અભિનેત્રી બનવા યુવતી ઘર છોડીને ભાગી ગઈ,ચિઠ્ઠી માં લખ્યું હતું હું હિરોઇન બનીશ અને ટીવી માં જોવા મડીસ,….

આજકાલ યુવાનોમાં બોલિવુડ અને ટીવી સિરીયલનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે. સગીર બાળકો એક્ટર બનવાના ખ્યાલમાં ક્યારેક પોતાની ભાન ભૂલી જતા હોય છે. ફ્લ્મિી લાઈનની ઝળહળતી દુનિયાની આભામાં આવીને યુવતીઓ અનેક ન ભરવાના પગલા ભરી લેતી હોય છે ત્યારે રાજકોટથી એક સગીરા હિરોઈન બનવા ચિઠ્ઠી લખી ઘર છોડી ટ્રેનમાં બેસી મુંબઈ જવા નીકળતા પોલીસે વિરમગામ તેણીને ઉતારી રાજકોટ પરિવારને સોપી છે.શહેરના મવડી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૪ વર્ષની દીકરી ત્રણ પેજની ચિઠ્ઠી લખી પોતે હિરોઈન બનવા ઈચ્છે છે અને પોતે ટી.વી.માં દેખાશે તેવું લખીને ઘરેથી નીકળી ગઈ હોય પરિવારે માલવિયાનગર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.

Advertisement

સગીર દીકરી હોય તે કોઈ ખોટા લોકોના હાથે ચડી ન જાય તે માટે તુરંત ઉચ્ચ અધિકારીઓની સુચનાથી પીઆઈ કે એન ભૂકણ અને ટીમે વર્ણન મુજબની સગીરાને શોધવા સીસીટીવી ફૂટેજ આધારે એસ.ટી., રેલ્વે સ્ટેશન અને ખાનગી ટ્રાવેલ્સમાં તપાસ શરૂ કરી હતી.દરમ્યાન સગીરા રાજકોટથી મુંબઈ જતી સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેનમાં બેસી મુંબઈ જવા રવાના થઇ હોવાની ચોક્કસ બાતમી આધારે રેલ્વે અને આરપીએફ્ પોલીસનો સંપર્ક કરતા સગીરા મળી આવતા પોલીસે વિરમગામ હસ્તગત કરી હતી.

પરિવારને સાથે રાખી પોલીસ સ્ટાફ્ વિરમગામ પહોચ્યો હતો અને બાળકીને રાજકોટ લાવી યોગ્ય સમજુતી આપી પરિવારને પરત સોપી હતી.તેણીને ટી.વી. સીરીયલો અને ફ્લ્મિ જોઇને હિરોઈન બનવાનો શોખ હોવાથી પોતે આગળ-પાછળનું કઈ વિચાર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી પરંતુ સમજાવ્યા બાદ પોતાની ભૂલ સમજાઈ હતી જો સમયસર સગીરા મળી ન હોત અને જો મુંબઈ પહોચી ગઈ હોત તો તેણીને શોધવી મુશ્કેલ સાબીત થાત.

માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એન. ભુકણના કહેવા પ્રમાણે સગીર બાળકી પોતાના ઘરેથી એકલી ગુમ થઇ હોવાની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી હતી. સૌ પ્રથમ પરિવારજનો પાસેથી બાળકીનો ફોટો લેવામાં આવ્યો હતો અને તેને પહેરેલા કપડાં અને તેનું વર્ણન લેવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેના ઘરેથી પસાર થતા અલગ અલગ રસ્તાઓના સીસીટીવી ફુટેજ મેળવવામાં આવ્યા હતા જેના આધારે સગીરા રેલવે સ્ટેશન તરફ હોય તેવી માહિતી મળી હતી બાદમાં સ્થાનિક લોકોની પુછપરછના આધારે બાળકી મુંબઇ જતી ટ્રેનમાં બેસી હોવાની માહિતી મળી હતી.

જેના આધારે ટ્રેનમાં ફરજ પર હાજર આરપીએફના જવાનો સાથે સંકલન કરવામાં આવ્યું અને ટ્રેન જ્યારે વિરમગામ પહોંચી ત્યારે પોલીસે બાળકીને ટ્રેનમાંથી ઉતારી હતી અને બાદમાં રાજકોટ પોલીસ દ્રારા તેનો કબ્જો લઇને પરિવારજનોને સોંપવામાં આવી હતી. આ પ્રકારનો કિસ્સો સમાજ માટે જરૂર લાલબત્તી સમાન છે. મનોવૈજ્ઞાનિક નિષ્ણાંત ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકો સાથે આત્મિયતા રાખવી ખૂબ જ જરૂરી છે. દરેક માતા પિતાએ તેના બાળકોની પસંદ નાપસંદ તેના શોખ અંગેની માહિતી રાખવી જોઇએ અને સમયાંતરે આ અંગે તેની સાથે ચર્ચા કરીને તેનું કાઉન્સેલિંગ કરવું જોઇએ. નહિ તો પોતાના શોખ પૂરા કરવાની ઘેલછામાં બાળક અવળું પગલું ભરી લેતા હોય છે. માતા પિતાએ સાવચેત રહેવું જરૂરી છે અને બાળક સાથે મિત્રતા રાખવી જોઇએ.

Advertisement