હું 27 વર્ષ ની પરણિત યુવતી છું, મે લવ મેરજે કર્યા છે, હવે અમે પહેલા ની જેમ સે@ક્સ નથી કરી શકતા શુ કરું?..

સવાલ.હું ૨૭ વર્ષની યુવતી છું જ્યારથી સમજણી થઈ છું ત્યારથી આત્મસંતોષ માટે હસ્તમૈથુન કરું છું હવે આ બાબતને લઈને મનમાં દુ:ખ થાય છે અને મનમાં ગુનાની ભાવના ઊભી થાય છે છતાં મારી જાતને રોકી શકતી નથી. હાલમાં તો મારાં માતા-પિતા મારા લગ્નની વાત કરે છે, પરંતુ મને મૂંઝવણ થાય છે કે ક્યાંક મારી આ આદતને કારણે કોઈ મુશ્કેલી ન ઊભી થાય. ઘરમાં એવી કોેઈ વ્યક્તિ નથી કે જેને હું મારા મનની વાત કહી શકું તમે જ મને યોેગ્ય માર્ગદર્શન આપો.

Advertisement

જવાબ.શારીરિક વિકાસ થતાંની સાથે જ આપણી અંદર જાગૃતિ થતી કુદરતી જાતીય ઈચ્છાને શાંત કરવાનો એક સરળ અને વ્યવહારિક ઉપાય હસ્તમૈથુન છે. મોટાભાગનાં યુવકો અને યુવતીઓ આની મદદથી જાતીય સંતોષ મેળવે છે.

શરીર અને મનોમસ્તિષ્ક પર આની કોઈ ખરાબ અસર પડતી નથી જોકે કેટલાક ઊંટવૈદ્યો આ વિષય પર કેટલીય સાચીખોટી, અશિષ્ટ અને ગેરમાર્ગે દોરી જતી વિચારધારા સાધારણ પ્રજા સમક્ષ ફેલાવતા રહે છે જેથી તેમના ગોરખધંધાને કોઈ આંચ ન આવે અને તે ચાલતો રહે.

મનમાં કોઈપણ પ્રકારની ગાંઠ ન વાળો અને સ્વાભાવિક રીતે લગ્નજીવનની શરૃઆત કરો. તમારા ભૂતકાળની એવી કોઈ બાબત નથી કે જેને લીધે તમને લગ્ન પછી કોઈ મુશ્કેલી પડે.

સવાલ.હું ૨૬ વર્ષની યુવતી છું. મારે એક પુત્ર છે. મારા પતિને બીજા બાળકની ઈચ્છા છે. મારી મુશ્કેલી એ છેકે મારાં બંને સ્તનોેમાંથી નિપલ દબાયેલી છે, બહાર દેખાતી નથી. પ્રથમ પુત્રના જન્મ સમયે મારે વાટકીમાં દૂધ કાઢીને તેને પિવડાવવું પડતું હતું જેને કારણે મને ઘણી નબળાઈ આવી ગઈ હતી, બ્લડપ્રેશર પણ વધી ગયું હતું. એવો કોઈ ઉપાય છે જેનાથી નિપલ બહાર આવી શકે?

જવાબ.તમે જે સમસ્યાની મૂંઝવણમાં છો તેને ‘રિટરેક્શન ઓફ ધ નિપલ’ કહે છે. કિશોેરાવસ્થામાં કિશોરીઓના સ્તનનો વિકાસ થાય છે ત્યારે ક્યારેક નિપલના વિકાસની ગતિ સ્તનના વિકાસની સરખામણીમાં ધીમી હોય છે. જેનાથી તે અંદર જ રહી જાય છે. ઘણી સ્ત્રીઓમાં આ સમસ્યા સગર્ભાવસ્થાના બીજા તબક્કામાં જાતે જ દૂર થઈ જાય છે.

સ્ત્રી સગર્ભા બને ત્યારે સ્તન બીજીવાર વિકાસના તબક્કામાંથી પસાર થાય છે તે સમયે આ ખામી કુદરતી રીતે જ દૂર થઈ જાય છે. આ એક અપવાદ કહેવાય કે તમે માતા બનવા છતાં આ સમસ્યામાંથી મુક્ત નથી થઈ શક્યા.

હવે તમારી સમક્ષ પ્રથમ વિકલ્પ એ છે કે તમે સ્થિતિનો સ્વીકાર કરો અને થોડી અગવડ વેઠી કામ ચલાવી લો. બીજું, પ્લાસ્ટિક સર્જરી દ્વારા નિપલ રીલીઝ કરવાની સર્જરી કરાવી લો, પરંતુ આમ કરાવવાથી કેટલીક મુશ્કેલી ઊભી થઈ શકે છે. જેમ કે નિપલની સંવેદનાશીલતા ઘટી શકે છે અને દૂધની નળીઓ અને નિપલ વચ્ચેના માર્ગમાં પણ અડચણ ઊભી થઈ શકે છે.

સવાલ.હું 27 વર્ષનો છું અમે લવ મેરેજ કર્યા છે મેરેજ પેહલા મારા પાર્ટનર અને મારી સુપર્બ સે-ક્સ લાઈફ હતી ક્યારેક તો અમે દિવસમાં 4 થી 5 વાર સે-ક્સ ઇન્જોય કરતા હતા હવે મેં સે-ક્સ માં ઇન્ટ્રેશ ગુમાવ્યો જોકે મારી પાર્ટનર ને હજુ એનું ખૂબ એડીક્શન છે તમારી શુ સલાહ છે?

જવાબ.ડેટિંગ દરમિયાન સે-ક્સ એક્સપરીમેન્ટ નું તમે અનુભવી રહ્યા છે એવું જ પરિણામ આવે છે તમારે બંનેએ તમારી સે-ક્સ લાઈફ ને લાઈવ રાખવી જોઇએ ભલે ઓછી વખત જ સે-ક્સ કરો પણ એ હેપ્પી અને ઇન્ટરસ્ટિંગ હોવું જોઈએ.

સવાલ.હું ૨૧ વર્ષની છું. ૧૨ વર્ષની ઉંમરમાં મારો માસિકધર્મ શરૃ થઈ ગયો હતો. ૧૭-૧૮ વર્ષની ઉંમરમાં મારા જનનાંગીય પ્રદેશમાં અચાનક ઘણા વાળ ઊગી નીકળ્યા. આ બાબતે મને બહુ ચિંતા થાય છે. ઘરમાં મારા લગ્નની વાતચીત પણ ચાલી રહી છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ?

જવાબ.તમે નકામી ચિંતા કરો છો. શારીરિક પરિપક્વતા આવે ત્યારે જાતીય હોર્મોન્સની અસરથી કેટલાંક શારીરિક પરિવર્તનો થાય છે. જનનાંગોેના પ્રદેશમાં વાળ ઊગી નીકળવા આ પ્રકારનું એક સ્વાભાવિક પરિવર્તન છે. આનાથી તમારે વિચલિત થવું નહીં. તમારા માટે એ ઉચિત રહેશે કે લગ્ન પહેલાં તમે શારીરિક વિજ્ઞાાન અને જાતીય વિજ્ઞાાન વિશેના કેટલાક સારા પ્રમાણિત પુસ્તકો વાંચો.

સવાલ.હું નોકરી કરતી યુવતી છું. મારા વાળ એકદમ શુષ્ક અને નિસ્તેજ છે. વાળ મુલાયમ બને એ માટે શું કરું?

જવાબ.વાળમાં તેલ સીંચો. ઉત્તમ પ્રકારના શેમ્પૂથી વાળ ધૂઓ. બે અઠવાડિયે એકવાર વાળમાં ઈંડું લગાવો. વાળ ધોતાં પહેલાં અડધો કલાક મહેંદી લગાવી સૂકાવા દઈ પછી ધૂઓ. એ સિવાય તમે બજારમાં મળતા કન્ડિશનરનો પણ ઉપયોગ કરી શકો. વાળમાં ઘસીને કાંસકો ન ફેરવતાં વાળ હળવેથી ઓળો.

સવાલ.મારી બહેનપણીઓના કહેવાથી મેં થોડા દિવસ પાન ખાધું હવે દાંત પીળા દેખાય છે. દાંતને પહેલા જેવા સફેદ બનાવવા માટે શું કરું?

જવાબ.દિવસમાં બેવાર નિયમિત બ્રશ કરો અને સવારે હળવા હાથે દાંત પર લીમડાનું દાતણ ઘસો. ધીમે ધીમે દાંત ચમકદાર બનશે. કેમ કે તમારા જણાવ્યા મુજબ તમે વધારે પાન ખાધા નથી. આથી દાંત પરની પીળાશ ઓછી હશે. તમારી મુશ્કેલી થોડા સમયમાં દૂર થઈ જશે.

Advertisement