ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાં પાંચમા નંબર પર આવે છે કેદારનાથ,જેનો ઇતિહાસ છે બીજા મંદિરો કરતા ખાસ…

કેદારનાથ મંદિર એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજનઅર્ચન અર્થે લાવવામાં આવે છે આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે.

Advertisement

શ્રાવણ મહિનામાં ભગવાન શિવના જ્યોર્તિલિંગોના દર્શન કરવા સારા માનવામાં આવે છે ત્યારે આજે વાત કરીએ ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામ વિશે કેદારનાથ મંદિર ભારતના ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે ઉત્તરાખંડમાં હિમાલયના ખોળામાં વસેલું કેદારનાથ ધામ બાર જ્યોર્તિલિંગમાં સામેલ છે અને સાથે જ ચારધામ અને પંચ કેદારમાં પણ એક છે.

બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા કે ઘોડા પર સવાર થ‌ઈ અથવા ડોળી પાલખી દ્વારા જ‌વું પડે છે હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે.

અહીંના પ્રતિકૂળ વાતાવરણને કારણે આ મંદિર એપ્રિલથી નવેમ્બર મહિનાની વચ્ચે જ દર્શન માટે ખુલે છે પથ્થરોથી બનેલા આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આનું નિર્માણ પાંડવ વંશના જન્મેજયે કરાવ્યું હતું અહીં સ્થિત સ્વયંભૂ શિવલિંગ અતિ પ્રાચીન છે આદિ શંકરાચાર્યએ આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું.જૂન 2013 દરમિયાન ભારતના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર રહ્યો હતો. મંદિરની દિવાલો ધરાશાયી થઈ અને પૂરમાં ધોવાઈ ગઈ. આ ઐતિહાસિક મંદિરનો મુખ્ય ભાગ અને સદીઓ જૂનો ગુંબજ સચવાયો હતો પરંતુ મંદિરનો પ્રવેશદ્વાર અને તેની આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

કેદારનાથ મંદિર ઉત્તરાખંડનું સૌથી મિતુ શિવ મંદિર છે, જે કટવા પથ્થરોની વિશાળ શિલાઓને જોડીને બનાવવામાં આવ્યું છે. આ શિલાખંડ ભૂરા રંગની છે. મંદિર લગભગ 6 ફુટ ઊંચા ઓટલા પર બનેલું છે. તેનું ગર્ભગૃહ પ્રમાણમાં પ્રાચીન છે જે 8મી સદીની આસપાસનું માનવામાં આવે છે. કેદારનાથ મંદિર 85 ફુટ ઊંચું 187 ફુટ લાંબુ અને 80 ફુટ પહોળું છે આની દીવાલો 12 ફુટ મોટી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે.

અહીં પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે આ સિવાય દહેરાદૂન હરિદ્વાર અને કોટદ્વારથી પણ કેદારનાથ સુધી પહોંચી શકાય છે દિલ્હીથી ઋષિકેશ પહોંચીને અહીંથી પણ ગૌરીકુંડ માટે બસો મળે છે ગૌરીકુંડ એ જ જગ્યા છે કે જ્યાંથી કેદારનાથ માટે રસ્તો પૂરો થાય છે અને મંદિર જવા માટેનો ટ્રેક ચાલુ થાય છે.

આ જ્યોતિર્લિંગની અન્ય એક કથા એવી પણ છે કે હિમાલયના કેદાર શ્રુંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતા હતા. એમની તપસ્યાથી પ્રસન્ન થઇ ભગવાન શંકર પ્રગટ થયા અને એમની પ્રાથના અનુસાર જ્યોતિર્લિંગના રૂપમાં સદાય અહીં વાસ કરવાનું વરદાન આપ્યું.

કાળક્રમે આધગુરૂ શંકરાચાર્યજીએ અહીં પૂજા-અર્ચના એવમ્‌ અન્ય વ્યવસ્થાઓનું નિર્માણ કરી ઉત્તરાખંડનાં આ અતિ ભવ્ય મંદિરનું પુનઃ નિર્માણ-સ્થાપન કરી આ કેદારનાથને મહત્વનું સ્થાન ગણાવી તેને પ્રસિદ્ધ કર્યું આ મંદિરની વિશેષ વાસ્તુ શિલ્પ શૈલી એવમ્‌ તેનું ઉન્નત સ્થાન તેનાં માહાત્મ્યમાં વૃદ્ધિ કરનાર છે.

આ ભવ્ય મંદિર લગભગ ૮૦ ફુટ ઉંચુ છે. સ્થાનીય ભૂખરા વિશાળ પથ્થરોને કોતરીને આ મંદિર ભવન નિર્માણ પામ્યું છે, જેથી તે અતિ પ્રાચીન, ભવ્ય અને કોઈ તપસ્વીસમુ ભાસે છે. મંદિરનાં આગળનાં ભાગ પર ગ્રીક શૈલી જેવો ધાતુનો ત્રિકોણ ધ્યાન ખેંચે છે, મંદિરનું સ્વરૂપ ચતુષ્કોણાત્મક છે. પથ્થરોનાં સ્તંભો પર કાષ્ઠનાં માળખા પર તાંબાની ધાતુ સજાવી છે, એવમ્‌ શિખર પર સહુથી ઉન્નત તાંબાનો કળશ છે જે સુવર્ણ મંડિત છે. મંદિરનાં ગર્ભગૃહમાં ભગવાન શિવજી સ્વયં ભૂ-જ્યોતિલિંગ રૂપે બૃહદશિલાનાં રૂપમાં મહિષનાં પૃષ્ઠ ભાગનાં આકારે બિરાજમાન છે. ગર્ભગૃહનાં બાહરી ભાગને જગમોહન કહે છે જેમાં પાર્વતીજીની પથ્થરની સુંદર મૂર્તિ છે. અહીંથી બહારનાં ભાગને સભામંડપ કહે છે જેના પાષાણ સ્થંભ પર પાંચ પાંડવો એવમ્‌ શ્રીકૃષ્ણ તથા માતા કુતીંની પાષાણની પૂર્ણ પ્રતિમાઓ કંડારાયેલી છે અને મંદિર બહાર વિશાળ કાય પાષણનો નન્દી છે.

Advertisement