા પર આવી ગઇ. ત્યારબાદ તે ઘરકામ કર્યા બાદ અભ્યાસ કરતી હતી.વિશાખા અને તેમના ભાઇએ સરકારી આયુર્વેદ કોલેજમાં બીએએમએસમાં એડમિશન માટે એન્ટ્રેન્સ આપી હતી, જેમાં બે લોકોનું સિલેક્શન થઇ ગયું. ત્યારબાદ પિતાએ બેંકમાંથી લોન લીધી જેનાથી બંનેનું શિક્ષણ શક્ય બન્યું. અભ્યાસ પૂર્ણ થયા બાદ વિશાખા UPSCની તૈયારીમાં લાગી ગઇ. બીજા પ્રયાસમાં 2018માં તેમનું સિલેક્શન UPSCમાં થઇ ગયું. તેમને IPSમાં રેંક મળ્યો.

આવીજ એક છોકરી વિશે જણાવીશું જે એક નાનકડા ગામની બહાર આવીને આજે આઈપીએસ અધિકારી બની ગઇ છે. શાલીની અગ્નિહોત્રીનો જન્મ હિમાચલના ઉના ઠઠ્ઠલ ગામે થયો હતો, તેનો જન્મ 14 જાન્યુઆરી 1989 ના રોજ થયો હતો. બાળપણથી જ શાલિનીએ દેશની સેવા કરવાનું સપનું જોયું હતું અને આજે તેને પરિપૂર્ણ કર્યું છે.

જણાવી દઈએ કે શાલિની આજે આઈપીએસ અધિકારી બની છે. માત્ર આઈપીએસ અધિકારી જ નહીં, પણ શાલિનીના આઈપીએસના શ્રેષ્ઠ તાલીમાર્થીનું બિરુદ પણ મેળવ્યું છે. શાલિની તેની બેચના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર રહી છે. જેના માટે તેણીને વડા પ્રધાનના પ્રતિષ્ઠિત બેટન અને ગૃહ પ્રધાનના શ્રેષ્ઠ રિવોલ્વરથી નવાજવામાં આવ્યા છે.

શાલિનીના પિતા એચઆરટીસી બસમાં કંડક્ટર છે અને તેની માતા ગૃહિણી છે. શાલિનીનું બાળપણનું શિક્ષણ ધર્મશાળાના ડી.એ.વી.માંથી હતું, ત્યારબાદ તેણે હિમાચલ પ્રદેશ કૃષિ યુનિવર્સિટીમાંથી સ્નાતક પૂર્ણ કર્યું. જે બાદ શાલિનીએ યુપીએસસી માટે અભ્યાસ શરૂ કર્યો હતો. શાલિની જાણતી હતી કે આ પરીક્ષાઓ ખૂબ જ મુશ્કેલ છે અને લોકો તેને બહાર આવવામાં ઘણા વર્ષોનો સમય લાગી જશે.

પરંતુ શાલિનીએ તેની બધી મહેનત અને સમર્પણ સાથે અભ્યાસ કર્યો અને આ પરીક્ષા પાસ કરી. શાલિની આ પરીક્ષાની તૈયારી કરી રહી છે તે તેના પરિવારના સભ્યોને પણ ખબર નહોતી. શાલિનીએ વર્ષ ૨૦૧૧ માં પરીક્ષા આપી હતી અને તેને ક્વોલિફાઇ કર્યા પછી ૨૦૧૨ માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જે સ્પષ્ટ થઈ ગયો હતો અને શાલિનીએ અખિલ ભારતીય સ્તરે 25મો ક્રમ મેળવ્યો હતો.

ડિસેમ્બર 2012 માં, શાલિની તેની તાલીમ માટે હૈદરાબાદ ગઈ હતી. આપને જણાવી દઈએ કે શાલિની તેની બેચની ટોપર હતી. હાલમાં શાલિનીની પોસ્ટિંગ કુલ્લુ છે અને તે ત્યાં પોલીસ અધિક્ષકની સેવા આપી રહી છે. શાલિનીએ કહ્યું કે તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેના પરિવારના સભ્યોને જાય છે, તેના માતાપિતાએ હંમેશાં તેને ટેકો આપ્યો હતો. તેથી આજે તે આ તબક્કે પહોંચી ગઈ છે. શાલિનીએ કહ્યું કે આજે જ્યારે તે કોઈ કેસનું નિરાકરણ લાવે છે અને દોષીને સજા થાય છે ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે.

આવીજ એક બીજી યુવતી,ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરીને અંતે સન્માન મળ્યું છે. આદીવાસી પરિવારમાંથી આવતી સરિતા ગાયકને રાજ્ય સરકાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક એટલે કે, Dysp બનાવવામાં આવી છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વીટ કરતા સરિતાને અભિનંદન આપ્યા છે. ગૃહમંત્રીએ લખ્યું કે, શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન.

કોણ છે સરિતા ગાયકવાડ.સરિતા ગાયકવાડનો જન્મ ૧ જૂન ૧૯૯૪ના દિવસે ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામે એક આદિવાસી પરિવારમાં થયો હતો. તેણીએ રાજ્ય તરફથી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં વર્ષ ૨૦૧૦ સુધી ભાગ લીધો હતો, ત્યાર પછી તેણી દોડવીર તરીકે ભાગ લે છે. વર્ષ ૨૦૧૮ના અહેવાલ મુજબ તેણી આવકવેરા વિભાગમાં કાર્ય કરે છે.રસિતાને આ રીતે ગુજરાત સરકાર દ્વારા સન્માન અપાતા અમે પણ તેને અભિનંદન પાઠવીએ છીએ. તમે પણ આ દીકરીને કમેન્ટમાં “અભિનંદન સરિતા” લખીને બિરદાવી શકો છો. સાથે જ લાઈક કરી શેર પણ કરજો. જેથી અન્ય લોકો પણ આ દીકરીને અભિનંદર આપી શકે.

Advertisement