કાનમાં વધુ સમય સુધી ઈયરફોન નાખી રાખનાર માટે લાલબત્તી સમાન કિસ્સો,બોમ્બની જેમ ઈયરફોન ફૂટ્યું અને યુવકનું થયું મૃત્યુ…….

ચાર્જિંગ કરતી વખતે મોબાઇલ ફોનમાં વિસ્ફોટની ઘણી ઘટના નોંધાઈ ચૂકી છે પરંતુ રાજસ્થાનમાં બ્લૂ ટ્રૂથ ઔઇયરફોનમાં વિસ્ફોટની સૌપ્રથમ ઘટના સામે આવી છે જયપુર જિલ્લાના ચોમુ તાલુકાના ઉદયપુરિયા ગામ ખાતે ૨૮ વર્ષીય રાકેશકુમાર નાગર તેના નિવાસસ્થાને કાનમાં બ્લૂ ટ્રૂથ ઇયરફોન લગાવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેમાં થયેલા વિસ્ફોટના કારણે તેનું મોત થયું હતું.

Advertisement

પોલીસે જણાવ્યું હતું કે, યુવકના કાનમાં રહેલા બ્લૂ ટ્રૂથ ઇયરફોનમાં વિસ્ફોટ થવાના કારણે તેનું મોત થયું હતું. આ યુવક બ્લૂ ટ્રૂથ ઇયરફોન ઇલેક્ટ્રિકલ આઉટલેટમાં પ્લગ કરેલો હતો ત્યારે ઉપયોગ કરી રહ્યો હતો. ઇયરફોનમાં અચાનક વિસ્ફોટ થતા રાકેશકુમાર નાગર બેહોશ થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં ખસેડાયો હતો. વિસ્ફોટના કારણે તેના બંને કાનમાં ગંભીર ઈજા પહોંચી હતી. હોસ્પિટલના ડો. એલ.એન. રુંદલાએ જણાવ્યું હતું કે, તેનું મોત ર્કાિડયાક એરેસ્ટના કારણે થયું હોવાની સંભાવના છે.

ઈયરફોન થી થઈ શકે છે આ રોગો.ટીનીટીસ નામની બીમારી થાય છે .ઈએનટી વિભાગના ડોકટરો આ ઈયર બડ દ્વારા યુવાનોમાં થઇ રહેલ અસરથી ખુબ દુ:ખી છે. તેમના કહેવા પ્રમાણે થોડા વર્ષો પહેલા સુધી, સામાન્ય રીતે વ્યક્તિઓમાં બહેરાશની શરૂઆત તેમના ઉંમરના છેલ્લા ભાગમાં થતી હતી. પણ હવે આ રેશિયો ઘટીને ૩૦ વર્ષની ઉંમર સુધી આવી ગયેલ છે. ખાસ કરીને હાલના સમયમાં આ બીમારીથી યુવાનો અને બાળકો વધુ પ્રભાવિત છે.

આ રોગની શરૂઆત કાનમાં સીટી વાગવા અને ઓછું સંભળાવાથી થાય છે, જેને ટીનીટીસ રોગ કહે છે. બ્રાઝીલની સાઓ પાઉલ યુનીવર્સીટીની શોધમાં જાણવા મળ્યું છે કે ઈયર બડથી બહેરાશની તકલીફ વધી રહેલ છે. ડિસ્કો, રોક બેન્ડમાં વાગનારા સંગીતથી પણ બહેરાશની તકલીફ વધે છે.આવી રીતે થાય છે બહેરાશની શરૂઆત.તેમના પ્રમાણે કાનમાં જે આપણે અવાજ સાંભળીએ છીએ, તે સરકારી આંકડા મુજબ જો 8 કલાક સુધી સતત ૯૦ ડેસીબલ અવાજ આપણે સાંભળીએ, તો આપણા કાનના પડદા સહન કરી શકે છે. આ અવાજ સીધો આપણા કાન સુધી નથી જતો પણ ઈયર બડ દ્વારા અવાજ સીધો આપણા કાનના ઈફેક્ટીવ ભાગમાં જાય છે, જે ખુબ અસર કરે છે.

આ અનુમાન મુજબ તે ૧૦૦ ડેસીબલની ઉપર અવાજ આપે છે, જે નુકશાનકારક હોય છે. જે યુવાનો આપણે ત્યાં રહે છે. તેમના કાનમાં અવાજ ગુંજવો આવી બીમારીથી પ્રભાવિત છે જો કે ઈયર બડથી થાય છે. જે પાછળથી બહેરાશમાં બદલાઈ જાય છે.યુવાનોએ ધ્યાન રાખવું જોઈએ.દરેક મહીને લગભગ ૧૦ થી ૧૫ દર્દી આ વસ્તુથી પ્રભાવિત થઇ રહેલ છે. જેનો ઈલાજ કોઈ જ નથી. હા તે થઇ શકે કે યુવાનો આ વાતને ધ્યાનમાં રાખીને સંગીત સાંભળે તો તેનાથી બચી શકાય છે.

કાનમાં સીટી વાગે છે.ગાજીપુરથી આવેલ દર્દી સૌરભ પ્રાઈવેટ નોકરી કરે છે. સૌરભ સાંભળી શકતો નથી. તેના ઈલાજ માટે તે બીએચયુના પ્રો.રાજેશ કુમારને બતાવવા પહોચ્યા. સૌરભે જણાવ્યું કે તે છેલ્લા પાંચથી છ વર્ષથી બાઈક ચલાવવા અને નોકરી દરમિયાન ઈયર ફોન લગાવીને મોબાઈલ ઉપર વાત ચિત અને ગીતો સાંભળતો હતો. હવે તેના કાનમાં સીટી વાગવાનો અવાજ આવે છે અને સાંભળવામાં પણ તકલીફ થાય છે

Advertisement