એક ગરીબ ખેડૂત ના ખાતા માં આવી ગયા અચાનક 50 લાખ રૂપિયા,જાણો એવું તો શું થયું કે…

આજે આપણે એક એવી સત્ય ઘટના વિશે વાત કરીશું જેમાં એક ગરીબ ખેડૂતના ખાતામાં જમાં થયા 50 લાખ રૂપિયા જાણો કેવી રીતે થયો આ ચમત્કાર. તમને જણાવી દઈએ કે આ ઘટના ઉત્તર પ્રદેશના આઝમગઢમાં લાલ બિહારી નામના એક વૃદ્ધ વ્યક્તિ રહેતા હતા. લાલ બિહારી જી વાસ્તવમાં ખુબજ મહેનતુ અને ઈમાનદાર છે. રોજ મહેનત કરીને ખેતી કરતા અને પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે. જ્યારે એક સમયની વાત છે જ્યાં તેને પોતાની છોકરીના લગ્ન માટે તેને એક ઠાકુર પાસે થી પૈસા ઉધાર લીધા અને પોતાની છોકરીના લગ્ન ધૂમધામથી કર્યા. પરંતુ ખુબજ સમય થયા પછી કર્જ ચુકાવી શક્યા નહિ તે રોજ ઘેર આવીને તેને ખરીખોટી સંભળાવતો હતો. લાલ બિહારી ની પત્નીએ કહ્યું તમે તમારા ભાઈ પાસે જઈને (જે તેમનાથી 20 કિલો મીટર દૂર રહે છે.) કહો કે જમીનમાં મારો જે હિસ્સો છે તે મને આપી દો જેથી હું મારું બધું કર્જ ચૂકવી શકું.

Advertisement

તેમને ખબર હતી કે તે તેમની મદદ જરૂર કરશે તે ખુશી ખુશી 20 કિલો મીટર ચાલીને તેમના ભાઈની ઘેર ગયા, અને બધી વાતો જણાવી. તેમના ભાઇ એ કહ્યું કોર્ટ જાવ અને વસિયતના પેપર લઈને આવો. લાલ બિહારી કોર્ટ ગયા વસિયતના પેપર માંગવા માટે પરંતુ ત્યાં બેઠેલા અધિકારીએ જે કહ્યું તે જાણીને લાલ બિહારીના હોશ ઉડી ગયા.તેમને કહ્યું તમને વસિયત નો એક પણ હિસ્સો નથી મળી શકતો કારણકે તમે મરી ગયા છો. તમારું મૃત્યુ નું પ્રમાણ પત્ર અહી લગાવેલું છે. તમારી સારી મિલકત અને પ્રોપર્ટી તમારા ભાઈના નામે થઈ ગઈ છે, લાલ બિહારી જાણીને ચોકી ગયા.

તેમને કંઈ સમજાતું ન હતું તેમને કહ્યું હું તમારી સામે જીવતો જાગતો ઉભો છું તમે કઈ રીતે કહી શકો કે હું મરી ગયો છું.લાલ બિહારીનો ભાઈએ દગો આપ્યો. તેમને લાલ બિહારીના મૃત્યુ પ્રમાણ પત્ર બનાવડાવ્યું અને તેમને અદાલતમાં આપીને તેમને બધી સંપત્તિ પોતાના નામે કરાવી દીધી. તેમને આ વાત ત્યારે ખબર પડી જ્યારે તેમના ભાઈ તેમને કહેવા ગયા. પરંતુ તેમના પરિવારે તેને ધક્કા મારીને કાઢી મૂક્યો.પછી લાલ બિહારી પાછા તેના ઘરે આવ્યા અને પરિવારને આખી ઘટના જણાવી. પછી તેની પત્નીએ તેમને હિંમત આપી. તેમને મહાદેવ પર ખુબજ આસ્થા હતી.

તે રોજ મહાદેવના મંદિરે જતા અને થોડીવાર ત્યાં બેસતા. તે દિવસે તેમને કંઈ સમજાતું ન હતું તો તે મહાદેવ મંદિરમાં જઈને બેસી ગયા અને પ્રાથના કરવા લાગ્યા હે પ્રભુ મને કોઈ રસ્તો બતાવો હું બધી જગ્યાએથી ઠોકર ખાધી છે હવે તમારો જ સહારો છે. અચાનક લાલ બિહારી ના મનમાં વિચાર આવ્યો કે આવું ફક્ત મારી જોડે ઓછું થયું છે આવું તો કેટલાય લોકો સાથે થાય છે કે પરિવારના લોકોએ દગો આપ્યો હશે. લાલ બિહારી એ આવા લોકોને શોધવાનું શરૂ કર્યું. તેમને થોડાક જ દિવસોમાં 20 થી 25 લોકો એવા મળ્યા જેમના પરિવારના લોકોએ મૃત જાહેર કરીને સંપત્તિ પોતાના નામે કરાવી લીધી. તેમની સાથે લાલ બિહારીજી અલગ અલગ જગ્યાઓએ ધરણાં કરતા હતા મીડ્યા ને પણ તેમને સપોર્ટ કર્યો પણ તેમની વાત સરકારે ન સાંભળી.

અલગ અલગ જગ્યાઓએ પર ધરણાં કરતા કરતા 2 વર્ષ થઈ ગયાં હતાં. હવે સુનાવણીનો સમય આવી ગયો હતો, મહાદેવના આશીર્વાદ સાથે હતા. તમને જણાવી દઈએ કે આઝમગઢમાં આવેલા નવા કલેકટરની નજર આ લોકો પર પડી ગઈ અને તેમને તરતજ તેમની ફાઈલ ખોલી. તેની ફરી તપાસ કરાવી તો તેમાં જાણવા મળ્યું કે બધા મૃત્યુ પ્રમાણ પત્ર ખોટા છે. પછી અદાલતે લાલ બિહારી સહિત બધા લોકોને જીવિત જાહેર કર્યો. પછી લાલ બિહારીએ પોતાની જમીન મેળવવા માટે પોતાના ભાઈ પર કેસ કર્યો અને જીતી ગયા. તેમને જમીનના 50 લાખ રૂપિયા તેમના ખાતામાં જમા થયા.

Advertisement