ખુબજ વાયરલ થઈ રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો વૃદ્ધ મહિલા સાથે નો આ વીડિયો જોઇને તમે પણ ભાવુક થઈ જશો…

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદથી સોશિયલ મીડિયા પર બસ સુશાંતની જ ચર્ચા થઈ રહી છે. સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી લેતા બધાંને આઘાત લાગ્યો હતો. સુશાંતની મોત બાદથી જ તેના ઘણાં વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે હાલમાં જ તેનો એક ખૂબ જ ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુશાંત એક વૃદ્ધ મહિલાના આશીર્વાદ લેતો જોવા મળી રહ્યો છે. હકીકતમાં હાલમાં જ સોશિયલ મીડિયા પર સુશાંતનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

Advertisement

આ વીડિયોમાં તે એક વૃદ્ધ મહિલાની સામે જમીન પર બેઠેલો જોવા મળી રહ્યો છે. આ મહિલા વ્હીલચેર પર બેઠી છે અને સુશાંત તેમનો હાથ પકડીને ચૂમી રહ્યો છે. તો તે વૃદ્ધ મહિલા સુશાંતના માથે પ્રેમથી હાથ ફેરવતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો ત્યારનો છે જ્યારે સુશાંત એક વૃદ્ધાશ્રમ ગયો હતો. હાલમાં સુશાંતસિંહ રાજપૂતનાં ફેન્સ તેમની યાદોને તાજા કરવા માટે અવારનવાર સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી રહ્યા છે. સુશાંત હંમેશાથી ચાંદ અને તારામાં દિલચસ્પી રાખતા હતાં, એટલા માટે તેમણે પોતાની પાસે ટેલિસ્કોપ પણ રાખ્યું હતું.

તમને જણાવી દઈએ કે સુશાંતનાં ટેલિસ્કોપ વાળા વિડીયો બાદ હવે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.આ વિડીયોની ખાસિયત એ છે કે તેમાં સુશાંત એક વૃદ્ધાશ્રમમાં નજર આવી રહ્યાં છે, જ્યાં તે વૃદ્ધો સાથે વાત કરતા અને તેમનું દુ:ખ વહેંચતા નજર આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતનો આ વિડીયો હાલનાં દિવસોમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તેમના ફેન્સ આ વીડીયોને જોઇને ઘણા ભાવુક થતા નજર આવી રહ્યા છે.દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં વાયરલ થયેલા વિડિયોમાં તે વ્રુધ્ધાશ્રમમાં એક વૃદ્ધ મહિલા સાથે નજર આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં સુશાંત ઘૂંટણ પર જમીન પર બેસીને એક વૃદ્ધ મહિલા સાથે વાત કરતા કરતા તેમનો હાથ પોતાના માથા પર આશીર્વાદ લેવા માટે રાખે છે. એમ કરવાથી તે વૃદ્ધ મહિલા ઘણી ભાવુક થતી નજર આવી રહી છે. હંમેશા મોટા કલાકાર સંપતિ અને ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ આસમાનની ઉંચાઈઓને જુએ છે અને જમીનને ભુલાવી દે છે પરંતુ સુશાંત સિંહ રાજપૂત એવા જરા પણ નહોતા. તેમના વિડીયો જોઈને સ્પષ્ટ કહી શકાય છે કે તે આસમાન પર રહીને પણ પોતાનાં મુળ સાથે જોડાયેલા હતાં. સુશાંતનો આ વિડીયો અત્યાર સુધી ઘણા ફેન્સની આંખો ભીંજાવી ચુક્યો છે.

આની પહેલા પણ તેમનો ગરીબ બાળકો સાથે મસ્તી કરતો વિડીયો વાયરલ થયો હતો. ખાસ વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂત જેવા દયાળુ વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી. તેમની છેલ્લી બ્લોકબસ્ટર ફિલ્મ “છીછોરે” હતી. આ ફિલ્મમાં એક્ટરે તે લોકોને એક મેસેજ આપ્યો હતો “જે જીવનથી હાર માનીને પોતાનો જીવ ગુમાવી દે છે” પરંતુ બધાને શીખ આપવાવાળા સુશાંત જાતે પોતાના જીવનથી હારી ગયા. ડિપ્રેશન પર બનેલી તેમની ફિલ્મ જોઈને કોઈ વિચારી પણ શકતું નહોતું કે રિયલ લાઇફમાં પોતે ડિપ્રેશન સામે લડી રહ્યા છે. 14 જૂને સુશાંત સિંહ રાજપૂતે પોતાનું જીવન સમાપ્ત કરી લીધું. તેમનાં ડિપ્રેશનને જ તેમનું જવાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. જ્યારે અમુક લોકો તેમના જવાનું કારણ તેમના હાથમાંથી ૭ મોટી ફિલ્મો જવાનું માની રહ્યા છે પરંતુ હકીકત શું છે તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.

સુશાંત એક એક્ટર હોવાની સાથે એક નેક દિલ વ્યક્તિ હતો. તે લોકોની મદદ માટે હમેશાં તૈયાર રહેતો હતો. સુશાંતનો આ વીડિયો જોઈને ફેન્સ ભાવુક થઈ રહ્યાં છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. લોકો સુશાંતના ઈમોશનલ નેચરને યાદ કરી રહ્યાં છે અને ઈશ્વર તેની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ એક વૃદ્ધ કો-સ્ટાર સાથે સુશાંતનો ડાંસ કરત વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સુશાંત તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની કો-સ્ટાર દાદી એટલે કે સુબ્બાલક્ષ્મીની સાથે ફિલ્મ કાઈ પો છેના સોન્ગ પર ડાંસ કરતાં જોવા મળી રહ્યો હતો.

Advertisement