લાલ કિલ્લા પરથી સામે આવી 15મી ઓગસ્ટની ઉજવણીની અદભૂત તસવીરો,જોઈને તમે પણ કહેશો જય હિન્દ…

આખા દેશમાં આ સમયે આઝાદીની 75મી વર્ષગાંઠનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે દેશ ને ગર્વ થાય એવી તસવીરો થઈ રહી છે વાયરલ. આજે આખા દેશ માં તિરંગો લહેરાવ્યાં આવ્યો હતો. સામાન્ય નાગરિકોથી લઇને સરહદની રક્ષા કરનારા વીર જવાનોએ પણ ઉંચા પહાડોમાં તિરંગો ફરકાવીને સ્વતંત્રતા દિવસનો જશ્ન મનાવ્યો. વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની શાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો. જુઓ દેશમાં આઝાદીના દિવસની આ શાનદાર તસવીરો.વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી આજે 8મી વાર તિરંગો ફરકાવ્યો. આ પછી તેને લગભગ દોઢ કલાક સુધી દેશને સંબોધન કર્યુ.પીએમ મોદી તરફથી ઝંડો ફરકાવવા દરમિયાન ભારતીય વાયુસેનાની તાકાત પણ દેખાઇ.

Advertisement

ભારતીય વાયુસેનાના બે હેલિકૉપ્ટર્સે આજે પહેલીવાર લાલ કિલ્લાની ઉપર ફૂલોનો વરસાદ કર્યો.આ દરમિયાન લાલ કિલ્લામાં આઝાદીનો જશ્ન મનાવવા માટે ટોક્યો ઓલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ આમંત્રિત કરવામા આવ્યા.પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કેટલીય નવી જાહેરાતો પણ કરી અને કહ્યું કે હવે પહેલીની સરખામણીમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.

લાલ કિલ્લા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય મંત્રી, અજય ભટ્ટ, ચીફ સેનાની ત્રણેય પાંખોના પ્રમુખોએ પીએમ મોદીની આગેવાની કરી.આવી હતી સુરક્ષા.લાલ કિલ્લાની ચારે તરફ 9 એન્ટ્રી ડ્રોન રડાર તૈયાર કરવામાં આવ્યા હતા. ફેસ રિકોગ્નિશનવાળા 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેથી દરેક ચહેરાની માહિતી રાખી શકાય. લાલ કિલ્લાના મુખ્ય દ્વારની બહાર મોટા-મોટા કન્ટેનરર લગાવવામાં આવ્યા હતા. તેનાથી લાલ કિલ્લાને સામેથી જોઈ શકાશે નહીં.

આશરે 15થી 20 કન્ટેનરોનો ઉપયોગ કરવામાં આવ્યા હતા. માત્ર લાલ કિલ્લાની સુરક્ષામાં 5 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય દિલ્હીમાં 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત હતા. સાવચેતીના ભાગ રૂપે દિલ્હીની બધી સરહદોને બંધ કરી દેવામાં આવી હતા. અથવા સુરક્ષા વધારી દેવામાં આવી હતા. દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.સુરક્ષામાં કોઈ કમી ન રહે તે માટે દિલ્હી પોલીસ સિવાય અર્ધસૈનિક દળો, એનએસજી કમાન્ડો અને એસપીજીના જવાનો પણ તૈનાત હતી.

ઉંચી ઇમારતો પર સ્નાઇપર્સ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય સરકારી ઇમારતોની પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. 15 ઓગસ્ટને લઈને સુરક્ષા એજન્સીઓએ પહેલાથી એલર્ટ જારી કર્યું હતું. કિસાનોના આંદોલન અને ખાલિસ્તાની આતંકીઓની ધમકીને ધ્યાનમાં રાખતા દિલ્હી પોલીસે આ પગલા ભરવા પડ્યા હતા. દિલ્હી પોલીસે લાલ કિલ્લાની આસપાસ આતંકવાદીઓના પોસ્ટર પણ ચિપકાવ્યા હતા. પોસ્ટરમાં છ આતંકીઓનો ફોટો લગાવી તેનું નામ અને એડ્રેસ પણ લખવામાં આવ્યું હતા..

Advertisement