પાવાગઢ મહાકાળીમાં ના દર્શન કરવા જાવ ત્યારે આટલું જરૂર કરજો,તમારું ધાર્યું કામ માં મહાકાળી કરી નાખશે પૂરું…

મિત્રો તમે પાવાગઢમાં મહાકાળી માં ના દર્શન કરવા માટે તો ગયા જ હશો પણ મહાકાળીમાં આજે પાવાગઢના ડુંગરે સાક્ષાત બિરાજમાન છે પાવાગઢનો ડુંગળ સદીઓ જૂનો માનવામાં આવે છે ઘણા વર્ષ્યો પહેલા મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વત પર તપ કરતા હતા અને અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી મહર્ષિ વિશ્વામિત્રએ જગત જનની મહાકાળીની માંની આ પર્વત પર સ્થપાના કરી હતી. આ પછી મહાકાળી માં પાવાગઢ ડુંગરે બિરાજમાન થયા. પાવગઢ દેશમાં આવેલા 52 શક્તિપીઠો માનું એક શક્તિ પીઠ છે. મંદિરમાં મહાકાળી યંત્રની પૂજા થયા છે. જે લોકો પણ પાવાગઢમાં મહાકાળી મંદિરની પ્રદક્ષિણા કરે છે. તેમના જીવનની બધી તકલીફો દૂર થાય છે.

પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતિનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે.

મિત્રો જયારે તમે પાવાગઢ જાઓ ત્યારે મહાકાળીના દર્શન કરીને મંદિરની પ્રદક્ષિણા જરૂરથી કરો આમ કરવાથી તમારા જીવનના દરેક દુઃખ દૂર થશે અને મહાકાળીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. ગણા ભક્તો અહીં પગથિયાં ચડીને મહાકાળીના દર્શન કરવા માટે આવે છે. પાવાગઢનું પ્રાકૃતિક સૌંદર્ય જ એવું છે કે જેને જોઈને મન મોહિત થઇ જાય.

વર્ષો પહેલા પાવાગઢ ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે.

પતઇ રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.મિત્રો ગણા લોકો પોતાની માનતા પુરી કરવા માટે મહાકાળીમાં ની બાધાઓ રાખતા હોય છે અને માં મહાકાળી માં બધાની ભક્તોની માનતા પુરી પણ કરે છે.મહાકાળી માતાએ ઘણા લોકોને પોતાનો સાક્ષાત પરચો આપ્યો હતો દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો મહાકાળી માં ના દર્શન કરવા માટે પાવાગઢ આવે છે. તમે પણ અહીં આવીને મહાકાળીણ આશીર્વાદ લઇ જાઓ. જીવનમાં કોઈ તકલીફ નહિ આવે.