એક પિતાએ ખજૂર ભાઈને ફોન કરીને કહ્યું કે મારા દીકરા ને ભણાવવા માટે પૈસા નથી,જાણો પછી ખજૂરભાઈ એ આપ્યો જવાબ…

એવું કહેવામાં આવે છે કે માનવ સેવા જ મોટી સેવા માનવામાં આવે છે,આટલું જ નહિ પરંતુ સમાજમાં ઘણા એવા પણ લોકો રહેલા છે જે હમેશા કોઈને કોઈ રીતે અન્ય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સેવા કરતા હોય છે.આવી જ રીતે જાણીતા ખજુરભાઈ એટલે કે નીતિન જાનીની વાત કરવામાં આવે તો તે આજે ગુજરાતના જાણીતા સેવાભાવી વ્યક્તિ બની ગયા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાજ્યમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ તેમને ખજુરભાઈ તરીકે ઓળખે છે.

Advertisement

ગુજરાત નો સોનુ સુદ એટલે કે નીતિન જાની આજે ઘરે ઘરે જાણીતા છે,લોકો સાથે રહીને રાત-દિવસ જોયા વગર સતત તેઓ મદદ કરી રહ્યા છે. લોકોને ખાવા-પીવાની સુવિધાઓ રહેવા ઊઠવાની સુવિધાઓ પોતાના ઢોર ઢાકર ને ખાવા પીવાની વ્યવસ્થાઓ નીતિન જાની એટલે કે આપણા ખજૂરભાઈ કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી તેઓ ઈજા ગ્રસ્ત વિસ્તારમાં રહીને લોકોને મદદ કરી રહ્યા છે.નિતીન જા ને એટલે કે જીગલી ખજૂર તેઓ પોતાની કોમેડિયન યુટ્યુબ ચેનલથી પ્રખ્યાત થયા હતા. લોકોની મદદ કરવા માટે જીગલી ખજૂર એટલે કે નીતિન જાની એ જુબેશ ઉઠાવી છે કે તેઓ બધાને મદદ કરશે.

હાલમાં જ્યાં જુઓ ત્યાં ખજૂરભાઈની બોલબાલા છે, તેનું એક માત્ર કારણ છે તેમની કામગીરી. હાલમાં દરેક જગ્યાએ ખજુરભાઈ છવાઈ ગયા છે કારણ કે,ખજૂરભાઈ એ માનવતાની જ્યોત પ્રગટાવીને અનેક પરિવારના જીવનમાંથી અંધકાર દૂર કરીને ઉજ્જવળ બનાવ્યું છે.લોકડાઉન પડ્યું ત્યારથી સૌ જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહ્યા છે તેમજ હાલમાં જ તાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્રમાં થયેલી ખાના-ખરાબી બાદ નિતિન જાનીએ ભગીરથ સેવા કાર્ય આદર્યું હતું.છેલ્લાં ઘણા સમય થી નિતિન જાની તેમની ટીમ સાથે જાતે અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવા કાર્ય કરી રહ્યા છે.

તેમના કહેવા પ્રમાણે તેમણે અત્યાર સુધીમાં પોતાના ખિસ્સામાંથી એક કરોડ રૂપિયા જેટલી માતબર રકમની સહાય આપી છે. નિતિન જાનીના આ નેક કામના કારણે લોકો તેને ‘ગુજરાતનો સોનુ સુદ’ની ઉપાધિ આપી રહ્યા છે.લોકકલ્યાણ અર્થે નિતીન જાનીના સેવા કાર્યોને આપણે સૌ ગુજરાતીઓ બિરદાવીએ રહ્યા છે, ત્યારે હાલમાં જ ખજુરભાઈનો એક સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યારે તમે આ ઓડિયો સાંભળશો ત્યારે ખરેખર આશ્ચય પામી જશો.

આપણે સૌ કોઈ જાણીએ છે કે ખજુરભાઈ અને તેમના ભાઈ હાલમાં સૌરાષ્ટ્ર અને જરૂરિયાતમં લોકોની મદદ કરી રહ્યા છે. જેમ બોલિવુડન સોનુ સુદ લોકો નો દરેક રીતે મદદ કરતા હતા તેવી જ રીતે હાલમાં નીતિજ જાની ફોન દ્વારા મદદ કરી રહ્યાછે. જેની સાબિતી આ ઓડિયો છે. વાત જાણે એમ છે કે એક ભાઈ પોતાના દીકરાનાં ભણતર માટે ખજૂરભાઈને ફોન કર્યો અને પોતાની આર્થિક પરિસ્થિતિ જણાવી અને કહ્યું કે મારા દીકરા દસમાં ધોરણમાં સારા માર્ક મેળવ્યા છે, પરતું હાલમાં મારી પાસે સગળવતા નથી કે હું તેની 11 મા ધોરણ ની ફી ભરી શકું.

આપ મદદ કરશો તો હું આપના પૈસા પરત આપી દઈશ.આ વાત સાંભળતાનિ સાથે ખજૂરભાઈ કહ્યું કે તમે ચિંતા કરશો નહીં માતાજી આપણને આપ્યું છે તો આપણે સૌને મદદ કરવા છીએ. હું તમારા દીકરાની 11 અને 12 અને કોલેજ કરવું હોય ત્યાં સુધી ફી ભરી આપીશ અને હા માતાજી ની દયા થી તમારી આર્થિક પરિસ્થિતિ સારી થાય તો એ પૈસા તમે એવા વ્યક્તિ ને આપજો જેને જરુરત હોય. ખરેખર આ વાત સાંભળીને તમને રડવું આવી જશે આપ શરુઆત થી અંત સુધી વાત સાંભળવા માગતા હોવ તો બ્લોગ સાથે આપેલ વિડિયો જોઈને વાત સાંભળી શકો છો. ખરેખર ખજૂરભાઈનું કાર્ય સરહાનીય છે.

Advertisement