મસાલો (માવો) ખાવ છો તો પહેલા આટલું વાંચી લો નહીં તો થશે ખૂબ નુકસાન…

આજની ભાગાદોડી વાળી જીંદગીમાં લોકો વ્યસન તરફ સરળતાથી વળી જાય છે, પહેલા શોખથી શરુ આ વસ્તુ કયારે બંધાણ થઇ જાય છે, તે તેનું સેવન કરતા લોકોને પણ ખબર નથી પડતી, તેમાં પણ તમાકુનું વ્યસન આપણા ગુજરાતમાં હદ કરતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજે એક સરસ વાત કરવાની છે કે જે લોકો ખૂબ જ પ્રકારે માવાના ખાવાના બંધાણી થઈ ગયા છે જેમાં ખાસ કરીને યુવાનો અને તમાકુવાળા અથવા તો એ પ્રકારના ઉપદ્રવો વાળા માવા વગર ચાલે જ નહીં. એક દિવસ માવો ન ખાઈએ તો કઈ ગમે નહિ, માથું દુખે, ગુસ્સો આવે છે.આપને એટલા બધા બંધાણી થઈ ગયા છીએ કે આપણે ઘરે થી આપણા વડીલ હોય માતા-પિતા કોઈપણ માવા ખાવાની ના પાડે તો આપણે તેના પર ખૂબ ગુસ્સો કરીએ છીએ.

Advertisement

પરંતુ એક એવો માવો છે કે જેમાં તમાકુ નું નામ જ નથી કે કોઈ પણ એવા તત્વ જે આપણા શરીરને નડી શકે એવા કોઈ તત્વ નથી.આજે એવા હર્બલ ઔષધી મા વિશે તમને જણાવીશું. સૌ પ્રથમ આ હર્બલ માવામાં સોપારી અહિત સાત ઔષધ દ્રવ્યો છે. જેમા સોપારી, શેકેલી વરિયાળી, અજમાનો કરકરો પાવડર,લવિંગ, જેઠીમધ, હરડેના ટુકડાં, અને નાગરવેલના પાન ના ટુકડા નાખવામાં આવે છે.આ બધું મિક્સ કરીને માવો બને છે. આ બધી વસ્તુ ભેગી કરીને જે રીતે મસાલો બનાવતા હોઇએ એ રીતે ઘરે જ બનાવી ને ખાઇ શકો છો. ( આ મસાલો ઘરે જ બનાવવો, બજારમા ક્યાય પણ મળશે નહી ).

યુવાનો અને વડીલો જો આમાં ગુલકંદ ઉમેરીને આ હર્બલ માવો ખાઈ શકે છે. આમાં સોપારી, શેકેલી વરિયાળી, અજમા નો પાવડર, લવિંગ,જેઠીમધ અને હરડે ના ટુકડા તેમજ નાગરવેલના પાન ના ટુકડા ઉમેરવામાં આવે છે. હવે આ માંવા વિશે વાત કરીએ તો સોપારી પ્રમાણસર ખાવામાં આવે તો તેના ફાયદાઓ શરીરને થાય છે એનો લાભ પણ મળે છે.જૂના જમાનામાં આપણા વડીલો જમીને કે ચા પીને કાચી સોપારી ખાતા. જો પ્રમાણમાં ખાવામાં આવે તો શરીરને લાભ કરતાં થતી વરીયાળી છે પિતનાશક ઠંડી છે. મોઢામાં આવતી દુર્ગંધને પણ દૂર કરનારી છ. અજમો પેટના રોગ, વાયુશામક છે. લવિંગ મોંમાં દુર્ગંધ આવતી હોય તો તે દૂર કરે છે. જેથીમધ કફનો નાશ કરે છે. હરડેના ટુકડા વાત પિત કફ ત્રણેય દોષોને દૂર કરે છે. પેટ સાફ રાખે છે. કબજિયાત પણ દૂર કરે છે.

મિત્રો આ માવો પૌષ્ટિક પણ છે, રુચિ આપનારો છે. નાગરવેલના પાન પાચન માટે ફાયદાકારક છે. આવતી દુર્ગંધ પણ દૂર કરે છે. આ હર્બલ માવા ખાવા ના આટલા બધા ફાયદાઓ રહેલા છે. તો આપણે આ હર્બલ માવો આ પ્રકારે કુદરતી રીતે બનેલો ખાશું તો આપણું આરોગ્ય સુધરશે.પેલા તમાકુ વાળા માવા નું સેવન કરશો તો કેન્સર જેવા ભયાનક રોગો થવાની પૂરેપૂરી શક્યતા છે અને મોઢાના, દાઢ, ગળા, અન્નનળીના, હોઠ જેવા કેન્સર થાય છે. આ માવો ખાવાથી ભયાનક રોગોથી પણ આપણે દૂર રહી શકીએ. તો દરેકને મારો અનુરોધ છે કે તમાકુ વાળા માવા ને બદલે હર્બલ માવો ખાવાની ટેવથી પાડશું અને આ ટેવ પાડવામાં આવે તો આપણે વ્યસન થી પણ દૂર રહીશું અને આપણું શરીર નીરોગી રહેશે.

પહેલાના સમયમાં આપણા ઘર-પરિવારના વડીલો જમ્યા પછી કાચી સોપારી સુડીથી કાપીને ખાતા હતા પણ તેઓ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરતા હતા અને તમાકુને હાથ પણ નહોતા લગાડતા. કાચી સોપારીનું સેવન જો મર્યાદિત માત્રમાં કરવામાં આવે તો તે પણ આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.આર્યુવેદીક માવામાં રહેલી વરીયાળીની પ્રકૃતિ ઠંડી છે અને તે શરીરમાં રહેલા પિત્તનો નાશ કરે છે અને મોઢાની દુર્ગંધથી છુટકારો આપે છે, અજમો શરીરમાં થયા વાયુને કાબુમાં રાખે છે અને પેટના રોગોમાં અસરકારક પરિણામ આપે છે, લવિંગ મોઢાની દુર્ગંધ અને દાંતના રોગોથી રાહત આપે છે અને જેઠીમધ કફને દૂર કરે છે.

આ ઉપરાંત આર્યુવેદીક માવા વપરાયેલી ઔષઘી વાત, પિત્ત અને કફને પણ શરીરમાં નિયંત્રિત કરીને ત્રણેય દોષોનો નાશ કરે છે અને કબજીયાત દૂર કરીને પેટને સાફ રાખે છે. દરેક ઔષઘી એક વિશિષ્ટ ગુણ ધરાવે છે જે કોઈને કોઈ રીતે આપણા શરીરને ફાયદાઓ પહોંચાડે છે, જયારે તેની સામે તમાકુ વાળા માવા કેન્સરથી લઈને પેટના, આંતરડાના, મોઢાના, લોહીના અનેક રોગોને શરીરમાં જન્મ આપે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે ઔષઘીવાળા માવા ખાઈને શરીર સુધારીને ધીમે ધીમે આ વ્યસન છોડવું છે કે કેમિકલ યુક્ત માવા ખાઈને જીવન છોડવું છે.

Advertisement