ખજૂર ભાઈ એ કહ્યું રડો નહીં હજુ તમારે 100 વર્ષ જીવવાનું છે,ખજૂર ભાઈનું બોલે છે કામ,4 દિવસમાં એકસાથે 3 ઘર બનાવી નાંખ્યા…

આજકાલ સોશિયલ મીડિયામાં ગુજરાતી કોમેડી કલાકાર ખજૂરભાઈ એટલે કે નિતિન જાની છવાયેલા છે આ વખતે ફની વીડિયો નહીં પણ સેવા કામના કારણે તેઓ ચર્ચામાં છે તાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્રમાં થયેલી ખાના-ખરાબી બાદ નિતિન જાનીએ ભગીરથ સેવા કાર્ય આદર્યું છે છેલ્લાં એક મહિનાથી નિતિન જાની તેમની ટીમ સાથે જાતે અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવા કાર્ય કરી રહ્યા છે.

Advertisement

તેમના કહેવા પ્રમાણે તેમણે અત્યાર સુધીમાં પોતાના ખિસ્સામાંથી એક કરોડ રૂપિયા જેટલી માતબર રકમની સહાય આપી છે નિતિન જાનીના આ નેક કામના કારણે લોકો તેને ગુજરાતનો સોનુ સુદ ની ઉપાધિ આપી રહ્યા છે નિતિન જાની તેમના ભાઈ તરૂણ જાની પિનાકિન ગોહિલ દિનેશભાઈ નિમાવત તથા રામભાઈ એમ પાંચ લોકો સાથે મળીને જરૂરિયાતમંદ લોકોને દરેક પ્રકારની સહાય કરે છે એવા માં જ મિત્રો ખજૂરભાઈએ ચાર દિવસ ત્રણ ઘર બનાવીને લોકોની સહાય કરી છે તો ચાલો મિત્રો જાણીએ તેના વિશે વિગતવાર.

મિત્રો અહીંયા માટીના ઘરમાં રહેતા આ પરિવારનું ઘર પડી ગયું હતું અને ખજૂરભાઈને આ વાત ની જાણ થતા જ ત્યાં પોહચે છે અને ઘર બનાવાનું કામ ચાલુ કરી દે છે અને પેહલા દિવસે પથ્થરો લાવી દે છે અને હવે બાકીનું કામ આવતીકાલે ચાલુ કરશે મિત્રો બીજા દિવસે ખજૂરભાઈ જેસીબી સાથે જ આવે છે અને એક સાથે જ ત્રણ ઘર ની માટી કાઢી નાખશે અને આ હાડીડા ગામે કામ ચાલુ છે મિત્રો થોડા ટાઈમ પછી ત્રણ ઘર પર જેસેબી ફેરવાઈ જાય છે અને બાકી નું કામ બીજા દિવસે મિત્રો બીજા દિવસે ખજૂર ભાઈ 10થી12 જેવા મજૂરો ને ઘર બનાવવા માટે બોલાવે છે.

અને ખજૂર ભાઈ નો ટારગેટ છે કે ત્રણ થી ચાર દિવસમાં આ ત્રણ ઘરો નું કામ પતાઈ દઈશું અને હવે ખજૂરભાઈ ઘરનું કામ ચાલુ કરવી દે છે અને મુહૂર્ત પણ કરી દીધું છે અને હવે ખજૂરભાઈ બા અને દાદા ને મળે છે તો બા અને દાદા ખજૂરભાઈ ને આશીર્વાદ આપે છે અને બા કહે છે કે અમારે અહીંયા અમે બે જ રહીએ છે અને મારા ઘરવાળા ને હાર્ટ નો પ્રૉબ્લેમ છે તો ખજૂર ભાઈ કહે છે કે બા ટેનશન ના લો હજુ તો 100 વર્ષ જીવવાનું છે અને મોજ કરવાની ટેનશન નઈ લેવા નું દાદા ની ઉમર 75 વર્ષ છે અને પછી બા અને દાદા ના આશીર્વાદ લઈને ખજૂર ભાઈ આગળ વધે છે.

ત્રીજા દિવસે ઘરોની ટાકીઓ સાથે ખજૂર ભાઈ આવે છે અને ત્યાં ના ગ્રામજનોએ પણ ઘરના કામોમાં ખજૂરભાઈ ની સાથે જ હતા અને આ સાથે બધા માડીને પાણીની ટાકીઓ ઉતારે છે અને કામ ચાલુ કરી દે છે અને આ બધું કામ પતાવીને ખજૂર ભાઈ પાછા તેમના રૂમ પર જાય છે અને હવે ચોથા દિવસે ખજૂર ભાઈ કહે છે.

કે આજે છેલ્લો દિવસ છે અને આજે ત્રણ ઘરોનું કામ પણ પતિ જશે આજે ઘરોના દરવાજા અને થોડું રીનોવેર્ટ કરવાનું બાકી છે અને સાથે કામ ચાલુ થઈ જાય છે ત્યાંના લોકો તેમની સાથે મદદ પણ કરતા હતા અને આ સાથે યુસુફ ભાઈ ઘરના દરવાજા બેસાડવા આવે છે અને કામ ચાલુ કરી દે છે અને સાંજ સુધીમાં બધું કામ પૂરું થઈ જાય છે અને બધા ખજૂરભાઈ સાથે ભેગા મળીને ખજૂરભાઈનો આભાર માને છે.

અત્યાર સુધી કેટલા રૂપિયાની મદદ કરી.નિતિન જાનીએ કહ્યું હતું, ‘ગયા વર્ષે જ્યારે કોરોના આવ્યો ત્યારથી મારી જેટલી પણ યુ ટ્યૂબની આવક આવે છે, તે તમામ હું માત્ર ને માત્ર સેવા પાછળ ખર્ચ કરી રહ્યો છું. અત્યાર સુધી 1 કરોડથી પણ વધારે પૈસાની મદદ હું કરી ચૂક્યો છું. છેલ્લાં થોડાં સમયથી હું રોજના દોઢ લાખ રૂપિયા ખર્ચું છું. પૈસા તો કમાઈ લેવાશે, પરંતુ હાલમાં તો જેને મદદની જરૂર છે તેને મદદ કરવાનો સમય છે.

Advertisement