હું 24 વર્ષનો યુવક છું મારી સગાઈ થઈ ગઈ છે,મેં મારી થવા વાળી પત્નીને 15,000 નો મોબાઈલ લાવી આપ્યો પણ હવે તે…..

સવાલ.હું ૨૭ વર્ષનો યુવક છું. શ્રીમંત માતાપિતાનું એકનું એક સંતાન હોવાને કારણે મારામાં બધી જ કૂટેવો ઘર કરી ગઈ સિગારેટ દારૂ અને મોડી રાતની પાર્ટીઓ પછી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાની મને ટેવ પડી ગઈ હવે મારા ઘરમાં જ્યારે મારા લગ્નની વાતો થાય છે ત્યારે હું મૂંઝવણમાં છું કે શું હું સારો પતિ બની શકીશ કે નહીં હું મારી ટેવોને નિયંત્રિત કરવાની પૂરી કોશિશમાં છું.

Advertisement

જવાબ.તમે જે પરિસ્થિતિમાં ઉછર્યાં છો તેમાં મોટાભાગે યુવક સ્વચ્છંદી બની જાય છે હવે તમને તમારી ભૂલ સમજાઈ છે ત્યારે સુધરવાનો દ્રઢ નિશ્ચય કરી લો કે તમે ભૂતકાળને ભૂલીને નવું ભવિષ્ય બનાવશો.

સવાલ.હું ૪૦ વર્ષની પરિણિતા સ્ત્રી છું મારા બંને બાળકો ૧૫ વર્ષનો દીકરો અને ૧૬ વર્ષની દીકરી ના સ્વભાવથી દુ:ખી છું બંને તુંડમિજાજી થતાં જાય છે અને નાનાંમોટાનો બિલકુલ ખ્યાલ નથી રાખતાં કોઈ વાતમાં રોકટોક કરવાથી કહે છે તમને અમારી જાસૂસી કરવાની ટેવ પડી ગઈ છે અમે બાળકો નથી રહ્યાં. અમને પણ ખરાખોટની ખબર પડે છે.

જવાબ.તમારાં બાળકો હજુ ટીનએજર છે. આ ઉંમરમાં હોર્મોનલ ચેન્જિસને કારણે બાળકો તુંડમિજાજી થઈ જતાં હોય છે. આ ઉંમર જ એવી છે. આ ઉંમરમાં તેઓ વિચારે છે કે તેઓ હવે સમજદાર થઈ ગયા છે વારંવાર વાલીઓની દરમિયાનગીરી તેમને પસંદ નથી હોતી.

તેથી તમે કોશિશ કરો કે નાની નાની બાબતો પર ટોકવાં ન પડે. ખૂબ જરૂરી હોય ત્યારે જ સલાહ આપો. તેમની સાથે મિત્રવત્ વ્યવહાર કરો કોઈ સત્તાધીશ કે અધિકારીની જેમ વાતો ન કરો. તેમને સ્પેસ આપો. થોડા સમય પછી તમે તેમનાં વ્યવહારમાં પરિવર્તન જોશો.

સવાલ.૪૧ વર્ષની પરિણીતા છું. છેલ્લા થોડા સમયથી મારા પતિને વેપારમાં નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે તેઓ ખૂબ જ પરેશાન રહે છે. ખાવાપીવામાં પણ ધ્યાન આપતા નથી. તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. સાસુ તેમને લઇને જ્યોતિષીઓ અને પંડાપૂજારીઓ પાસે જાય છે. હજારો રૂપિયા વીંટીઓ અને પૂજાપાઠમાં બરબાદ કરી નાખ્યા છે. હું શું કરું? મારી વાત સાંભળવા કોઇ તૈયાર જ નથી.

જવાબ.પતિને સમજાવો કે વેપારમાં નફોનુકસાન થતું જ રહે છે અને તેમાં પણ આજકાલ કોમ્પિટિશન બહુ જ છે. ધીરજ રાખો તો બધું કામ થઇ જશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જ્યોતિષીઓનાં ચક્કરમાં પડીને પૈસા અને સમયની બરબાદી કરો નહીં.

સવાલ.હું ૨૪ વર્ષનો યુવક છું. એક છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું. પરંતુ આજદિન સુધી તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકી શક્યો નથી. ખરેખર, તો તે દૂરના સંબંધે મારી બહેન પણ થાય છે. તેથી મને ડર લાગે છે કે ક્યાંક તેણે મારા પ્રસ્તાવને નામંજૂર કર્યો અથવા પછી બધાંને બતાવી વાત કહી દીધી, તો મારી બદનામી થશે. હું શું કરું?

જવાબ.તમે ખાનગીમાં આ છોકરી સામે તમારા પ્રેમનો પ્રસ્તાવ મૂકો. જો તેને ગમશે નહીં. તો તે ના પાડશે પણ બીજા કોઇને તે કહેવાની હિંમત કરશે નહીં.

સવાલ.હું 24 વર્ષનો છું થોડા સમય પહેલા મારી સગાઈ થઈ હતી અને હું અને મારી થનાર પત્ની બેવ ફોન લેવા ગયા જ્યાં એને પસંદ આવતા એને 15000નો ફોન લીધો પણ એને ઘરવાળા કહે છે કે જમાઈ તમે અત્યારથી સસ્તો ફોન લઈ આપ્યો કહીને કેટલાય દિવસથી ઝગડા થાય છે આજ વાતથી મારી સગાઈ પણ તૂટી ગઈ તો હું શું કરી શકું?

જવાબ.તમે જ તમારી ફિયાનસીને લઈને ફોન અપાવવા ગયા હતા તો તમેં જ ફોન અપાવ્યો? પણ એ ફોન ગમ્યો ત્યારે અપાવ્યો ને તમારી ફિયાનસીને ગમ્યો એ ફોન તમે અપાવ્યો એ વાત તમે એના ઘરના લોકોને હજુ પણ સમજાવી શકો છો તો શું તમે આ વાત એના ઘરના તમામ લોકોને સમાજવવામાં થાપ ખાવ છો?

સવાલ.વહુને જ્યારે તેની સાસરીમાં લોકો ત્રાસ આપે છે, ત્યારે તેની મદદ કાનૂન કરે છે, પરંતુ જ્યારે વહુ દ્વારા સાસુ અને નણંદને ત્રાસ આપવામાં આવે ત્યારે તેનો ન્યાય કોણ કરશે? અમે અમારી વહુથી ખૂબ જ પરેશાન છીએ. શું કરીએ?

જવાબ.તમે સ્પષ્ટ કશું લખ્યું નથી. જો તમે આર્થિક રીતે સક્ષમ હો, દીકરાવહુ પર આધારિત ન હો તો સારું એ રહેશે કે તમે જુદા થઇ જાઓ. જો ઘર તમારું હોય તો તમે તેમને તેમની અલગ વ્યવસ્થા કરી લેવાનું કહી દો. ઘણીવાર દૂર રહેવાથી સંબંધોમાં મધુરતા રહે છે.

સવાલ.હું ૨૨ વર્ષનો સ્માર્ટ યુવક છું. મારા ચહેરા પર ખીલના ઊંડા ડાઘ છે. જે મારી પર્સનાલિટીને બગાડે છે. તેથી મારી ઇચ્છા છે કે કોસ્મેટિક સર્જરીની મદદથી હું તેને દૂર કરાવી લઉં. શું આ યોગ્ય રહેશે?આની કોઇ સાઇડ ઇફેક્ટ તો થશે નહીં ને?

જવાબ.હાલમાં કોસ્મેટિક સર્જરી ઘણી એડવાન્સ બની ગઇ છે. તેની મદદથી ચહેરાના ડાઘાને દૂર કરી શકાય છે અને મનગમતી સુંદરતા મેળવી શકાય છે. તે માટે જરૂરી છે કે કોઇ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો. આ પ્રક્રિયાથી કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી.

સવાલ.હું૨૩ વર્ષની યુવતી છું. એક વર્ષથી મારા લગ્નની વાત ચાલી રહી છે. અત્યાર સુધીમાં ઘણા યુવકોએ મને રિજેક્ટ કરી છે. હું હવે કંટાળી ગઇ છું. મને થાય છે કે ક્યાંક હું ડિપ્રેશનનો શિકાર બની ના જાઉં. આને લીધે હંમેશાં તાણમાં રહું છું. શું કરું?

જવાબ.તમારા ઘરના લોકોએ જ્યાં પણ તમારા લગ્નની વાત ચલાવે ત્યાં અગાઉથી બધી જ વાત નક્કી કરી લેવી જોઇએ. સૌપ્રથમ ફોટો બતાવી જુઓ. જો યુવક તરફથી થોડું પણ પોઝિટિવ લાગે ત્યારે છોકરી દેખાડવાની પ્રક્રિયા શરૂ કરવી જોઇએ.

સવાલ.મારે બે દીકરીઓ છે અને હાલમાં હું સગર્ભા છું. મારા પતિને આશા છે કે આ વખતે કદાચ દીકરો આવે, પરંતુ તેમને ખબર નથી આ બાળક મારા પ્રેમીનું છે, જેને હું મારા લગ્ન અગાઉ પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું. મારા પતિને અમારા સંબંધોની ખબર નથી. ક્યારેક હું અપરાધભાવ અનુભવું છું. મન કરે છે કે પતિને બધું જ જણાવી દઉં. એક સીધીસાદી વ્યક્તિને દગો આપી રહી છું.

જવાબ.જાણી જોઇને તમે ખાડામાં પડયા છો, તેનાથી તમને અપરાધભાવ તો થવાનો જ છે. અનૈતિક સંબંધો ઉપરાંત તમે પારકા પુરુષનો ગર્ભધારણ કર્યો છે. તમે તમારી દીકરીઓ માટે આદર્શ માતા કઇ રીતે બની શકો કે જ્યારે તમે પોતે જ રખડી રહ્યાં છો? હજુ પણ થોડી શરમ બાકી હોય તો પ્રેમી સાથેના સંબંધ તોડી નાખો. પતિને કાંઇ જ જણાવશો નહીં. એમ કરવાથી દામ્પત્યજીવન બરબાદ થઇ જશે.

Advertisement