પોતાનાં પ્રેમી ને મોબાઈલ આપવા મહિલાએ કરી નાખ્યું એવું કાર્ય કે પતિ ને આઘાત લાગ્યો…..

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે વટવાની એક સોસાયટીમાં ઘરફોડ ચોરી થઈ હતી. આ અંગે ઘરના મોભીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને તપાસ શરૂ કરી હતી ઘરમાં એફએસએલની મદદ લેવામાં આવી તો ચોરીની જગ્યાની આસપાસ માત્ર ફરિયાદ કરનારની પત્નીના જ ફિંગરપ્રિન્ટ મળ્યા હતા પહેલા પોલીસને મહિલા પર શંકા ગઈ અને પછી પોલીસે તપાસ શરૂ કરી તો ચોંકાવનારી વિગત સામે આવી હતી.અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ રાજપથ બંગ્લોઝમાં એક ચોરીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં તસ્કરોએ ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી હતી.

Advertisement

આ મામલે પોલીસે તપાસ કરી તો ચોકવનારો ખુલાસો સામે આવ્યો, જેમા ફરિયાદીની પત્નીએજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.જેમાં ઘરની જ પરિણીતાએ કુંવારો બોયફ્રેન્ડ રાખ્યો હતો. જેને ગિફ્ટ આપવા ઘરમાં ચોરી કરી પણ ચોરી પકડાઈ ગઈ અને ભાંડો ફૂટી ગયો હતો. પરિણીતાએ ચોરેલો માલ તેની ફઈના ઘરે રાખવા માટે આપ્યો તો ફઈનો પણ બોયફ્રેન્ડ હતો. જેને વેપારમાં નુકસાન થતાં તે કિંમતી વસ્તુઓ તેને આપી દીધી હતી. પારિવારીક સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. હવે આ કેસમાં પોલીસે ફરિયાદીની પત્નીની ઉલટ તપાસ કરી અને સાયન્ટિફિક પૂરાવા શોધવાનું શરૂ કર્યું હતું.

ચોરીની માહિતી ફરિયાદ મળતાજ પોલીસે તપાસ આરંભી હતી. પોલીસને આ મામલે ફરિયાદીની પત્ની પર શંકા ગઈ હતી. જેથી પોલીસે પત્નીનીજ પૂછપરછ કરી જે પૂછપરછમાં પત્ની ભાંગી પડી અને તેણે સમગ્ર મામલે પોતેજ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.પ્રેમીને મોબાઈલ અપાવા કરી હતી ચોરી.સમગ્ર મામલે પત્નીએ એવી કબૂલાત આપી કે તેના અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો હતા. તેના પ્રેમીને તે મોંઘો મોબાઈલ ગિફ્ટ આપવા માગતી હતી. જેથી તેણે ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી મામલે મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી કે તેમના ઘરમાં ચોરી થઈ છે જેથી પોલીસે તપાસ આરંભી જેમા ફરિયાદીની પત્નીજ આરોપી નીકળી હતી.

પોલીસે બંને મહિલાની પૂછપરછ કરતા ઘરમાં ચોરી કરીને તેના બોયફ્રેન્ડને 92 હજારનો મોબાઈલ પણ અપાવ્યો હતો. પણ બીજા મુદ્દામાલની રિક્વરી કરવા માટે પોલીસ મથી રહી હતી, ત્યારે પોલીસને પરિણીતાના ફઈની પૂછપરછ કરી હતી પરિણીતાએ ઘરમાંથી ચોરાયેલો 8 લાખથી વધુના મુદ્દામાલની કડી પોલીસને મળી ગઈ છે. પોલીસે હાલ બંને મહિલાઓને પકડીને મુદ્દામાલ રિક્વર કરવા માટે તેમના બોયફ્રેન્ડ સુધી તપાસ આગળ વધારી છે.લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી.ઉલ્લેખનીય છે કે ચોરીના બનાવને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે પોલીસે ગણતરીના દિવસોમાં આ કેસ ઉકેલી કાઢ્યો. પરંતુ પત્નીએજ ચોરીને અંજામ આપ્યો તે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. સાથેજ ગણતરીના દિવસોમાં પોલીસે કેસ ઉકેલ્યો જેના કારણે લોકોએ પોલીસની કામગીરીને પણ બીરદાવી છે.

Advertisement