મને મારા મામા ના ઘર સામે રહેતા યુવક સાથે પ્રેમ છે,અમારા બંને વચ્ચે બધું જ થઈ ચૂક્યું છે પણ હવે…..

સવાલ.હું ૧૮ વર્ષની યુવતી છું એક યુવકને પ્રેમ કરું છું. અમે ખૂબ જ સમજાવ્યાં, છતાં મારા ઘરનાં લોકો અમને સાથે નથી રહેવા દેતાં. હું જાણવા માગું છું કે કોઈના રક્ષણ વગર હું સ્વતંત્ર રહી શકું કે નહીં?

Advertisement

જવાબ.તમે ખુલાસો નથી કર્યો કે તમારા ઘરના લોકોને તમારો પ્રેમી કેમ પસંદ નથી.ઘરનાં લોકોથી જુદા થઈ એક કુંવારી છોકરી જો કોઈ યુવક સાથે રહે, તો તેના ચારિત્ર્ય તરફ સમાજ આંગળી ચીંધશે. સમાજ એ સંબંધ ક્યારેય નહીં સ્વીકારે. જો તમે એ યુવક વગર ન રહી શકતાં હો અને તમને એ યુવક યોેગ્ય લાગતો હોય, તો તેની સાથે લગ્ન કરી લો.

સવાલ.હું સરકારી સંસ્થામાં કામ કરતી પરિણીતા છું, મારો પતિ દારૂડિયો અને ચારિત્ર્યહીન છે. ૧૦ વર્ષ સુધી એનો ત્રાસ સહન કરતી રહી. હવે સહનશક્તિ રહી નથી, આથી મારી ૯ વર્ષની એકની એક દીકરીને લઈને પિયર આવી ગઈ છું.

હવે મને દહેજમાંથી આપેલી વસ્તુઓ અને મેં જાતે ખરીદેલી વસ્તુઓ હું સાસરેથી લઈ આવવા માગું છું સાથે સાથે મારી દીકરીના ભરણપોષણનો ખર્ચ પણ ત્યાંથી મેળવવા માગું છું. પતિને છૂટાછેડા આપી બીજાં લગ્ન કરું, તો સુખી થઈશ?

જવાબ.પતિને છૂટાછેડા આપ્યા પછી તમને સાસરેથી તમારો સામાન અને દીકરી માટે ભરણપોષણ તો મળી જશે, પરંતુ છૂટાછેડા પછી પુર્નલગ્ન કરવાથી તમે સુખી થઈ શકશો કે નહીં, એ કેવી રીતે કહી શકાય?જો પરસ્પરની સંમતિથી છૂટાછેડા મળી જાય.

તો તમારે તમારા માટે એક એવી વ્યક્તિ શોધવી પડશે, જે એક યોગ્ય પતિ સાબિત થાય, તે ઉપરાંત તમારી દીકરીને પણ સહર્ષ સ્વીકારે. એ પછી પણ તમારે સુખી દામ્પત્ય માણવા માટે કેટલીક બાંધછોડ તો કરવી જ પડે.

સવાલ.હું મુંબઈની એક કોલેજમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણું છું. બે વર્ષ પહેલાં હું રજાઓમાં એક ગામ ગઈ ત્યારે ત્યાં હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયા તે મારી સાથે લગ્ન કરવા માગે છે, પણ એથી મારી કારકિર્દી, મા-બાપની આબરૂ એ બધું જ ખરાબ થઈ જશે. હું એની સાથે લગ્ન કરવા નથી માગતી, પરંતુ શારીરિક આકર્ષણ એવું પ્રબળ છે, જે મને એનાથી જુદી નથી પડવા દેતું.

જવાબ.ન તો તમે અણસમજુ છો અને ન તો આ કિશોરાવસ્થાનો ઉન્માદ છે તમે ભણેલાંગણેલાં અને પરિપક્વ છો. તમને આવી ચારિત્ર્યહિનતા શોભતી નથી. ભલાઈ એમાં જ છે કે જાત પર કાબૂ રાખી એ યુવકથી દૂર રહો. જો તમે તમારી જાતીય ઈચ્છાઓ પર કાબૂ ન રાખી શકતાં હો, તો લગ્ન કરી નાખો. લગ્ન પછી પણ તમે આગળ ભણી શકો છો.

સવાલ.મારે મારા મામાના ઘર સામે રહેતા એક યુવક જોડે પ્રેમ છે અમે લગ્ન પહેલા બધું જ પતાવી દીધું છે મારે એના જોડે લગ્ન કરવું છે પણ મારા ઘરના લોકો એ સ્પષ્ટ ના પાડી દીધી છે હું શુ કરું?

જવાબ.જો જે થઈ ગયું છે એને ભૂલવાનો પ્રયત્ન કરો બીજું કે તમારા ઘરના લોકો તમારું ખોટું નહી વિચારતા હોઈ એટલે એમની કહેલી વાત પણ તમે માનો.

સવાલ.મારે એ જાણવું છે કે પુરુષ જ્યારે પહેલીવાર સંભોગ કરે ત્યારે તેને કેટલો દુખાવો થાય છે. શિશ્નની આગળની ચામડી તૂટીને એમાંથી લોહી નીકળે છે અને એ રીતે તે પોતાનું કુંવારાપણું ગુમાવે છે કે પછી શિશ્નના આગળના લાલ ભાગ પર થોડી વેદના થાય છે?

જવાબ.એવું જરૂરી નથી કે દરેક લોકોને પહેલી વાર સંભોગ કરે ત્યારે તેમની ચામડી તૂટે કે લોહી નીકળે. જે લોકો પોતાની ચામડી લાલ ભાગની ઉપરથી પાછળ ખસેડી શકતા હોય છે તેમને સંભોગ સમયે કોઈ જ તકલીફ થતી નથી અને પહેલી રાતે લોહી નથી નીકળતું.

તમને એક સહેલો ઉપાય બતાવું. સંભોગ કરતી વખતે સ્ત્રીને ઉત્તિજેત કરીને પછી એક આંગળી યોનિમાર્ગમાં પ્રવેશ કરાવવી. એને અંદરબહાર કરતાં સ્ત્રી વધુ ઉત્તેજના અનુભવશે. જો એમ લાગે કે તે યોગ્ય રીતે ઉત્તેજિત થઈ ગઈ છે તો બે આંગળી એકસાથે પ્રવેશાવવી અને આગળ-પાછળ કરવી.

એને કારણે તેની ઉત્તેજનામાં ઓર વધારો થશે. એ પછી તમારી ઈન્દ્રિય સ્ત્રીના હાથમાં આપી દેવી, કારણ કે તેને ખબર છે કે શિશ્નનો પ્રવેશ ચોક્કસ કઈ જગ્યાએ કરાવવો. યોગ્ય ઉત્તેજના અને સ્ત્રીની યોનિમાં બરાબર ચીકાશ ઉત્પન્ન થવાને કારણે સંભોગ સમયે કોઈ તકલીફ નહીં પડે.

સવાલ.હું ૨૦ વર્ષનો કુંવારો યુવક છું, છેલ્લા દસ વર્ષથી મને અંડકોષની સમસ્યા છે. મારો એક અંડકોષ નીચે છે અને બીજો ડાબી બાજુ ઉપર ફસાઈ ગયો છે. ઘણીવાર મને એ તકલીફ આપે છે. મારું લિંગ પણ સીધું ઊભું નથી થતું. વીર્ય પણ ક્યારેક પાણી જેવું અને ક્યારેક ઘટ્ટ આવે છે. આને કારણે મારા લગ્નજીવનમાં કોઈ સમસ્યા ઊભી થઈ શકે?

જવાબ.નિયમ પ્રમાણે બંને અંડકોષમાંથી એક ઉપર અને બીજો થોડો નીચે જ હોય છે. નેવુ ટકા કિસ્સામાં લેફ્ટ ઈઝ લોઅર એટલે કે ડાબો અંડકોેષ નીચો હોય છે. માત્ર દસ ટકામાં જ એનાથી વિપરીત સ્થિતિ હોય છે. બેમાંથી એક અંડકોષ ન હોય તો પણ તમારી સેક્સલાઈફ કે બાળક પેદા કરવાની શક્તિ રાબેતા મુજબ રહેશે.

એમાં કોઈ અડચણ ઊભી નહીં થાય. ભગવાને સમજીને જ માણસને શરીરની ઘણી અગત્યની વસ્તુ બે બે આપી છે. એક ફાંટી ફૂટી જાય તોે બીજી કામ આપે, એક કાનમાં બહેરાશ આવે તો પણ બીજા કાનથી સાંભળી શકાય, એક કિડની ખરાબ થઈ જાય તો બીજી કિડની આખા શરીરનો ભાર ઉપાડી શકે. એવું જ અંડકોષનું પણ છે. તમારે ગભરાવાની જરાય જરૂર નથી.

ઈન્દ્રિય થોડી વાંકીચૂંકી બધાની હોય છે. એમ કહેવાય છે કે ખુદ કામદેવની ઈન્દ્રિય પણ નેવુ ડિગ્રી પર નહોતી. લિંગ થોડું ડાબે હોય કે જમણે એનાથી યોનિપ્રવેશમાં કોઈ તકલીફ નથી પડતી. તમારે દરવાજાની અંદર જવું છે તો અગત્યની વસ્તુ છે અંદર પ્રવેશવું.

પછી થોડા ડાબેથી જાઓ કે જમણેથી અથવા માથું ઊંચુ રાખીને જાઓ કે નીચું એનાથી કોઈ ફરક નથી પડતો વીર્ય પાતળું હોય કે જાડું, સફેદ હોય કે પીળું, વધારે આવે કે ઓછું એનાથી કામશક્તિ પર કોઈ ફરક નથી પડતો. વીર્ય પાતળું આવે કે ઘટ્ટ એનોે આધાર ઘણી બાબતો પર રહેલો છે, જેમ કે બે સ્ખલન વચ્ચેનો સમયગાળો, તમારી કામેચ્છાની તીવ્રતા.

Advertisement