પોતાની પત્નીને દર વખતે ગિફ્ટમાં આલીશાન વસ્તુઓ આપે છે આ વ્યક્તિ,જુઓ ફોટા…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, રોલ્સ રૉયસે ભારતમાં પોતાની શાનદાર કલ્લિનન ગયા વર્ષે ડિસેમ્બરમાં રજૂ કરી હતી. ભારતમાં લોન્ચ થનારી આ પહેલી કાર રોલ્સ રૉયસની પહેલી એસયૂવી છે. જેને ઘણી નવી ટેક્નોલોજીથી લેંસ કરવામાં આવી છે. બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતાની પહેલી એસયૂવીને દુનિયાભરનાં બજારોમાં ભારે પ્રતિક્રિયાઓ મળી છે. કારને પહેલાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી હતી.

Advertisement

જેની કિંમત આશરે 6.95 કરોડ એક્સ-શોરૂમ, દિલ્હી છે. પરંતુ રોલ્સ રોયસ ખરીદનાર પહેલો ભારતીય ભારતનો નહીં પરંતુ દુબઈનો છે. દુબઈમાં રહેતી એક ભારતીય મહિલા અભિની સોહન રોય વિશ્વની રોલ્સ રોયસ કુલિનાન એસયુવીની પહેલી ભારતીય ગ્રાહક બની ગઈ છે. તેણે ગયા વર્ષની શરૂઆતમાં એસયુવી બુક કરાવી હતી. તેના પતિ સોહન રોયે (Aries ગ્રુપના સ્થાપક) તેમને આ કાર ભેટ આપી હતી. આ જોડી 12 ડિસેમ્બર, 2019ના રોજ રોલ્સ રોયસ કુલિનાનનું ડિલિવરી લેવાની આશા રાખવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર તેને થોડી મોડેથી મળી હતી.

અભિની સોહન રોયને 25મી લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તેમના પતિ તરફથી આ ભેટ મળી હતી. દુબઇમાં યોજાયેલી ઓફિશિયલ રોલ્સ રોયસ ઇવેન્ટ દ્વારા તેમણે કારને વાસ્તવિક જીવનમાં કેવી લાગે છે તે જણાવ્યુ.આ જોડીને ગ્રાહકો અને સંભવિત ગ્રાહકોના ભાગ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે દુબઇના બજારમાં SUV બુક કરાવી છે.

સાઇડ પ્રોફાઈલની વાત કરીએ તો તમને SUV કારનો અનુભવ થશે. તે 5341mm લાંબી, 2164 mm પહોળી છે અને તેને 3295 mm લાંબા વ્હીલબેઝ સાથે રજૂ કરવામાં આવી છે. Cullinanમાં Rolls Royceના સિગ્નેચર સુસાઇડ ડોર પણ આપવામાં આવ્યા છે. તેમાં 22 ઇંચના અલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે અને તેમાં ક્રોમની ડિટેલિંગ પણ જોવા મળશે.

રિયર પ્રોફાઈલની વાત કરીએ તો તેમાં રૂફ માઉન્ટેડ સ્પોઈલર, વર્ટિકલ શેપ્ડ LED ટેલલેપ્મ્સ, ડ્યુઅલ એક્ઝોસ્ટ પોર્ટ અને રિયર ડિફ્યૂઝર આપવામાં આવ્યું છે.Cullinanના ઇન્ટીરિયરની વાત કરીએ તો તેનું કેબિન ટેકનોલોજીથી ભરપૂર છે. અહીં ડેશબોર્ડમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. રિયર પેસેન્જર્સ માટે પણ 12 ઇંચ ટચસ્ક્રીન મોનિટર મોજૂદ છે જે ફ્રન્ટ સીટની બેક સાઇડમાં લગાવવામાં આવ્યા છે.

અહીં કેબિનમાં લક્ઝરી લેધરની કોટિંગ જોવા મળશે. સીટમાં મસાજ ફંક્શન પણ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી અને નેવિગેશનના ફીચર્સ પણ નવી SUVમાં આપવામાં આવ્યા છે. આ કારમાં આપવામાં આવેલી બીજી ટેકનોલોજીની વાત કરીએ તો તેમાં નાઇટ વિઝન ફંક્શન, પેડેસ્ટ્રિયન અને વાઇલ્ડ લાઇફ એલર્ટ, અલર્ટનેસ આસિસ્ટન્ટ, પેનોરમિક વ્યૂ સાથે 4 કેમેરા, એક્ટિવ ક્રૂઝ કંટ્રોલ, WiFi હોટસ્પોટ અને હેડઅપ ડિસ્પ્લે જેવા ફીચર્સ મોજૂદ છે.

વધારાની સુરક્ષા માટે તેમાં કોલિઝન, ક્રોસ ટ્રાફિક અને લેન ડિપાર્ચર વોર્નિંગ જેવા ફીચર પણ આપવામાં આવ્યા છે. Cullinan 540mm પાણીમાંથી પણ પસાર થઈ શકે છે.Rolls-Royce Cullinanમાં 6.75 લીટર V12 એન્જિન આપવામાં આવ્યું છે જે લગભગ 563 bhpનો પાવર અને 850 Nm પિક ટોર્ક જનરેટ કરે છે. જોકે આ એક SUV છે તેથી તેમાં હાર્ડકોર ઓફ રોડિંગ માટે ઓલ-વ્હીલ ડ્રાઇવનું ફંક્શન પણ આપવામાં આવ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં ફોર-વ્હીલ સ્ટીયરિંગ પણ મોજૂદ છે.

આવોજ એક બીજો કિસ્સો હાલ એક ભારતીય પતિ એ પોતાની પત્ની ને ૫ કરોડ ની ગાડી ભેંટ મા આપી સૌ ને અચંબા મા પાડી દીધા. હા આ વાત એકદમ વાસ્તવિક છે. કર્ણાટક ના બેંગ્લોર મા એક પતિ એ તેની દાકતર પત્ની ને લેંબોરગીની હુરાકેન એલપી ૬૧૦-૪ ભેંટ મા આપી. આ ગાડી નુ ઓન રોડ મૂલ્ય ૪.૮ કરોડ રૂપિયા છે.

આ ભેંટ થી તેની પત્ની પણ હેરાન છે. લેંબોરગીની હુરાકેન એલપી ૬૧૦-૪ નુ એકસ શોરૂમ મૂલ્ય અંદાજીત ૩.૭ કરોડ છે અને ભારત મા આ ગાડી નુ મૂલ્ય ૩ કરોડ થી શરૂ થાય છે. પરંતુ , જે ગાડી પતિ દ્વારા તેની પત્ની ને ભેંટ માં આપવામા આવી તે પાવરફૂલ વર્ઝન છે જેથી તેનુ મૂલ્ય વધારે છે. આપણા દેશ મા આવી ગાડી ભેંટ મા આપવી એ વાત સામાન્ય નથી.

ઓટોમોબી એરડન્ટ દ્વારા સોશિયલ મીડીયા પર એક વીડીયો વાઈરલ કરવામા આવ્યો હતો જેમા બેંગ્લોર નો એક વ્યક્તિ તેની પત્ની ને લેંબોરગીની હુરાકેન એલપી ૬૧૦-૪ ગાડી ભેંટ આપી રહ્યો છે. ડો. નીલુફર શેરીફ એક દાકતર છે તથા લા ફેમી ના સીઈઓ છે જયારે તેમના પતિ દ્વારા તેમને આ ગાડી ભેંટ મા આપવામા આવી ત્યારે તેમના માટે પણ આ મુમેન્ટ અવિશ્વસનીય હતી. આપણા દેશ ના માર્ગો પર આ ગાડી ચલાવવી કઈ સરળ નથી તેના માટે ખૂબ જ પ્રેકટીસ કરવી પડે છે.

આ જ કારણોસર તેનુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ ૪૫ એમએમ છે. લેંબોરગીની હુરાકેન કાર્બન , ફાઈબર તથા એલ્યુમિનિયમ માંથી નિર્માણ પામેલ છે. આ કારણે તે વજન મા અત્યંત હળવી અને સંપૂર્ણ ગાડી ના બોડી પાર્ટસ એકદમ મજબૂત હોય છે. લેંબોરગીની હુરાકેન એલપી ૬૧૦-૪ મા ૫.૨ લિટર નુ વર્ઝન ૧૦ નુ એન્જિન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેમાં ત્રણ અલગ-અલગ ડ્રાઈવિંગ મોડ જોવા મળે છે. આ ગાડી માં તમે ફકત ૩ જ સેકન્ડ માં ૦ થી ૧૦૦ ની સ્પીડ પાર કરી શકો છો.

હાલ થોડા સમય પૂર્વે જ એક એન.આર.આઈ સોહન રો દ્વારા તેની મેરેજ એનીવર્સરી પર તેની પત્ની ને રોયલ રોલ્સ કુલીન ભેંટ કરી. આ સમયે તે આ કાર ધરાવતી સર્વ પ્રથમ સ્ત્રી બની. તેની પહેલા ૨૦૧૬ ના વર્ષ માં મહારાષ્ટ્ર માં નરેન્દ્ર મહેતા એ તેની વાઈફ ને બ્રાન્ડ ન્યુ લેમ્બરગીની કાર ભેંટ કરી જેનુ મૂલ્ય ૫ કરોડ ની આસપાસ હતું

Advertisement