આ લોકો દોલત સોલત થી નહીં પરંતુ પોતાનાં કામથી હીરો છે,આ વ્યક્તિઓએ ભારત માટે જે કામ કર્યા છે તે જાણી તમને પણ ગર્વ થશે.

પ્રખ્યાત લોકોની બહાદુરી અને સદભાવનાની વાતો તમે સાંભળી હશે,પરંતુ દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જે ચૂપચાપ બીજાઓ માટે ભલાઈનું સારું કામ કરતા રહે છે.તેમને તેમની લોકપ્રિયતા વિશે ચિંતા નથી,પરંતુ તેઓ આજુબાજુના લોકોના જીવનમાં સુધારો કેવી રીતે કરી શકે તે અંગે તેઓ ચિંતિત છે.ચાલો આજે અમે તમને આવા જ કેટલાક મહાન લોકો સાથે પરિચય કરાવીએ.

1.ડૉ.સુનિતા કૃષ્ણન.સુનિતાએ પ્રજ્જવલા નામની એક એનજીઓની સ્થાપના કરી.આ સંગઠન બળાત્કાર,ગેંગરેપ અને શરીરના વ્યાપાર માટે તસ્કરી દ્વારા લાવવામાં આવેલી યુવતીઓને મદદ કરે છે.આ સંસ્થા ફક્ત તેમનું રક્ષણ જ નથી કરતી,પણ જીવન જીવવા અને જીવનને વધુ સારૂ બનાવવામાં મદદ કરે છે.

2.નંદલાલ માસ્ટર.ઉત્તર પ્રદેશના એક નાના ગામના વણકર નંદલાલનું મિશન ઘણું મોટું છે.નંદલાલે તેમના ગામની મહિલાઓને સશક્તિકરણ અને બાળ મજૂરી નાબૂદ કરવાનું વચન આપ્યું છે.તેમણે વંચિત બાળકોને ભણાવવા માટે એક શાળા ખોલી છે અને તે દહેજ પ્રથાના અંત માટે પણ કામ કરી રહી છે.

3.નાનકચંદ.પંજાબના ગુરદાસપુરમાં જ્યારે આતંકવાદી હુમલો થયો હતો,ત્યારે આ રોડવેઝ ડ્રાઇવરે પોતાના જીવની પરવાહ કર્યા વગર મુસાફરોને સુરક્ષિત કર્યા હતા.તેમણે આતંકવાદીઓની વચ્ચેથી ડ્રાઇવિંગ કરીને બસ લીધી અને સરકારી હોસ્પિટલ પહોંચીને જ રોકી હતી.

4.સબિયા.ઉત્તર પ્રદેશમાં પોલિયો સોશિયલ મોબિલાઇઝેશન નેટવર્ક હેઠળ કાર્યરત સાબિયાએ સાબિત કરી દીધું છે કે જો મજબુત ઇચ્છાશક્તિ હોય તો કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી.તેઓ ઘેર ઘેર જઈને બાળકો માટે પોલિયો રસીકરણ કેટલું મહત્વનું છે તે લોકોને સમજાવ્યું.

5.બિના કાલિંદી અને વિજયલક્ષ્મી.બંને મહિલાઓ જુદી જુદી જગ્યાએ રહે છે,પરંતુ તેમનો એક જ હેતુ છે બાળ લગ્ન સમાપ્ત કરવાનો.બીના પશ્ચિમ બંગાળ અને વિજયલક્ષ્મી રાજસ્થાનમાં રહે છે.