15 ઓગસ્ટ જ કેમ પસંદ કરવામાં આવી ભારતની આઝાદી માટે, કારણ છે રસપ્રદ

ભારત દર વર્ષે 15 ઓગસ્ટના રોજ આઝાદીની ઉજવણી કરે છે સ્વતંત્રતા દિવસ દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે દર વર્ષે ભારતના વડા પ્રધાન સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે 15 ઓગસ્ટ 1947 ના રોજ બ્રિટિશરોએ દેશના શાસનની કમાન ભારતીયોને સોંપીને દેશને સ્વતંત્ર જાહેર કર્યો હતો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના સ્વતંત્રતા દિવસ માટે 15 ઓગસ્ટ જ કેમ પસંદ કરવામાં આવી.

Advertisement

15 ઓગસ્ટ 1947 ના રોજ,જ્યારે ભારત આઝાદ થયું હતું.ત્યારે લુઈસ માઉન્ટબેટન દેશના વાઇસરોય હતા.આઝાદી પછી ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા.માઉન્ટબેટન તે વ્યક્તિ હતા જેમણે ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરી હતી.પરંતુ માત્ર 15 ઓગસ્ટ જ કેમ ? આ પ્રશ્ન મનમાં આવતો જ હશે.આપણને 15 મી ઓગસ્ટના રોજ જ આઝાદી કેમ મળી.

ઉલ્લેખનીય છે કે, બ્રિટીશ સંસદે લોર્ડ માઉન્ટબેટનને 30 જૂન 1948 સુધીમાં ભારતની સત્તા ભારતીય લોકોમાં સ્થાનાંતરિત કરવાનો અધિકાર આપ્યો હતો. લોર્ડ માઉન્ટબેટનની વર્ષ 1947 માં ભારતના છેલ્લા વાઈસરોય તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને માઉન્ટબેટને જ ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરી હતી.

કેમ 15 ઓગસ્ટના દિવસની કરાઇ પસંદગી.કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે સી રાજગોપાલાચારી ના સૂન પર માઉન્ટબેટને ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરી હતી સી રાજગોપાલાચારીએ લોર્ડ માઉન્ટબેટનને કહ્યું હતું કે જો 30 જૂન 1948 સુધી રાહ જોવામાં આવશે તો સ્થાનાંતરિત કરવા માટે કોઇ સત્તા બચશે નહીં એવામાં માઉન્ટબેટને 15 ઓગસ્ટના રોજ ભારતને સ્વતંત્ર કરવાનો નિર્ણય કર્યો.

ભારતના ભાગલાનો પ્રસ્તાવ- રાત્રે 12 વાગે ભારતને આઝાદી.ત્યારબાદ બ્રિટિશ હાઉસ ઓફ કોમર્સમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ બિલ 4 જુલાઇના 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું આ બિલમાં ભારતના ભાગલા અને પાકિસ્તાનને અગલ રાષ્ટ્ર બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આ બિલ 18 જુલાઇ 1947ના રોજ સ્વીકારવામાં આવ્યું અને 14 ઓગસ્ટના ભાગલા પછી 15 ઓગસ્ટ 1947ની મઘ્યરાત્રીએ 15 ઓગસ્ટના રોજ આઝાદી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

15 ઓગસ્ટ માઉન્ટ બેટન માટે હતો શુભ દિવસ.તો આ તરફ કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે, 15 ઓગસ્ટના રોજ ભારતને સ્વતંત્રતા દિવસની પસંદગી કરવાનો નિર્ણય માઉન્ટબેટનનો વ્યક્તિગત હતો. માઉન્ટબેટન લોકોને બતાવવા માંગતો હતો કે બધું જ તેના નિયંત્રણમાં છે.

માઉન્ટબેટન 15 ઓગસ્ટની તારીખને શુભ માનતા હતા, તેથી જ તેમણે ભારતની આઝાદી માટે આ તારીખ પસંદ કરી હતી. માઉન્ટબેટન માટે 15 ઓગસ્ટ માટે શુભ હતો, કારણ કે બીજા વિશ્વયુદ્ધ સમયે જાપાની સેનાએ 15 ઓગસ્ટ, 1945 માં આત્મસમર્પણ કર્યું હતું, અને તે સમયે લોર્ડ માઉન્ટબેટન એલાઇડ ફોર્સિસના કમાન્ડર હતા.

એટલે કે,15 મી ઓગસ્ટ જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી.કદાચ તેથી જ આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.જો કે,આ અંગે અન્ય ઘણા મંતવ્યો છે.માઉન્ટબેટનના તત્કાલીન પ્રેસ સેક્રેટરી કેમ્પબેલ જોનસન અનુસાર,માઉન્ટબેટને 15 તારીખને નસીબદાર માની હતી. તેથી જ તેમણે આ તારીખ પસંદ કરી.આ દિવસે જાપાને બ્રિટિશ સૈન્ય સામે શસ્ત્ર ઉતાર્યા હતા લોર્ડ માઉન્ટબેટન 15 ઓગસ્ટ 1947 ના રોજ તેમની ઓફિસમાં કામ કરતા હતા.આ પછી,બપોરે,નેહરુએ તેમના મંત્રીમંડળની યાદી તેમને સોંપી અને બાદમાં ઈન્ડિયા ગેટ પાસેના પ્રેશિયસ ગાર્ડનમાં એક સભાને સંબોધી.

Advertisement