આ કારણે મહાદેવ ને ગમે છે નંદી ની સવારી,અને આ કારણે જ મંદિર ની બહાર જોવા મળે છે,જાણી લો એના પાછળ ની કથા….

જાણો કેમ મંદિરમાં મહાદેવથી પણ પહેલા નંદીના થાય છે દર્શન? જાણો નંદી કેવી રીતે બન્યો મહાદેવનું વાહન.બળદ નું ચરિત્ર સામાન્ય રીતે ઉત્તમ અને સમર્પણ ભાવ વાળું બતાવવામાં આવ્યું છે. આના સિવાય બળ અને શક્તિ નું પણ પ્રતિક છે. બળદ ને મોહ માયા અને ભૌતિક ઇચ્છાઓ થી દુર રહેવા વાળું પ્રાણી પણ માનવામાં આવે છે. આ સીધુંસાદું પ્રાણી જયારે ક્રોધિત થાય છે તો સિંહ સાથે પણ સંધર્ષ કરી લે છે. આ બધા જ કારણ રહ્યા છે જેના કારણે ભગવાન શિવ એ બળદ ને પોતાનું વાહન બનાવ્યું છે.

Advertisement

નંદીને ભગવાન ભોલેનાથનું વાહન માનવામાં આવે છે. નંદીને ભગવાન શિવના દ્વાર પાલ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે શિવ સુધી પોતાની શ્રદ્ધા પહોંચાડવા માટે નંદીને પ્રસન્ન કરવા જરૂરી છે. નંદીને બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક પણ માનવામાં આવ્યા છે. શિવના મંદિરની બહાર હંમેશા નદી વિરાજિત રહે છે. આવો જાણીએ શું છે તેની પાછળનું રહસ્ય.કહેવામાં આવે છે કે, અસુરો અને દેવતાઓ વચ્ચે થયેલા સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા હળાહળ વિષને શિવજીએ પી લીધું હતું. મહાદેવે સંસારને બચાવવા માટે આ વિષ પીધું હતું. વિષપાન સમયે તેના અમુક ટીપા જમીન પર પડી ગયા, જેને નંદીએ પોતાની જીભથી સાફ કર્યા. નંદીના આ સમર્પણ ભાવને જોઈને શિવજી પ્રસન્ન થયા, અને નંદીને પોતાના સૌથી મોટા ભક્તની ઉપાધિ આપી.

શિવજીએ નંદીને પોતાના વાહન તરીકે કેમ પસંદ કર્યા? ભગવાન શિવે કહ્યું કે, મારી બધી શક્તિઓ નંદીની પણ છે. જો પાર્વતીની રક્ષા મારી સાથે છે, તો તે નંદી સાથે પણ છે. બળદને ભોળો માનવામાં આવે છે, અને તે ઘણું કામ કરે છે. આમ તો શિવશંકર પણ ભોળા, પરિશ્રમી અને ઘણા જટિલ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, એટલા માટે શિવજીએ નંદી બળદને પોતાના વાહનના રૂપમાં પસંદ કર્યા. નંદીની ભક્તિની જ શક્તિ છે કે, ભોલે ભંડારી ફક્ત તેમના પર સવાર થઈને ત્રણેય લોકોની યાત્રા કરે છે, અને તેમના વગર ક્યાંય જતા નથી.

નંદીને ભક્તિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જે પણ જીવ ભગવાન શિવને મળવા ઈચ્છે છે, નંદી પહેલા તેમની ભક્તિની પરીક્ષા લે છે અને ત્યારબાદ જ શિવ કૃપાના માર્ગ ખુલે છે. ભોલેનાથના દર્શન કરતા પહેલા નંદીના કાનમાં પોતાની મનોકામના કહેવાની પરંપરા છે.ભગવાન શિવ પ્રત્યે નંદીની ભક્તિ અને સમર્પણને કારણે જ બંનેનો સાથ એટલો મજબૂત માનવામાં આવે છે કે, કળિયુગમાં પણ ભગવાન શિવ સાથે નંદીની પૂજા કરવામાં આવે છે. દરેક શિવ મંદિરમાં નંદીના દર્શન પહેલા થાય છે અને પછી ભગવાન શિવના દર્શન થાય છે.

ભગવાન શિવ ના પ્રમુખ ગણો માંથી એક નંદી છે. કહેવાય છે કે જેમ ગાય માં કામધેનું શ્રેષ્ઠ છે તે જ રીતે બળદ માં નંદી શ્રેષ્ઠ છે. ભોલેનાથ નંદી ને પોતાનું વાહન જ નહિ પરંતુ પોતાના પુત્ર ના રૂપે માનતા હતા. આજે અમે તમને નંદી સાથે જોડાયેલી એક કથા વિષે જણાવીશું જેમાં તેમણે રાવણ ને શ્રાપ આપ્યો હતો અને જે રાવણ ની મૃત્યુ નું કારણ બન્યું હતું.

એક પૌરાણિક કથા અનુસાર શીલાદ મુની પોતાના વંશ નો અંત થતો જોઇને ખુબ ચિંતા સતાવવા લાગી. ત્યારે જ તેમણે ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે કઠોર તપ આરંભ કરી દીધું. ભગવાન શિવ તપ થી પ્રસન્ન થયા અને તેમણે મુની શીલાદ ને વરદાન આપ્યું કે તે સ્વયં બાળ રૂપ માં મુની શીલાદ ના ઘરે પ્રકટ થશે.કેટલાક સમય પછી ભૂમિ ખોદતી વખતે શીલાદ ને એક બાળક મળ્યું. મુની શીલાદ એ તેનું નામ નંદી રાખ્યું.એક દિવસ ભગવાન શંકર દ્વારા મોકલવામાં આવેલા મિત્રા-વરુણ નામના બે મુની શીલાદ ના આશ્રમ માં આવ્યા. તેમણે નંદી ને જોઇને કહ્યું કે નંદી અલ્પાયુ છે. નંદી ને જયારે આ વાત ની ખબર પડી તો તે મહાદેવ ના મહામૃત્યુંજય મંત્ર – ‘ऊं नमः शिवाय’ નો જપ કરી તપ કરવા વન માં ચાલ્યા ગયા. વન માં તેમણે ભગવાન શિવ નું ધ્યાન આરંભ કર્યું.

ભગવાન શિવ નંદી ના આ તપ થી પ્રસન્ન થયા અને દર્શન દઈને કહ્યું, નંદી! તને મૃત્યુ થી ભય કેવી રીતે થઇ શકે છે? તું અજર અમર , અદુખી છો. મારા અનુગ્રહ થી તને જરા,જન્મ અને મૃત્યુ કોઈ પણ થી ભય નહિ લાગે. ભગવાન ભોલેનાથ એ માતા સતી ની સંમતી થી વેદો ની સમક્ષ ગણો ના અધિપતિ ના રૂપ માં નંદી નો અભિષેક કરાવ્યો. આવી રીતે નંદી નંદીશ્વર થઇ ગયા અને પોતાના ગણો માં સર્વોતમ ના રૂપ માં સ્વીકાર કરી લીધો.

હિંદુ ધર્મ ગ્રંથો માં ઉલ્લેખ મળે છે કે જયારે નંદી નું રાવણે અપમાન કર્યું તો નંદી એ તેના સર્વનાશ ની ધોષણા કરી દીધી હતી. રાવણ સંહિતા ના અનુસાર કુબેર ઉપર વિજય પ્રાપ્ત કરીને જયારે રાવણ પાછો ફરી રહ્યો હતો ત્યારે તે થોડી વાર કૈલાસ પર્વત ઉપર રોકાયો હતો. ત્યાં શિવ ના પાર્ષદ નંદી ના કુરૂપ સ્વરૂપ ને જોઇને રાવણ એ તેનો મજાક ઉડાવ્યો. નંદી એ ગુસ્સે થઈને રાવણ ને શ્રાપ આપ્યો કે મારા જે પશુ સ્વરૂપ ને જોઇને તું આટલો હસી રહ્યો છે. તે જ પશુ સ્વરૂપ નો જીવ તારા સર્વનાશ નું કારણ હશે.

Advertisement