આ દંપતીએ લંડનમાં લાખોનો પગાર છોડીને ગુજરાતમાં શરૂ કરી ખેતી, આજે જીવે છે આવું જીવન..

આજના આધુનિક યુગમાં ખેતીવાડી અને પશુપલાનનો વ્યવસાય છોડીને બધા લોકો શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા છે. એટલું જ નહીં, લોકો પૈસા કમાવવા તેમજ એક સારા સ્ટેટ્સ વાળી જોબ શોધવા માટે વિદેશમાં જતા રહેતા હોય છે. આજે મિત્રો ગામડામાં કોઈને રહેવું પસંદ જ નથી. કેમ કે આજકાલ લોકોને પોતાનો સર્વાંગી વિકાસ ખૂબ જ ઝડપથી કરવો છે.પરંતુ આજે અમે એવા યુવા દંપતીની વાત કરવા જઈ રહ્યા છીએ તેઓ વિદેશમાં સ્થાયી હતા, જેમણે પોતાના કરિયરને બનાવી લીધું હતું, લાખો રૂપિયાની નોકરી પણ કરતા હતાં.

Advertisement

મોટા ભાગના યુવાનોનું સપનું હોય છે કે તે ભણીગણીને સારા પેકેજની નોકરી કરીને આરામથી જીવન ગુજારે જો તેમને વિદેશમાં સ્થાયી થવાની તક મળે તો તે સોનાના સુહાગા જેવું હશે. પરંતુ એવા યુવાનો છે જે વિદેશમાં લક્ઝરી જીવનશૈલી અને મોટા પેકેજની નોકરીઓ છોડીને ઘરે ફરી રહ્યા છે.આવું જ એક યુવાન દંપતી રામદે ખુટી અને ભારતી ખુટી છે. રામદે અને ભારતી લાંબા સમયથી લંડનમાં રહેતા હતા.

પતિ-પત્ની બંને અહીં કામ કરતા હતા અને વૈભવી જીવન જીવી રહ્યા હતા, પરંતુ હવે આ યુવાન દંપતી લંડન છોડીને ગુજરાતના પોરબંદરમાં તેમના ગામમાં પાછા ફર્યા છે અને અહીં ગામમાં રહીને બંને ખેતી અને પશુપાલન કરે છે. પોરબંદર જિલ્લાના બેરાન ગામના રામદેવ ખુટી 2006માં કામ કરવા ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાં બે વર્ષ કામ કર્યા બાદ તેઓ ભારત પાછા ફર્યા અને અહીં ભારતી સાથે લગ્ન કર્યા. ભારતી લગ્ન સમયે રાજકોટમાં એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસ કોર્સ કરી રહી હતી.ભારતી 2010માં તેના પતિ સાથે અભ્યાસ પૂર્ણ કરવા લંડન ગઈ હતી.

ભારતીએ લંડનમાં આંતરરાષ્ટ્રીય પર્યટન અને આતિથ્ય વ્યવસ્થાપનની ડિગ્રી લીધી ત્યારબાદ ભારતીએ બ્રિટિશ એરવેઝના હીથ્રો એરપોર્ટથી હેલ્થ એન્ડ સેફ્ટીનો કોર્સ પણ પૂર્ણ કર્યો અને ત્યાં કામ કરવા લાગી.પતિ-પત્ની બંને લંડનમાં એક મહાન જીવનશૈલી જીવવા લાગ્યા. આ દરમિયાન તેમને એક પુત્ર થયો. પરંતુ રામદે ખુટીને અહીં ગુજરાતમાં રહેતા તેના માતાપિતાની ચિંતા હતી કારણ કે અહીં તેમની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. આ ઉપરાંત તેમની ખેતી પણ અન્ય લોકો દ્વારા કરવામાં આવતી હતી.

રામદે ખુટીએ ભારતમાં પોતાના માતા-પિતા પાસે પાછા ફરવાનું નક્કી કર્યું અને ખેતીમાંથી કંઈક નવું કરવાનું નક્કી કર્યું. રામદેની પત્ની ભારતી પણ આ નિર્ણયમાં તેની સાથે હતી. તેથી એક દિવસ રામદે લંડનની વૈભવી જિંદગી છોડીને પરિવાર સાથે ગુજરાત પરત ફર્યા અને નવેસરથી ખેતી કરવા લાગ્યા. અહીં આવીને તેમણે ખેતી તેમજ પશુપાલન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.ભારતીને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેણે અગાઉ ક્યારેય ખેતી કરી ન હતી, પરંતુ સતત મહેનતથી ભારતી હવે મોટાભાગની પશુપાલનની કામગીરી અને ખેતી જાતે જ સંભાળે છે.

Advertisement