ચેતજો/ ગુજરાતમાં ફરી ભારે વરસાદ સાથે પુનઃચોમાસું થશે સક્રિય,હવામાન વિભાગે કરી મોટી આગાહી…

મિત્રો ગુજરાતમાં વરસાદ મામલે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટો છવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે પરંતુ હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે હાલ નિયમિત અતિભારે વરસાદની સંભાવના નથી બીજી બાજુ હજુ પણ રાજ્યમાં 48 ટકા વરસાદની ઘટ છે જ્યારે લો પ્રેશરની સામાન્ય અસર રાજ્યમાં જોવા મળશે તેવું જણાવ્યું છે.

Advertisement

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લઈને ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગ મુજબ,બે દિવસ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય નું ચોમાસું ફરી આગામી બે દિવસમાં સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આજે જાહેર કરાયેલા વરતારા મુજબ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે તેમજ તેની સાથે એક હવાના ઉચ્ચ સ્તરે એક સાઈકલોનિક સર્ક્યુલેશન પણ આકાર પામ્યું છે આ સંજોગોમાં આગામી તા.6 રોજ વરસાદી સિસ્ટમ મજબૂત થવાની શકયતા છે. સાથે જ ચોમાસાનો પશ્ચિમી છેડો જે હાલમાં તેના નિર્ધારિત રૂટથી ફંટાયો છે એ પણ લો પ્રેશર સાથે ભળી ગયો છે અને આ છેડો દક્ષિણમાં તેના મૂળ રૂટ ઉપર ફંટાવાની શક્યતા છે.

મિત્રો હવામાનની આ સ્થિતિમાં મધ્ય ભારત તેમજ તેને અડીને આવેલા ઉત્તર ભારતમાં સારા વરસાદની સંભાવના છે. સાથે જ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં છૂટાછવાયા વિસ્તારમાં આગામી તા.5 અને 12 દરમિયાન વરસાદની શકયતા છે જોકે, આ બે દિવસને બાદ કરતા સારા વરસાદ માટે ફરી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી ખેંચ પડવાની ગંભીર સ્થિતિ આકાર લઈ શકે છે. એક અંદાજ મુજબ લો પ્રેશર બાદ જો ચોમાસાનો પશ્ચિમી છેડો પોતાની દક્ષિણના મૂળ રૂટ ઉપર નહીં ફંટાય તો ફરીથી વરસાદ હાથતાળી આપી જાય તેમ છે.

Advertisement