13 વર્ષની બાળકી પર ગેંગરેપ કરી નારાધમોએ કાળજું કંપાવી નાખે તેવું કૃત્ય કર્યું…

આજના સમયમાં બળાત્કારના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને તે માટે સરકાર પણ અલગ અલગ કાયદાઓ બનાવીને અપરાધિઓ ને રોકવા માટે પ્રયાસ કરે છે પરંતુ આ અપરાધિઓ પોતાના આ ખરાબ કૃત્ય કરવામાં પાછા ફરતા નથી.દરેક માં બાપ પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છતા હોય છે.આજે લોકો પોતાની દીકરીને પોતાનાથી દુર કરવા પર ગભરાતા હોય છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં કાળજુ કંપાવી દેનારો અને માણસાઈને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અહીં 13 વર્ષની બાળકીની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો અને ત્યારબાદ હેવાનોએ બાળકીની આંખો ફોડી દીધી અને તેની જીભ પણ કાપી નાંખી. તેના ગળામાં ફાંદો બનાવીને તેને ઘસડીને ખેતરમાં લઈ ગયા, ઘટનાની ફરિયાદ ઈસાનગર પોલીસ સ્ટેશનમાં પરિવારે નોંધાવી છે. પોલીસ ફરિયાદ બાદ તપાસમાં 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

પરિવાર વાળાઓએ લાંબા સમય સુધી દીકરી ન મળતાં તપાસ શરૂ કરી. પોલીસમાં પણ ફરિયાદ કરી. આખરે શેરડીના ખેતરમાંથી દીકરીનો મૃતદેહ મળ્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. રિપોર્ટમાં ગેંગરેપની વાત સામે આવી છે. ત્યારબાદ પોલીસે 2 લોકોને હત્યાના આરોપમાં પકડી લીધા છે.

લખીમપુરના ખીરી જિલ્લામાં ઈસાનગર વિસ્તારમાં પકરિયા ગામમાં રહેનારી 13 વર્ષની માસૂમ બાળકીપોતાના ઘરેથી શૌચક્રિયા માટે ખેતરમાં ગઈ હતી. ત્યારે ગામના 2 યુવકોએ તેની સાથે રેપ કર્યો અને તેની હત્યા પણ કરી. મોત પહેલાં બાળકી અસહ્ય દર્દ અનુભવી રહી હતી. તેની આંખો પણ ફોડી દીધી અને તેની જીભ પણ કાપી નાંખી હતી. એટલું જ નહીં તેના ગળામાં ફંદો નાંખીને તેને ઘસડીને લઈ ગયા. આરોપીઓ બાળકીને ખેતરમાં જ ફેંકીને ભાગી ગયા હતા.

પરિવારના લોકોએ ગામના 2 વ્યક્તિઓ સંતોષ યાદવ અને સંજય ગૌતમ પર બાળકીના રેપ અને હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે બાળકીના પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે જેમાં તેની સાથે ગેંગરેપ થયો હોવાનું સામે આવ્યું છે.

બીએસપીના પ્રમુખ માયાવતીએ આ ઘટનાને લઈને યોગી સરકાર પર પ્રહાર કર્યો છે. તેઓએ ટ્વિટર પર લખ્યું કે યૂપીના લખીમપુરમાં પકરિયા ગામમાં નાબાલિગ યુવતીના બળાત્કાર બાદ તેની નૃશંસ હત્યા દુઃખદાયી  અને શરમજનક છે. આવી ઘટનાઓથી સમાજવાદી પાર્ટી અને હાલની ભાજપ સરકારમાં અંતર શું, સરકાર દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. બીજી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.દ્વારકામાં 13 વર્ષની સગીરાને ચોકલેટ અને દસ રૂપિયાની લાલચ આપી ઉઠાવી જઈ જુદા જુદા સ્થળોએ લઈ જઈ પાશવી બળાત્કાર ગુજારનાર શખ્સને ખંભાળીયા સેસન્સ કોર્ટે કશુરવાર ઠેરવી દસ વર્ષની સજા ફટકારી છે.

દ્વારકામાં જ રહેતો સંજય ઉર્ફે સાંભો વલ્લભભાઇ મોરી નામનો શખ્સ એક પરિવારની સાડા તેર વર્ષની સગીરાને  લલચાવી, ફોસલાવી, ચોકલેટ તથા રૂા. 10 ની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. આરોપી સંજય સગીરાને એસ.ટી. બસ દ્વારા રાજકોટ, ધોરાજી, જામજોધપુર લઇ જઇ ત્યાં ધોરાજી ખાતે કોઇ મકાનમાં લઇ જઇ બાળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. તે પહેલાં પણ દ્વારકા મુકામે આવેલ સ્વામિનારાયણ મંદિર પાછળ સાંજના સમયે એકાંતમાં બળજબરીથી બળાત્કાર  ગુજાર્યો હતો.

આ અંગેની ફરિયાદ ભોગબનનારના ભાઇએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં કરી હતી.  પોલીસે આરોપી સંજયની ધરપકડ કરી બન્નેના કપડા કબ્જે કરેલા, પંચનામાઓ કરેલા, ભોગ બનનારની મેડીકલ તપાસણી કરાવેલી અને આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કર્યું હતું.આ કેસ ખંભાળિયાની સેસન્સ અને ખાસ અદાલતમાં ચાલતા સિનિયર સરકારી વકીલે 32 પુરાવાઓ અને  19 સાક્ષીઓ રજુ કરવામાં આવ્યા હતા ઉપરાંત ભોગ બનનાર બનાવ સમયે માત્ર 13 વર્ષ 6 માસની છે.

જે અણસમજુ ગણાય તેણીના ઘરે પ્રસંગ હોય જેથી તે સમયનો ગેરલાભ લઇ આરોપી ભોગ બનનારને પૈસા તથા ચોકલેટની લાલચ આપી એસ.ટી. બસમાં લઇ જઇ અલગ-અલગ ગામોમાં લઇ જઇ ભોગ બનનાર ઉપર બળાત્કાર સંભોગ કરેલ છે તે અગાઉ પણ સ્વામિનારાયણ મંદિર પાછળ એકાંતમાં ભોગ બનનાર સાથે શારીરીક સંભોગ કરેલ છે જેથી ભોગ બનનારની ઉંમર જોતા ખુબ જ નાની વયની છે તે તમામ દલીલો સાજે સંમત થઇ એડીશ્નલ સેશન્સ.

સ્પે. જજ એમ.એન. સોલંકીએ કલમ 363ના ગુન્હામાં બે વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા 2000 દંડ, જો દંડ ન ભરે તો વધુ 2 માસની સાદી કેસ, કલમ 366 ના ગુન્હામાં 3 વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા 3000 દંડ જો, દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા અને પોકસો એકટની કલમ 4,5 અને 12 ના ગુન્હામાં દશ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા દશ હજારનો દંડજો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

Advertisement