શું તમે જાણો છો કે અંતિમ સંસ્કાર સાથે જોડાયેલ આ રહસ્ય તમે ભાગ્યજ જાણતાં હશો,એકવાર જરૂર વાંચજો……

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી માહિતી લઈને આવ્યા છે કે જેને જાણવાની ઈચ્છા દરેકને થતી હશે મિત્રો સવાલ એ છે કે અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવા પાછળનું કારણ શું છે.જ્યારે કોઈનો જન્મ થાય છે ત્યારે લોકો ખૂબ જ ખુશ હોય છે, પરંતુ પ્રકૃતિનો નિયમ એ છે કે જે આ દુનિયામાં આવ્યો છે તેને ક્યારે ને ક્યારે જવું પડશે. માણસની અંતિમ યાત્રાના સમયમાં, પ્રત્યેક વ્યક્તિ જે તેને ઓળખે છે તે જાય છે.

વિવિધ ધર્મો અનુસાર અંતિમ ક્રિયાની વિવિધ વિધિઓ કરવામાં આવે છે. પરંતુ તમે એક વાત ધ્યાનમાં લીધી હશે કે કોઈ વ્યક્તિ જ્યારે અંતિમ સંસ્કાર કર્યા પછી પોતાના ઘરે પાછો આવે છે, ત્યારે તે વ્યક્તિ સૌથી પહેલા સ્નાન કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે આવું શા માટે કરે છે.મિત્રો અમે તમને આ વિશે વધુ માહિતી આપવા જઈ રહ્યા છે.આપ સૌ આ રહસ્યથી લગભગ અજાણ હશો એટલે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, લોકોને અંતિમ વિધિ કરાવવાની આટલી ઉતાવળ કેમ હોય છે? અને અંતિમ સંસ્કારનું સાચું મહત્વ શું છે .છેવટે, અંતિમ સંસ્કાર પછી સ્નાન શા માટે કરવામાં આવે છે, જાણો તેનું ભૌતિક રહસ્ય.

એ બધાને ખબર હશે કે જેણે આ દુનિયાની રચના કરી છે તે આપણો સર્જક છે અને જેણે જન્મ લીધો છે તે દરેકનું એક દિવસ કે બીજા દિવસે મૃત્યુ નક્કી જ છે, આ એક સનાતન નિયમ છે. આમ તો વિશ્વમાં દરેક ધર્મની પોતાની એક અલગ આગવી રીત હોય છે. મૃત્યુ પછીની આત્માની શાંતિ માટે અંતિમ સંસ્કાર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.તેથી જ લોકો તેમના ધર્મ અનુસાર મૃત પરિવારોનો અંતિમ સંસ્કાર કરે છે.આપડા પ્રાચિનતમ ગરુડ પુરાણમાં લખ્યું છે કે, જ્યાં સુધી ગામ કે મોહલ્લામાં કોઈની લાશ પડી હોય ત્યાં સુધી ઘરમાં પૂજા-પાઠ નથી થતા. એટલું જ નહીં, ગરુડ પુરાણ મુજબ લોકો પોતાના ઘરમાં ચૂલો પણ ન સળગાવી શકે.

મતલબ, આ પરિસ્થિતિમાં કોઈપણ શુભ કાર્ય ન કરી શકાય. અને બીજું એ કે જ્યાં સુધી શબ પડ્યું હોય ત્યાં સુધી સ્નાન પણ ન કરી શકાય.આપડા વડવાઓ દ્વારા કરવામાં આવતી આ વિધિ એટલે કે અંતિમ સંસ્કાર કરવાનો ફાયદો મરનાર અને ઘરવાળા બન્નેને થાય છે. દુષ્ટ કે પાપી વ્યક્તિની સાચી પદ્ધતિ દ્વારા અંતિમ વિધિ કરવાથી એ દુર્ગતિથી બચી જાય છે.મર્યા બાદ એની આત્માને શાંતિ મળે છે. અગ્નિદાહ આપતા પહેલા રસ્તામાં પિંડ દાન કરવાથી દેવી-દેવતા અને દાનવો પણ ખુશ થઈ જાય છે અને લાશ અગ્નિદાહ માટે તૈયાર થઈ જાય છે.પરંતુ માત્ર એટલો જ તફાવત છે કે અંતિમ સંસ્કાર કરવાની વિધિ દરેક જગ્યાએ જુદી જુદી હોય છે. આવી સ્થિતિમાં, શરીરને ઘણી જગ્યાએ બાળી નાખવામાં આવે છે અને ઘણી જગ્યાએ દફનાવવામાં આવે છે.

આપણે બધાએ જોયું છે કે જે વ્યક્તિ અંતિમ સંસ્કાર કરવાની વિધિ માટે સ્મશાનગૃહમાં જાય છે તેને ત્યારબાદ સ્નાન કરવું જરૂરી હોય છે. શિયાળો હોય કે ઉનાળો પરંતુ મૃત વ્યક્તિની અંતિમ સંસ્કાર વિધિ અને સ્મશાન ગૃહથી આવ્યા બાદ પછી ઘરે આવીને સ્નાન કરવું ફરજિયાત છે.સ્ત્રીઓનું હૃદય નરમ હોય છે. નાની નાની વાતોને લઈને પણ તેનું મન ડરી જાય છે.

સ્મશાનગૃહમાં મૃતદેહનું અંતિમ સંસ્કાર કરતી વખતે શોકનું વાતાવરણ હોય છે. તે સમયે લોકો મોટેથી રડતાં હોય છે, બુમાબુમ ચાલતી હોય છે. જે મહિલાઓ અને નાના બાળકોના મન અને મગજ પર ઘણી ઊંડી અસર કરી શકે છે.સૌ પ્રથમ, જૂના સમયમાં બનાવવામાં આવેલા લગભગ બધા નિયમોમાં આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક કારણો હોય છે.મૃત શરીરના અંતિમ સંસ્કાર કર્યા પછી સ્નાન કરવું એ આધ્યાત્મિક તેમજ વિજ્ઞાન સાથે પણ સંકળાયેલું છે.પહેલા આપણે ધાર્મિક કારણ વિશે વાત કરીએ. એવી માન્યતા છે કે સ્મશાનભૂમિ પર હંમેશાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ રહે છે. આ પ્રકારની નકારાત્મક ઊર્જાની અસર વ્યક્તિના મગજ અને મન બંને પર પડે છે નબળા મનોબળવાળા લોકો ઝડપથી તેની પકડમાં આવી શકે છે.

એટલા માટે આ નકારાત્મક શક્તિઓની ખરાબ અસરોથી બચવા માટે ઘરે આવીને સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આની મદદથી, વ્યક્તિઓ નકારાત્મક ઊર્જાથી પોતાને મુક્ત કરી શકે છે.તેથી તેઓને સ્મશાનને જતા અટકાવવામાં આવે છે. સમાજના લોકોએ મહિલાઓ અને નાના બાળકોને સ્મશાનમાં જવાથી અટકાવ્યા છે, અને આજના લોકોનું વિજ્ઞાન કહે છે કે મૃત શરીરની અંદર જીવજંતુ થઈ જાય છેજ્યારે શરીર સળગે છે, ત્યારે તે જંતુઓ આસપાસના વિસ્તારમાં ફેલાય જાય છે. અને આપણી અંદર પણ આવી જાય છે, તેથી જ આપણે સ્મશાનગૃહમાંથી ઘરે આવી સ્નાન કરીએ છીએ, તે જંતુઓ વ્યક્તિના વાળમાં પ્રવેશે છે અને પુરુષના વાળ ટૂંકા કે નાના હોય છે અને સ્ત્રીના વાળ લાંબા હોય છે, તેથી સ્નાન કર્યા વાળ પણ મહિલાઓના વાળમાં તે જીવજંતુઓ રહી જતા હોય છે.

સૂર્યાસ્ત પછી ધાર્મિક વિધિઓ ન કરવી.જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય છે ત્યારે કોઈને ખબર નથી હોતી, પરંતુ સૂર્યાસ્ત પછી હંમેશા તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી. આને કારણે, જો કોઈ સૂર્યાસ્ત પછી મૃત્યુ પામ્યું છે, તો પછી બીજા દિવસે ફક્ત સવારે જ તેને બાળી નાખવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે સૂર્યોદય પછીના અંતિમ સંસ્કારથી મૃતકની આત્માને પરલોકમાં ભારે દુ:ખ થાય છે, અને પછીના જીવનમાં તે કોઈ અંગમાં ખામી પણ ભોગવી શકે છે.આપડા ધર્મ ગ્રંથોના ઉપદેશ અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય અગ્નિ સંસ્કાર થતા નથી. જો મૃત્યુ સૂર્યાસ્ત થઈ ગયા પછી થયું હોય તો એને બીજા દિવસે સવારે અગ્નિદાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સૂર્યાસ્ત બાદ અગ્નિ-સંસ્કાર કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિને પરલોકમાં મુશ્કેલીઓ વેઠવી પડે છે અને આવનાર બીજા જન્મમાં શરીરનાં કોઈ અંગમાં ખોડખાંપણ રહી જાય છે.

દરેક ધર્મના પોતાના રીત-રીવાજો હોય છે. આવી જ રીતે હિંદૂ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવાનો રીવાજ છે. માત્ર હિંદૂ ધર્મમાં જ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો કે આ વિધિ દરમિયાન થતી એક પ્રક્રિયા વિશે ખૂબ ઓછા લોકો જાણતાં હોય છે.સ્મશાનમાં જ્યારે વ્યક્તિના અંતિમ સંસ્કાર થાય છે ત્યારે તેના માથા પર લાકડી મારવામાં આવે છે. આ પ્રથાનું કારણ શું છે તેના વિશે જાણી તમને પણ આશ્ચર્ય થશે.પુરાણો અને ધાર્મિક ગ્રંથો અનુસાર માનવામાં આવે છે કે વ્યક્તિના અંતિમ સંસ્કાર અને તેની સાથે જોડાયેલી દરેક વિધિને ચોકસાઈથી કરવી. અંતિમ સંસ્કારની વિધિની અસર વ્યક્તિના બીજા જન્મ પર પણ પડે છે.

તો આ અંતિમ સંસ્કાર દરમિયાન થતી માથા પર લાકડી મારવાની વિધિ જો વાત કરીએ તો તેને કપાલ ક્રિયા કહેવામાં આવે છે. આ ક્રિયા અત્યંત મહત્વની હોય છે.હિંદૂ ધર્મ અનુસાર કોઈપણ વ્યક્તિના અંતિમ સંસ્કાર કપાલ ક્રિયા વિના પૂર્ણ થતા નથી. પરંતુ આ ક્રિયા ખૂબ ડરામણી હોય છે. નબળા મનના લોકો સ્મસાનમાં થતી આ વિધિ જોઈ શકતા નથી. આ ક્રિયા ભયાનક હોવા છતાં તેનું પાલન કરવામાં આવે છે તેનું કારણ છે ગરુણ પુરાણ છે.

ગરુડ પુરાણ અનુસાર જ્યારે મૃતદેહને મુખાગ્નિ આપવામાં આવે છે ત્યારે તેના માથા પર વધારે ઘી રેડવામાં આવે છે જેથી તેનો માથાનો ભાગ સારી રીતે અગ્નિમાં વિલીન થાય. આ ક્રિયા બરાબર થાય તે માટે તેના માથા પર લાકડી મારી તેને તોડવામાં આવે છે.માથાના ભાગને તોડવા પાછળ બે કારણ જવાબદાર છે. પહેલું કારણ એ હોય છે કે માથાનો ભાગ તોડવામાં ન આવે તો તે પૂર્ણ રીતે ભસ્મ થતો નથી અને તેના કારણે અંતિમ સંસ્કાર પૂર્ણ થતા નથી. અન્ય માન્યતા એવી છે કે એક જન્મના સાંસારિક બંધનમાંથી મુક્ત થઈને જ આત્મા બીજા જન્મને પામે છે અને જો કપાલ ક્રિયા કરવામાં ન આવે તો વ્યક્તિની આત્મા મુક્ત થતી નથી.

સામાન્ય રીતે તમે હંમેશા એક વસ્તું તમે એ પણ નોંધી હશે કે, મૃતકનાં સગા-વ્હાલાઓ કરતા તો આજુ-બાજુમાં રહેતા પડોશીઓને અંતિમ સંસ્કાર કરાવવાની ઉતાવળ વધુ હોય છે. પણ એવું તો શું હોય છે કે લોકો જલ્દીમાં જલ્દી મૃત શરીરને અગ્નિદાહ આપવા ઈચ્છે છે? આના પાછળ કોઈને કોઈ રહસ્ય તો ચોક્કસ હશે.