મારે અનવોન્ટેડ ૭૨ વિશે જાણવું છે,ગોળી લીધા પછી કેટલી અસર પડે છે,તે મહિનામાં ત્રણથી ચાર વખત લેવી જોઈએ?…..

સવાલ.હું કોલેજના ત્રીજા વર્ષમાં ભણું છે હું મારી સાથે ભણતા એક સારા ઘરના છોકરા સાથે ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં છું મારા પ્રેમપ્રકરણની બધાને ખબર છે હવે વર્ષ પણ પૂરું થ‌વાની તૈયારીમાં છે આ સંજોગોમાં હું જ્યારે મારા બોયફ્રેન્ડમાં પોતપોતાના ઘરમાં અમારા સંબંધોની વાત જાહેર કરવાનું કહું છું તો એ ટાળી દે છે તેના ઇરાદા તો બરાબર હશે ને?

Advertisement

જવાબ.તમે અને તમારો બોયફ્રેન્ડ હજી અભ્યાસ કરો છો અને કરિયરના મામલે કોઇ દિશા નક્કી નથી થઇ આ સંજોગોમાં તમારો બોયફ્રેન્ડ પરિવારમાં તમારા સંબંધોની વાત કરવાનું ટાળતો હોય તો તેની સમસ્યા સમજી શકાય એવી છે સામા પક્ષે તમને તેના આવા વર્તનથી શંકા થાય એ સ્વાભાવિક છે આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ સમય છે તમારે આ સમયે થોડી ધીરજ રાખીને કરિયર પર ધ્યાન આપવાની જરૂર છે.

તમે વયમાં હજી નાના છો અને વાસ્તવિક દુનિયા સાથે તમારો હજી સંપર્ક નથી થયો આ સંજોગોમાં તમારે તમારા સંબંધને હજી થોડો વધારે સમય આપવાની જરૂર છે જો તમારો પ્રેમ મજબૂત હશે તો ચોક્કસ અંત હકારાત્મક આવશે જો બોયફ્રેન્ડના ઇરાદા વિશેની તમારી શંકા સાચી હશે તો સમયની સાથે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

સવાલ.હું 22 વર્ષની યુવતી છું અને મને માસિક આવે છે અને આવા ટાઈમમાં મારુ મૂળ ખૂબ્જ ખરાબ થઇ જાય છે હું શું કરું?

જવાબ: માસિક ઓછું આવવું કે વધુ આવવું એ મહિલાના શરીરના હોર્મોન ઉપર આધારિત હોઈ છે અને આ માટે તમે નજીકના ગાયનેકોલોજિસ્ટ માટે આવે છે.

સવાલ.હું ૧૭ વર્ષની છું, મારી બહેનપણીનો પિતરાઈ ભાઈ મારી સાથે મિત્રતા કરવા માગે છે. મારી ફ્રેન્ડ આમાં મદદ કરવા તૈયાર હતી, પણ મેં ના પાડી. જો હું તેની સાથે બહાર ફરવા ન જાઉં, તો એ આત્મહત્યાની ધમકી આપે છે. હું શું કરું?

જવાબ.કિશોરાવસ્થાનો પ્રેમ માત્ર વિજાતીય આકર્ષણ હોય છે. તમારે એ છોકરા સાથે જવું નહીં અને તેની ધમકીથી ગભરાવું નહીં. તમારી બહેનપણી મળવા માટેનું દબાણ કરતી હોય, તો તેના ઘરે જવાનું બંધ કરી દો. તમારી ઉંમર હજી ખૂબ નાની છે. તમારા ભણતર તરફ ધ્યાન આપો, જીવનમાં એ જ જરૂરી છે.

સવાલ.હું ૨૩ વર્ષની છું મારે અનવોન્ટેડ ૭૨ વિશે જાણવું છે તે મહિનામાં કેટલી વખત લેવાય અને ગોળી લીધા પછી તેની અસર કયા સુધી રહે.જાણવા માંગો છો મહિનામાં કેટલી વાર લેવાય છે અને એક ગોળી લીધા પછી કેટલી અસર પડે છે તે મહિનામાં ત્રણથી ચાર વખત લેવી જોઈએ?જો બાળક નાનું હોય તો તેને માતાને આપવાથી કોઈ અસર થાય છે?

જવાબ.કોઈ પણ ઉપયોગ કર્યા વિના સ-ભોગ પછી 6 કલાકની અંદર આ ગોળી લેવાથી જીવંત રહેતો નથી પણ આનો ઉપયોગ તરીકે કરી શકાતો નથી મહિનામાં ત્રણ-ચાર વખત ઉપયોગ કરી શકાતો નથી ડોક્ટરની સલાહ લીધા પછી યોગ્ય ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ જો બાળક નાનું હોય પરંતુ તંદુરસ્ત હોય તો માતાને આપવાનું ઠીક છે આ માટે ફક્ત કોઈ ડોક્ટર જ તમને યોગ્ય સલાહ આપી શકે છે.

સવાલ.હું ૩૩ વર્ષની વિધવા છું મારે એક બેબી છે મને મારા પતિની જગ્યા પર નોકરી મળી છે હું એક પરિણિત સહકાર્યકર પુરુષને પ્રેમ કરું છું અને અમે બન્ને ૧૫-૨૦ દિવસે એકાંતમાં મળીએ છીએ હું એના સુખી સંસારમાં આગ લગાડવા નથી ઇચ્છતી છતાં એના વિના રહી નથી શકતી શું કરવું?

જવાબ.તમારા પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે તમે જાણી જોઈને અપરાધ કરી રહ્યાં છો એ પરિણીત પુરુષનો પ્રેમ નથી વાસના છે એ તમારી લાગણી સાથે રમત રમી રહ્યો છે તમે પગભર છો માટે તમારી દીકરીના ઉછેર તરફ ગંભીરતાથી ધ્યાન આપો અને જીવનસાથીની ઉણપ સાલતી હોય, તો કોઈ વિધુર અથવા છૂટાછેડા લીધેલ પુરુષ સાથે પુનર્લગ્ન કરી નાખો. તમે વહેલી તકે તે પરિણીત પુરુષને મળવાનું બંધ કરી દો. એમાં જ બન્નેનું અને બન્નેના પરિવારનું હિત છે.

સવાલ.મારી ઉંમર ૨૦ વર્ષ છે. હું મારી એક સંબંધી યુવતીને પ્રેમ કરતો હતો, પણ અમારાં લગ્ન થવાં અશક્ય હતાં. હાલમાં અમે બન્ને વિવાહિત હોવા છતાં પોતપોતાના જીવનસાથીથી અસંતુષ્ટ છીએ. અમે બન્ને હજી પણ ઘણી વાર ફોન પર વાત કરીએ છીએ. શાંતિ મેળવવા શું કરું?

જવાબ.હવે તમે બન્ને પરિણીત હોવાથી જે વાસ્તવિકતા છે, તે સ્વીકારી લો. તમારા બન્નેના પરિવાર તથા જીવનસાથીથી સંતુષ્ટ રહેવાની કોશિશ કરો.

સવાલ.હું બારમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની વિદ્યાર્થિની છું. હું જીવનથી એટલી બધી કંટાળી ગઈ છું કે ગૃહ ત્યાગ કરવા ઇચ્છું છું. કોઈ મહિલાઆશ્રમ કે અનાથાશ્રમનું સરનામું જણાવશો, જ્યાં શાંતિથી રહી શકું.

જવાબ.સમસ્યાઓથી ગભરાઈને ગૃહત્યાગ કરવામાં સમજદારી નથી. ઘર છોડવાથી સમસ્યાઓનો અંત નહીં આવે, પણ તેમાં વધારો થશે. આથી આવું કોઈ અવિચારી પગલું ભરશો નહીં.

સવાલ.હું ૨૨ વર્ષની યુવતી છું મારા સગા મામાના દીકરાને ચાહું છું. અમે બન્ને લગ્ન કરવા માગીએ છીએ જોકે કુટુંબીજનોને અમારા પ્રેમ વિશે ખબર નથી. તેઓ આ લગ્ન માટે સંમત નહીં થાય, તે તો સ્પષ્ટ છે, જ્યારે હું કુટુંબીજનોની મંજૂરીથી લગ્ન કરવા ઇચ્છું છું. મારે શું કરવું?

જવાબ.હિન્દુ લગ્ન કાયદા અનુસાર આ લગ્ન કાયદેસર ગણાશે નહીં, આથી તમે તમારા પ્રેમસંબંધો પર અહીંથી જ પૂર્ણવિરામ મૂકી દો, તો વધારે સારું.

સવાલ.તાજેતરમાં મારી મરજી વિરુદ્ધ મારાં લગ્ન થયાં હતાં. જાતીય જીવનની બાબતોમાં હું બિનઅનુભવી હતો અને મેં જ્યારે મારી પત્ની સાથે સંભોગ કરવાની કોશિશ કરી ત્યારે તે પ્રયાસ નિષ્ફળ ગયો. મારી પત્ની સાથે સંભોગ કરતાં મને પીડા તથા બેચેની લાગી. પછીથી મને ખબર પડી કે મારા શિશ્નની બહારની ચામડી પૂરેપૂરી ખેંચાઈ ગઈ હતી.

હું તેની સાથે સંભોગ ચાલુ ન રાખી શક્યો. હકીકતમાં તે દિવસે બીજી વાર મારું શિશ્નોત્થાન પણ થયું નહીં. ત્યાર પછી મને પેશાબ કરવામાં કોઈ તકલીફ પડી નથી અને મેં નોર્મલ રીતે હસ્તમૈથુન પણ કર્યું છે, પરંતુ મારી પત્ની સાથે સંભોગ કર્યો નથી. આને પરિણામે અમારા લગ્નજીવનમાં ભારે તનાવ સર્જાયો છે.

જવાબ.તમે તમારા શિશ્ન પરની ત્વચા પાછી ખેંચવામાં તકલીફ અનુભવતા હો એમ લાગે છે. તમને બાળપણમાં એ કઈ રીતે કરવું તે શીખવાડયું હોત તો સારું થાત, કારણ કે ઉપલી ત્વચા પાછી ખેંચવી અને પછી શરીરના બીજા કોઈ પણ ભાગની માફક સાબુ તથા પાણીથી શિશ્ન ધોઈ નાખવું તે પુરુષના આરોગ્ય માટે મહત્ત્વનું છે.

મારું સૂચન છે કે તમે શિશ્ન પર તેલ લગાડીને તેના પરની ત્વચા પાછી ખેંચવાની કોશિશ કરો. જો તમે થોડાક દિવસ આમ કરશો તો સંભોગ દરમિયાન પીડા નહીં થાય. તેનાથી સંભોગની ક્રિયા વધારે આરામદાયક લાગશે. તેમ છતાં જો પીડા ચાલુ રહે તો તમારા સર્જ્યનને મળવું જોઈએ અને ત્વચા કઢાવી નાખવી જોઈએ.

Advertisement