જાણો ભગવાન કૃષ્ણના નિધિવન નું રહસ્ય,આજે પણ અહીં રાસ રમવા આવે છે ભગવાન કૃષ્ણ,જો અહીં કોઈ માણસ ગયો તો સમજો..

નમસ્કાર મિત્રો આજના લેખમાં આપણું સ્વાગત છે અને આ લેખમાં આપણે અમે એક નવી જ માહિતી જણાવવાના છીએ તેમજ દેશભરમાં જુદા-જુદા પ્રકારની જગ્યાઓ આવેલી છે જેની આપણે પણ ખબર જ હશે અને તેમજ આવી કેટલીક સુંદર, કેટલીક ડરામણી, કેટલીક ઐતિહાસિક અને કેટલીક રમુજી અને તેમજ કેટલીક વુંદાવનમાં નિધિવન પણ આવી જ એક રહસ્યમય જગ્યા છે તે પણ અહીંયા જણાવ્યું છે

Advertisement

અને તેમજ એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ રાધા રાણી સાથે રાસ લીલા કરવા માટે દરરોજ રાત્રે અહીં આવે છે એમ જણાવવામાં આવ્યું છે અને તેમજ જ્યાં આખી રાત રાસ રચાવ્યા પછી પણ તેઓ સવારે પોતાની નગરીમાં પાછા ફરે છે અને જાય છે જ્યારે આ શ્રીકૃષ્ણની ભૂમિ વૃંદાવનમાં સુંદર મંદિરો છે જેની વાત કરવામાં આવે તો પણ નિધિવનની પોતાની લોકપ્રિયતા છે તો ચાલો તેની સાથે જોડાયેલી રહસ્યમય બાબતો જાણીએ કે શુ શુ જોડાયેલ છે.

નિધિવન ખૂબ જ પવિત્ર અને રહસ્યમય ધાર્મિક સ્થળ છે. એવું કહેવાય છે કે દરરોજ મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણ અને શ્રી રાધા રાસ રચાવે છે. રાસ પછી, નિધિવન પરિસરમાં સ્થાપિત રંગ મહેલમાં સૂઈ જાય છે. લાડુ અથવા માખણ મિશ્રીને દરરોજ રાત્રે રંગ મહેલમાં પ્રસાદ સ્વરૂપે રાખવામાં આવે છે.

તેમજ શ્રુંગારનો સામાન પણ રાખવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ પ્રસાદ આરોગે છે અને રાધા રાણી શ્રુંગાર કરે છે. સૂવા માટે પલંગ પણ રાખવામાં આવેલો છે. આ પલંગને સવારે જોયા પછી, એવું લાગે છે કે કોઈ વ્યક્તિ રાત્રે આ પલંગ પર આરામ કરવા આવી અને પ્રસાદ પણ ખાધો છે.

અહીંના વૃક્ષોની પણ એક ખાસિયત છે. અહીં બે-અઢી એકરમાં ફેલાયેલા નિધિવનના વૃક્ષોની વિશેષતા એ છે કે અહીં કોઈ વૃક્ષ સીધું જોવા મળશે નહીં. તમામ વૃક્ષોની ડાળીઓ વાળેલી અને એકબીજા સાથે જોડાયેલી દેખાય છે. માન્યતા મુજબ આ વૃક્ષો રાત્રે ગોપીઓનું રૂપ ધારણ કરે છે. નિધિવન દર્શન દરમિયાન ગાઈડ દ્વારા માહિતી આપવામાં આવે છે કે જે પણ વ્યક્તિ રાસલીલાને જુએ છે એ આંધળી, બહેરી, કે પાગલ થઇ જાય છે, જેથી તે આ રાસલીલા વિશે કોઈને કહી ન શકે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ રાસલીલા જોનાર વ્યક્તિઓ માટે પણ અહીંયા સામાન્ય જીવન નથી જીવી શકતી તેમ પણ કહેવામાં આવ્યું છે અને હા એટલે જ અહીંયા રાતના 8 વાગ્યા પછી પશુ-પક્ષીથી માંડીને પૂજારી સુધી દરેક જણ ત્યાંથી નીકળી જાય છે અને અહીંના મુખ્ય દરવાજાને તાળું મારી દેવામાં આવે છે

તેવું જણાવવામાં આવ્યું છે અને આ સાથે જ સવારે જ્યારે રંગમહાલના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે બધી વસ્તુઓ વેરવિખેર થયેલી જોવા મળે છે અને ભીનું થયેલું દાતણ પણ મળે છે જેવું જણાવવામાં આ આવ્યું છે અને આ વિશે માહિતી આપી છે.

અંતમાં આ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા આવા ઘણા મંદિરો છે કે જ્યાં ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ છે જેની પણ અહીંયા માહિતી આપી છે અને તેમજ અહીંથી થોડા અંતરે રંગ મહેલ નામનું બીજું મંદિર છે તેવી જાણકારી આપી છે અને તેમજ જેનું પોતાનું વિશેષ મહત્વ છે અને માનવામાં પણ આવે છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા ભગવાન પોતે રાધાને શણગારે છે.

Advertisement