ગર્લફ્રેન્ડ પાસેથી દુષ્કર્મનો વિડીયો બનાવડાવીને બે વર્ષ સુધી હવસ સંતોષી, રેપ બાદ જન્મેલું બાળક કોન્સ્ટેબલનું હોવાનો દાવો..

ઘણીવાર સોશિયલ મીડિયા મારફતે અજાણ્યા સાથે મિત્રતા કરવી યુવતી, મહિલાઓ અને સગીરાને ભારે પડતી હોય છે. આજના સમયમાં જ્યાં લોકો પાસે સમય નથી હોતો અને ટેકનોલોજી જબરજસ્ત રીતે પ્રગતિ કરી રહી છે, એવામાં ઓનલાઈન ફ્રેન્ડ્સ બનાવવા સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ કોઈ અજાણ્યા સાથે ફ્રેન્ડશીપ કેટલી ધાતક સાબિત થઈ શકે છે, હાલમાં જ તેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું. આવું જ કંઈક ભોપાલની એક સગીરા સાથે થયું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. કોન્સ્ટેબલે યુવતીને દોસ્તીના જાળમાં ફસાવીને તેની સાથે બળાત્કાર કર્યો અને વિડીયો બનાવ્યો હતો. બાદમાં તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષ સુધી હવસ સંતોષતો રહ્યો.

Advertisement

મહિલાનો આરોપ છે કે, આ સમય દરમિયાન તેણીએ એક પુત્રને જન્મ આપ્યો જેના પિતા કોન્સ્ટેબલ છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી કોન્સ્ટેબલ સામે બળાત્કારનો કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.ફરિયાદ મુજબ 30 વર્ષની મહિલા તેના પતિથી અલગ રહે છે. ઓક્ટોબર 2018માં સોશિયલ મીડિયા દ્વારા તે રાહુલ જાટ નામના યુવકના સંપર્કમાં આવી હતી. રાહુલ શાહજહાનાબાદ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. મહિલા સાથે મિત્રતા કર્યા બાદ રાહુલ તેને ફરવા લઈ ગયો હતો અને જહાંગીરાબાદ વિસ્તારમાં એક ઘરમાં બળાત્કાર ગુજાર્યો હતો.

આ દરમિયાન કોન્સ્ટેબલની પ્રેમિકાએ બળાત્કારનો વિડીયો પણ બનાવ્યો હતો. આ પછી રાહુલે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષ સુધી મહિલાના સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પીડિત મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી ત્યારે કોન્સ્ટેબલે તેની સાથે લગ્નનું કરવા માટે ખોટું વચન આપ્યું હતું.થોડા દિવસો પછી જ્યારે મહિલાએ રાહુલને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું, ત્યારે તેણે પોતાને ઉચ્ચ જાતિનો હોવાનો દાવો કરીને લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ પછી પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને દોઢ વર્ષનો પુત્ર છે, જેના પિતા રાહુલ જાટ છે.ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશન હાલ આરોપીને શોધી રહી છે. રાહુલ જાટ ખરેખર પોલીસ કોન્સ્ટેબલ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર આ નામનો કોન્સ્ટેબલ દોઢ વર્ષ પહેલા શાહજહાનાબાદ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. બાદમાં તેની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement