મિત્રો પતિ પત્નીના સબન્ધ માં ઘણા પ્રકાર ના વિચારો અને સવાલો મનમાં ચાલતા હોય છે તેમજ કેટલીક ફરિયાદ પણ હોય છે તેથી આજે અમે તમને આ બાબત વિશે જણાવા જઇ રહ્યા છે તો ચાલો જાણીએ.ફોરપ્લે એટલે સંભોગ પહેલાંની ક્રિયા. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સંવનનની ક્રિયા. ચુંબન, સ્પર્શ, પરસ્પર ઉત્તેજના થાય એવી વાતચીત અને એકબીજાને ગમે એ વસ્તુ કરવાની ક્રિયા એટલે ફોેરપ્લે.
ફોરપ્લે કરવાથી સ્ત્રી દ્રવિત થઈ જશે અને તેના યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન થશે. આને પરિણામે શિશ્ન યોનિપ્રવેશ કરશે ત્યારે કોેઈ પણ દુખાવા કે તકલીફ વગર અંદર દાખલ થઈ શકશે. સ્ત્રી પણ સામે એટલો જ સારો પ્રતિસાદ આપશે.જાતીય પ્રસન્નતામાં અવરોધ આવે તો પતિ-પત્નીના દાંપત્યજીવનમાં ઘણી મુશ્કેલીઓ સર્જાય છે. સુખી દાંપત્ય માટે ઉભયપક્ષે જાતીય સંતોષનો અનુભવ હોવો જરૂરી છે અને જાતીય સંતોષ માટે જરૂરી છે.
જાતીય પ્રસન્નતામાં અવરોધ આવે તો પતિ-પત્નીના દાંપત્યજીવનમાં ઘણી મુશ્કેલીઓ સર્જાય છે. સુખી દાંપત્ય માટે ઉભયપક્ષે જાતીય સંતોષનો અનુભવ હોવો જરૂરી છે અને જાતીય સંતોષ માટે જરૂરી છે પતિ અને પત્ની બંને વચ્ચે સારું પ્રત્યાયન (કોમ્યુનિકેશન).
પણ લાંબા સમય પરણેલાં હોવા છતાં ઘણા પુરુષો અને સ્ત્રીઓ એકબીજાને પોતાની જાતીય જરૂરિયાતો અને ઈચ્છાઓ નિખાલસપણે જણાવી શકતાં નથી. આને કારણે તદ્દન નાની વિનંતી કે ફરિયાદ કરવાને બદલે તેમનાં મનમાં જ ભરાઈને રહે છે અને પછી તદ્દન વિચિત્ર કે ઘણીવાર વિકૃત રીતે બહાર આવે છે જેના પરિણામે બંને વચ્ચેનું અંતર વધે છે.
અલબત્તા, ઘણા દંપતીઓ વચ્ચે લગભગ સંપૂર્ણ કહી શકાય તેવું જાતીય ઐક્ય સધાતું હોય છે પરંતુ મોટા ભાગનાં પતિ-પત્ની વચ્ચે જાતીયજીવનના સંબંધમાં નાના-મોટાં મતભેદો હોય છે જ. એકબીજા પરત્વેની અપેક્ષાઓ અથવા વ્યક્તિત્વની ખાસિયતોને કારણે ઘણીવાર પતિ-પત્ની એકબીજાના આદર્શ સાથી બનવા સક્ષમ હોતાં નથી.
પરંતુ તેમનાં વ્યક્તિત્વો વચ્ચેનાં તફાવતોનો બંને પૂરેપૂરાં અને હૃદયપૂર્વક સ્વીકાર કરી લે તો તેઓ પોતાના દાંપત્યજીવનને સુખી બનાવી શકે છે. પરંતુ આવા તફાવતોને તેઓ મિટાવી ન શકે તો તેની પ્રતિકૂળ અસર તેમના જાતીય જીવન પર પણ પડે છે.જાતીયજીવનનાં સંબંધમાં પુરૂષોને પોતાની પત્નીઓ સામે જે ફરિયાદો હોય છે તેમાંની પાંચ સૌથી સામાન્ય ફરિયાદો નીચે પ્રમાણેની હોય છે.
અમારી કામેચ્છા એકબીજાની સાથે મળતી નથી અથવા તો સુસંગત નથી.મને જેટલી વાર સેક્સની ઈચ્છા થાય છે તેટલી વાર તેને થતી નથી.” દરેક વ્યક્તિની સંભોગ કરવાની ઈચ્છા અથવા સંખ્યા જુદી જુદી હોય છે. દિવસમાં, અઠવાડિયામાં કે મહિનામાં સંભોગ કેટલી વાર કરવો જોઈએ તે અંગેનું કોઈ જ સામાન્ય ધોરણ નથી.
અલબત્ત લગ્નજીવનની શરૂઆતમાં સંભોગની ફ્રિક્વન્સી કરતાં લગ્નજીવનનાં પાછલા સમયમાં સંભોગની ફ્રિક્વન્સી ઓછી હોય છે અને ઘણા પુરૂષોનાં મનમાં આ ઓછી થયેલી ફ્રિક્વન્સી ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરે છે.
આમ છતાં, દંપતીમાંનો એક પક્ષ બીજા પક્ષ કરતાં વધુ વખત કામેચ્છા કરતો હોય ત્યારે મુશ્કેલીઓ સર્જાય છે. પુરૂષ સ્ત્રી કરતાં વધુ વાર સંભોગ કરવાની ઈચ્છા રાખતો હોય અને પત્ની તેની અપેક્ષા પ્રમાણેનો પ્રતિસાદ કે પ્રતિભાવ ન આપતી હોય તો પુરૂષે પોતાના અભિગમને વધુ રોમેન્ટીક તેમજ સ્ત્રીમાં સેક્સની ઈચ્છાને જન્માવે તે પ્રકારનો બનાવવો જોઈએ.
ઘણા પુરૂષોની અપેક્ષા એવી હોય છે કે તેમની સહચારિણી કોઈ પણ સમયે સંભોગ કરવા માટે તૈયાર હોવી જોઈએ. ઘણી સ્ત્રીઓએ મને જણાવ્યું છે કે તેમને સંભોગ કરવાનો વાંધો નથી હોતો પણ પુરૂષો વધારે પડતા ઉતાવળા થઈ જાય છે. આથી પુરૂષોએ સેક્સ અંગે થોડા વધુ મનનશીલ બનવું જોઈએ અને સંભોગ કરતાં પહેલાં તેની પૂર્વ તૈયારી (ર્ખિૅનચઅ)ને થોડો વધુ સમય આપવો જોઈએ કારણકે ખરી મઝા મુસાફરીની છે ગંતવ્યવસ્થાને પહોંચી જવાની નહિં.
તે ક્યારેય શરૂઆત કરતી નથી,પોતાની પાર્ટનર સામેની પુરૂષોની આ સૌથી સામાન્ય ફરિયાદ હોય છે. ઘણી સ્ત્રીઓ હજુ પણ એમ માનતી હોય છે કે સેક્સમાં તેમને આનંદની લાગણી થઈ જોઈએ નહિં અને તેઓ સેક્સને ફક્ત પોતાના પતિ તરફની એક જવાબદારી જ સમજે છે. જ્યારે મોટા ભાગના પુરૂષો એમ ઈચ્છતા હોય છે કે સ્ત્રી જ સેક્સની શરૂઆત કરે.
જો પુરૂષ એમ ઈચ્છતો હોય કે તેની પાર્ટનર પહેલ કરે તો તેણે પોતાના સાથીને તેમ કહેવું જોઈએ. એટલું જ નહિં તેણે તેને એમ સમજાવવું પણ જોઈએ કે તે (સ્ત્રી સાથી) પહેલ કરશે તેનાથી તેના (પુરૂષના) મનમાં તેને માટે કોઈ નકારાત્મક ભાવના ઊભી નહિં થાય.
કોઈ સ્ત્રીને તેના સાથીના શિશ્નને સ્પર્શ કરવાનું ન ગમતું હોય તો તેના સાથીએ તેની પર તેમ કરવા માટે કોઈ પ્રકારનું દબાણ ન કરવું જોઈએ પણ તેના અણગમાનું કારણ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ.
સ્ત્રીનો ઉછેર જ એવા વાતાવણમાં થયો હોય જ્યાં સેક્સને લગતી બાબતોને નૈતિક દ્રષ્ટિએ ખરાબ માનવામાં આવતી હોય તો પુરૂષે તેને સમજાવીને તેનાં માનસિક બંધનો દૂર કરવાં જોઈએ. સ્ત્રીને સંપૂર્ણ વસ્ત્રહીન દશામાં અથવા બત્તી ચાલુ રાખીને સંભોગ કરતાં સંકોચ થતો હોય તો પુરૂષે તે બેડરૂમમાં મીણબત્તીઓ સળગાવવી જોઈએ અથવા ઓછા વોલ્ટેજનો બલ્બ વાપરવો જોઈએ.
એક મહત્ત્વની હકીકત એ હોય છે કે કોઈ પણ સ્ત્રી દેખાવે ગમે તેટલી આકર્ષક હોય તો પણ પોતાના શરીરનો કોઈ અવયવ સુંદર નથી તેવી માન્યતા તેના મનમાં હોય છે જ. આવી સ્થિતિમાં પુરૂષે સ્ત્રીને સમજવાવું જોઈએ કે તેનું શરીર જેવું છે તેવું જ તેને બહુ ગમે છે.
પુરૂષ એમ ઈચ્છતો હોય કે તેની સ્ત્રી સાથી સેક્સની બાબતમાં વધુ કલ્પનાશીલ બને તો સ્ત્રી નિરાંત અને સલામતી અનુભવે તેવું વાતાવરણ તેણે ઊભું કરવું જોઈએ. પ્રયોગનો અર્થ જ એ કે પરિણામ શું આવવાનું છે તે તમે અત્યારે જાણતા નથી. આથી પુરૂષ સ્ત્રીને એમ સમજાવે કે બધુ સમુસૂતરું ન ઉતરે તો કાંઈ જ વાંધો નથી તે અત્યંત મહત્ત્વનું છે.
સેક્સ માટેની મારી ચેષ્ટાઓને તે અવગણે છે અને તેની આ અસંવેદનશીલતાને કારણે હું મારું શિશ્નોત્થાન ગુમાવી બેસું છું.કોઈ સ્ત્રી પોતાના સાથીની ચેષ્ટાઓને અવગણે અથવા નકારાત્મક પ્રતિભાવ આપે તો તેનો અર્થ એ કે તેમના સંબંધમાં કાંઈક ખૂટે છે. અલબત્ત, જો તે ક્યારેક જ આમ કરતી હોય તો તેનો અર્થ એ કે તેમ કરતી વખતે તે સંભોગ કરવાના મિજાજમાં નથી. પણ સ્ત્રીએ પૂરેપૂરું સમજી લેવું કે શિશ્નોત્થાન સંપૂર્ણપણે પુરૂષના અંકુશ હેઠળ હોતું નથી અને ઘણીવાર ખૂબ જ તે તદ્દન નજીવા કારણસર શિશ્નોત્થાન ગુમાવી બેસે છે.
આવી સ્થિતિમાં પુરૂષે પણ સમજવું જોઈએ કે તેની સાથી અત્યારે ખરેખર સેક્સ કરવા તૈયાર નથી. પણ પુરૂષ સ્ત્રીની આ લાગણીને સમજતો ન હોય તો સ્ત્રીએ પુરૂષ તરફ અણગમો દર્શાવવો ન જોઈએ અને આ બાબતની ચર્ચા માટે યોગ્ય હોય તેવી તકની રાહ જોવી જોઈએ. આ સાથે જ પોતાના સાથીની શિશ્નોત્થાનને લગતી સમસ્યાઓ બદલ સ્ત્રીએ પોતાની જાતને દોષિત સમજવી ન જોઈએ કારણ કે આમ તો દરેક દરેક વ્યક્તિ સાથે બનતું હોય છે અને તેમાં પુરૂષ કે સ્ત્રી કોઈનો વાંક નથી.
તે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં અચકાય છે અને જાતીયતાની પરાકાષ્ઠા સુધી પહોંચતાં બહુ વાર લગાડે છે.ઘણી સ્ત્રીઓને મળેલું જાતીય શિક્ષણ તેમને એમ માનવા પ્રેરે છે કે તેમને જાતીય આનંદની પરાકાષ્ઠાનો અનુભવ કેવી રીતે કરાવવો તે પુરૂષ-સાથી સમજે અથવા જાણે છે. પરંતુ હકીકત એ છે કે પુરૂષ ફક્ત પોતાની ઈન્દ્રિયસ્ફુરણા દ્વારા જ સ્ત્રીની સેક્સ અંગેની જરૂરિયાત જાણી શકતો નથી કારણકે દરેક સ્ત્રીની ઈચ્છા અને જરૂરિયાત જુદાં જુદાં હોય છે.
આ ઉપરાંત સામાન્ય રીતે સ્ત્રીને પુરૂષ કરતાં પરાકાષ્ઠા સુધી પહોંચતા વધારે સમય લાગે છે એટલે સ્ત્રી જો પોતાની જરૂરિયાત વિશે પુરૂષ સાથીને જણાવતી ન હોય તો પુરૂષે તેને આ બાબતમાં વધુ મુક્ત અને નિખાલસતાથી વાતો કરવા સમજાવવી જોઈએ. પ્રત્યાયનના અભાવને કારણે સ્ત્રી નિરાશ રહે છે અને તેની આ નિરાશા પુરૂષને પણ નિરાશ બનાવે છે. પરાકાષ્ઠા પર પહોંચતાં સ્ત્રીને પુરૂષ કરતાં વધારે સમય લાગે છે તે વિધાન સાપેક્ષ છે તેથી સ્ત્રી અને પુરૂષ બંનેએ સંભોગક્રિયામાં સાથીની જરૂરિયાત પ્રમાણે ફેરફારો કરવા જોઈએ.
સ્ત્રીને પોતાના પુરૂષ સાથી સામે સામાન્ય રીતે નીચે જણાવેલી પાંચ ફરિયાદો હોય છે. તે સહેજ પણ રોમેન્ટીક નથી અને અમારા સંભોગમાં પૂર્વતૈયારી જેવું લગભગ કાંઈ જ હોતું નથી.સામાન્ય રીતે સ્ત્રી પુરૂષ કરતાં વધુ રોમેન્ટીક હોય છે તેમ કહી શકાય. જોકે આમાં કેટલાક અપવાદો હોવાની શક્યતા પણ છે. સ્ત્રીઓ પ્રેમના વિચારને વધુ પ્રતિભાવ આપે છે જ્યારે પુરૂષ પ્રેમના શારીરિક અનુભવને વધુ પ્રતિભાવ આપે છે. પુરૂષ સ્ત્રી સાથે ફરતો હોય ત્યારે તે વધુ રોમેન્ટીક હોય છે પણ લગ્નના થોડાં વર્ષો પછી તેનામાંનો રોમાન્સ કદાચ બીજી જવાબદારીઓને કારણે ઓછો થઈ જાય છે.
પુરૂષ એમ ધારે છે કે પોતે પોતાની પત્નીને પ્રેમ કરે છે તે તો તે જાણે જ છે એટલે વારંવાર તેને ”હું તને પ્રેમ કરું છું” એમ કહેવાની કોઈ જરૂર નથી. પુરૂષો સેક્સ માટે પણ સ્ત્રી કરતાં પહેલાં તૈયાર થઈ જાય છે. પુરૂષ એક વાર શૃંગારની સ્થિતિમાં મૂકાઈ જાય તેની સાથે જ તે માનસિક રીતે સંભોગ કરવા તૈયાર થઈ જાય છે. જ્યારે સ્ત્રીએ એમ વારંવાર જાણવું પડે છે પુરૂષ પોતાની ઈચ્છા કરે છે. ઘણી સ્ત્રીઓએ સંભોગ કરતાં પહેલાં ઘણી બધી માનસિક અને લાગણી સંબંધિત તૈયારી કરવી પડતી હોય છે.
”અમારી રતિક્રીડામાં વૈવિધ્ય નથી.મારા સાથીને મોટે ભાગે મારા જનન અવયવોમાં જ રસ પડે છે.” જનન અવયવનાં સંભોગમાં જ સ્ત્રીને પણ પુરૂષ જેટલો જ રસ હોય છે. પરંતુ આ અનુભવ તેમને માટે એક મોટા અનુભવના એક ભાગ જેવો હોય છે. પુરૂષ માટે જનનઅવયવ સાથેની ચેષ્ટા તે જ સંભોગ હોય છે.
પણ સ્ત્રી માટે તો સંભોગના અનુભવમાં મીણબત્તીના પ્રકાશમાં લેવાતા ડિનર, ચુંબન અને આલિંગન, એકબીજાના અવયવોનો સ્પર્શ અને પોતાના પ્રેમીના બાહમાં નિરાંતે પોઢી જવું એ બધું જ સંભોગના અનુભવમાં સમાવિષ્ટ હોય છે. આથી પુરૂષે સ્ત્રીને સંભોગ માટે મનામણાં કરવામાં અને તેના શરીરના જનન સિવાયના અવયવોને મહત્ત્વ આપવામાં ધ્યાન આપવું જોઈએ. આમ કરવાથી સ્ત્રીને રતિક્રીડામાં વૈવિધ્યનો અનુભવ થઈ શકે છે.
તે હંમેશા બહુ ઉતાવળમાં હોય છે અને હું સેક્સ માટે તૈયાર થાઉં તે પહેલાં તો પરાકાષ્ઠા પર પહોંચી જાય છે.મોટા ભાગની સ્ત્રીઓ શૃંગાર (ઈરોટીસીઝમ)ના પહેલાથી છેલ્લા તબક્કા સુધી ધીમે ધીમે પહોંચવાનું પસંદ કરે છે. આ તફાવત તેમની રતિક્રીડાના લયમાં પણ પ્રતિબિંબિત થાય છે. આગળ જણાવ્યું તેમ સ્ત્રીને સામાન્ય રીતે પરાકાષ્ઠા સુધી પહોંચતાં પુરૂષ કરતાં વધારે સમય લાગે છે જો કે મોટી વયના પુરૂષો યુવાન પુરૂષો કરતાં પરાકાષ્ઠા સુધી પહોંચતા વધુ સમય લે છે. પણ આ નૈસર્ગિક તફાવતનો અર્થ એ નથી કે સ્ત્રી કે પુરૂષ બંને અથવા બેમાંથી એક અસંતુષ્ટ રહે છે.
સંભોગની આખી ક્રિયા દરમિયાન પુરૂષે ઉતાવળ કરવાને બદલે આ ક્રિયાની એક ચોક્કસ લય જાળવવી જોઈએ અને સ્ત્રીને પોતાની રીતે આનંદ મેળવવાની તક આપવી જોઈએ. પોતે પરાકાષ્ઠા પર પહોંચે તે પહેલાં સ્ત્રી આ અનુભવ કરે તે માટે તેણે પ્રયત્ન કરવો જોઈએ. આ માટે તેણે પોતાના હાથ, મોં અને જરૂરી લાગે તો વાઈબ્રેટરનો પણ ઉપયોગ કરવો જોઈએ.
અમારી રતિક્રીડા પછી આનંદનું કોઈ તત્ત્વ રહેતું નથી.ઘણી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે છે કે રતિક્રીડા પૂરી થઈ જાય એટલે તરત તે (પુરૂષ) ઊંઘી જાય છે. રતિક્રીડા એ સ્ત્રી અને પુરૂષ બંને માટે એક સતત ચાલતો અનુભવ હોવો જોઈએ. સ્ત્રીને સેક્સ માટે તૈયાર કરવાથી માંડીને સંભોગ પછીના પ્રમોપચાર સુધી તે અનુભવ લંબાવો જોઈએ.
અમારા સંબંધમાં ઉત્કટતા નથી.તેને સેક્સની જરૂર હોય ત્યારે જ તે મને અડકે છે.” સંભોગની જરૂર તો સ્ત્રીને પણ હોય છે. પરંતુ તેમને હંમેશા સંભોગ સુધી ન દોરી જાય તેવાં સ્પર્શ અને આળ-પંપાળની પણ જરૂર હોય છે. ચુંબન, આલિંગન દ્વારા પ્રેમીઓ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં હોય છે. અને તેમનાં દ્વારા રતિક્રીડા દરમિયાન ઉશ્કેરાટ અને ઉત્કટતા વધુ સઘન બને છે.સંભોગ બે વ્યક્તિત્વો વચ્ચેની પ્રક્રિયા છે, બે જનન અવયવો વચ્ચેની નહિ. સ્ત્રી અને પુરૂષ બંને સંપૂર્ણ ન હોવાથી તેમની વચ્ચેની અપૂર્ણતા સમાધાનો અને અસરકારક પ્રત્યાયન દ્વારા જ દૂર કરી શકાય છે.