રોજ માં બે કિલોમીટર દૂર થી પાણી લાવતી હતી બે દીકરીઓ થી આ જોવાયું નહીં અને ખોદી નાંખય કૂવો….

તમને બાહુબલી ફિલ્મનો તે દ્રશ્ય તો યાદ હશે, જ્યારે બાહુબલી (શિવ) તેની માતાને ભગવાન શિવના જલાભિષેક માટે દુરથી પાણી લાવે છે. પછી શિવલિંગને ઉપાડીને પાણીની નજીક લાવી દે છે છત્તીસગઢ ના આ જિલ્લા માં પણ 2 દીકરીઓ એ પોતાના માં માટે આવું જ કામ કર્યું છે.

Advertisement

અહીં બે દિકરીઓએ તેમની માતાને બે કિલોમીટર દૂરથી પાણી લાવતા જોયા પછી ઘરની નજીક કૂવો ખોદ્યો. તેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને પ્રકૃતિએ માત્ર 20 ફૂટમાં જ પાણીની ભેટ આપી.છત્તીસગઢ સંસદીય સચિવ ચંપાદેવી પાવલેએ પણ પુત્રીઓની આ હિંમતની પ્રશંસા કરી હતી અને તમામ શક્ય મદદની વાત કરી હતી.અમરસિંહ ગોંડ અને તેની પત્ની જુકમૂલ તેમની બે પુત્રી શાંતિ અને વિજ્ઞાતિ સાથે કાછિયાપરામાં રહે છે.

એવું કહેવામાં આવે છે કે કસહિયાપરામાં 15 પરિવારો રહે છે.જ્યાં તેમના માટે ત્રણ હેન્ડપંપની વ્યવસ્થા કરવામાં આવી છે,પરંતુ બે ખરાબ છે અને એક દૂષિત પાણી મેળવે છે.લોકો પાણી માટે બે કિલોમીટર દૂર જાય છે.શાંતિ અને વિજ્ઞાતિ ની માતા પણ પરિવારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પાણી માટે દરરોજ બે કિલોમીટરની મુસાફરી કરતી.તેમની માતાની આ સમસ્યા જોઈને પુત્રીઓએ ઘરની નજીક કૂવો ખોદવાનું નક્કી કર્યું અને તેમની હિંમતથી આખી સમસ્યાનું સમાધાન કર્યું.

એવું કહેવામાં આવે છે કે જ્યારે શાંતિ વિજ્ઞાતિ એ ઘરની નજીક કૂવો ખોદવાની વાત કરી હતી, ત્યારે માતાપિતા સહિત બધાએ તેમને મજાક સમજી ધ્યાન પર લીધું ન હતું પરંતુ દીકરીઓને કૂવો ખોદતા જોઈ,તે બધા સહકાર માટે ભેગા થયા હતા અને તેમની મહેનત રંગ લાવી.પેલી કહેવત આ બન્ને દીકરીઓ એ સાબિત કરી દીધી કે મહેનત કરવાથી કઈ પણ કરી શકાય છે.

Advertisement