શરીરને રોગમુક્ત કરવા માટે નાભીચક્રનું વિશેષ મહત્વ છે. જો નાભીચક્ર સરખું ન રહે અર્થાત પીચોટી ખસી જાય તો પણ ઘણા રોગો થઇ જાય છે જેવા કે ગેસ, ગભરાહટ થવી, ભૂખ ન લાગવી, કબજીયાત અથવા ઝાળા, સુસ્તી, થાક લાગવો તથા પેટમાં દુખાવો વગેરે. પાચન અંગોમાં કોઈ વિકાર થવાની, વધારે ભાર ઉઠાવવાની અને ગેસ થવાની સતત ફરિયાદ રહેવાથી નાભીચક્ર પોતાના સ્થાનેથી હટી જાય છે જેને સામાન્ય રીતે ધરણ પડવી પીચોટી ખસી જવી કહે છે. ધરણ સરખું ન રહેવાના કારણે કેટલાક અન્ય રોગો પણ થઇ શકે છે.
આપણા શરીરનું કેંદ્ર બિંદુ માનવામાં આવે છે. ઘણી વખત અચાનક ઝટકાથી ઊભા થવાથી કે કોઈ ભારે સામાન ઉઠાવવાના કારણે નાભિ પોતાની જગ્યાથી ખસી જાય છે. જેને આપણે પેચોટી કે અંબોઈ કહીએ છીએ.પેસોટી ને દક્ષિણ ગુજરાત માં અમબૉઈ કહે છે. નાભિ ને પોતાની જગ્યા પરથી ખસી જવાને નાભિ હટવી,ખસી જવી,ગોળો ખસી જવો,પીચોટી ખસવી,નાભિ પલટવી અથવા નાભિ ચઢવી,વગેરે નામોથી જાણી શકાય છે.
પેસોટી ખસવાને કારણે પેટ દર્દ, કબજિયાત, અપચો વગેરે થવા લાગે છે. ભારે સામાન ઉઠાવવાના કારણે પેસોટી તેની જગ્યાએથી ખસી જાય છે. ખોરાક,આરામ, ભાગદોડનું ટેન્શન ભરી જિંદગીમાં આવામાં હાથ પગ માં કોઈ પ્રકાર ના ઝટકો લાગી જાય અથવા તો ચડતા ઉતરતા,ચાલતા સમયે ઢીલો પગ પડવાથી નાભિમાં સ્થિત સમાન વાયુ ચક્ર પોતાના જગ્યાથી ડાબા જમણા અથવા ઉપર નીચે સરકી જાય છે તો આને નાભિનું ટાળવું કહી શકાય છે.
ધરણ પોતાના સ્થાન પર છે કે નહિ, તે જાણવા માટે સવારે કઈ ખાધા વગર સીધું આડું પડવું જોઈએ હાથ બગલમાં શરીરની સાથે સીધા રાખો. કોઈ અન્ય વ્યક્તિ એક દોરી લઈને નાભીથી ની એક તરફની નીપલ સુધી પૈમાઇશ કરો, નાભી પર એક હાથ રાખો દોરીને બીજી તરફની નીપલ સુધી લઇ જાઓ, જો બંને તરફનું માપ એક સરખું હોય તો નાભીચક્ર પોતાના સ્થાન પર છે, નહિ તો જે સ્થાન પર હલી ને ગયું હોય ત્યાં આંગળીઓના સ્પંદન કરવાથી આભાસ થશે.
નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે.
પેટ દુખાવો, ઝાડ, પેટ, પેટ ફુલવું, અરુચિ, અરાહત વગેરે થાય છે. પુરુષોમાં જમણી બાજુ અને સ્ત્રીઓમાં ડાબી બાજુ ખસે છે. યોગ માં નાડીઓ ની સંખ્યા 72,000 થી વધારે બતાવામાં આવી છે અને તનું મૂળ ઉદગમસ્ત્રોત નાભિસ્થાન છે. પેસોટી ખસી જવાથી પણ કબજિયાત થઈ શકે છે. જ્યાં સુધી પેસોટી ખસેલી છે ત્યાં સુધી કબજિયાત સરખું નથી થઈ શકતું. રોગીને પીઠના બળે સૂવડાવી તેમની નાભિને દબાવવી જો નાભિના નીચે ધડકન અનુભવ ન હોય તો એ તેમની જગ્યા પર નથી તેમ સમજવું.
એક વાર આ સમસ્યા થતા પર ત્યારબાદ આ વાર-વાર થઈ શકે છે.ચાલતા અચાનક ઉંચી નીચી જગ્યા પર પગ પડવો, રમતી વખતે ખોટી રીતે ઉછળવું, ઝડપી થી પગથિયાં ચડવા અથવા ઉતરવા. ઉંચાઈ પર થી છલાંગ લગાવી, પેટ માં વધારે ગેસ થવો,પેટમાં કોઈ પ્રકાર નું વાગવું , સ્કૂટર અથવા મોટરસાયકલ ચલાવતી વખતે ઝટકો લાગવો વગેરે ને કારણે પેસોટી ખસી જે છે.
સૂકા આંબળાને પીસીને તેનો પાવડર બનાવી, એક ચમચી આંબળાના પાવડરમાં થોડોક લીંબુનો રસ મિક્સ કરીને નાભિની ચારેય તરફ લગાવી અને 2 કલાક માટે રાખી મૂકવી. આ ઉપાય થી પેસોટીની સમસ્યા માંથી રાહત મળી શકે છે. પેસોટી ખસી ગઇ હોય તો 10 ગ્રામ વરિયાળી લઇને પીસી, તેના પાવડરમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરીને સવારે ખાલી પેટે સેવન કરો. 2-3 દિવસ સુધી વરિયાળી અને ગોળનું સેવન કરશો તો પેસોટી યોગ્ય જગ્યાએ આવી જશે અને આ સમસ્યાથી રાહત મળશે.
સરસિયાના તેલના ઉપયોગથી પણ ખસી ગયેલી પેસોટીની સમસ્યાને સારી કરી શકાય છે. તે જેના માટે 3 દિવસ સુધી સતત સવારે ભૂખ્યા પેટે સરસિયાના તેલના કેટલાક ટીંપા નાભિમાં નાખવા જેનાથી પેટનો દુખાવો દૂર થશે. જમીન પર રજાઈ પાથરી લો બાળકો નો રમવાનો દડો લો,ઉંધા સૂઈ ને દડા ને નાભી ના મધ્ય માં રાખી દો . પાંચ મિનિટ સુધી આમજ સુતા રહો. હટી ગયેલી પેસોટી સરખી થઈ જશે .પછી ધીમેથી પડખું ફરીને ઊભા થઈ જાવ અને ઓકડું બેસી જાઓ. આબળા નો મુરબ્બો કે ઘઉ ના બિસ્કીટ પણ ખાઈ શકાય.
દુંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચોળવા કરતાં આ કરવું વધારે સારું છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી ,તેનો દીવો બનાવી એને પ્રગટાવી એ સળગતો દીવો પેટ પર મૂકવો પછી ઉપર લોટાનું મોં નીચે રાખી થોડોક ઉપર એક બે મિનિટ માટે પકડી રાખવો. દિવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટા માં ભરાતો લોટો ગરમ થાય જતો ,લોટને દબાણ સાથે પેટ પર મૂકવાથી દીવો ઓલવાય જતો ,લોટામાં રહેલો વાયુ ઠંડો પડી જવાથી લોટો પેટ સાથે ચોંટી જાય અને પેસોટી નો દુખાવો ઓછો થાય .
સુતા રહી ને ડાબા પગ ને ગોઠણથી વાળીને હાથોથી પગને પકડી લો અને પગને ખેચીને મોઢા સુધી લાવો. માથું ઉપાડી લો અને પગના અંગુઠો નાકને લગાવવાનો પ્રયત્ન કરો. પછી બીજા પગ થી પણ આજ કરો. ધીમે ધીમે બને પગે કરો.નાના પગ ની એડી ને ધીમે ધીમે ઉપર ઉઠાવો ૬,૭,૮,૯ ઇંચ સુધી ઉપાડો,પછી ધીમે ધીમે નીચે રાખીને લાંબો શ્વાસ લો. મગ ની ખિચડી ખાવી .દિવસ માં એક વાર આદું નો રસ પીવો. મોગરાના પાંદડાનો રસ દુધ માંમેળવી ને પીવાથી પેસોટી ખસવાથી ઝાડા થયા હોય એમાં રાહત મળે છે.
જો નાભીનું સ્પંદન ઉપરની તરફ ચાલી રહ્યું છે એટલે છાતીની તરફ તો યકૃત પ્લીહા આમાશય અગ્નાશયની ક્રિયા હીન થવા થવા લાગે છે. તેનાથી ફેફસા-હૃદય પર ખોટો પ્રભાવ પડે છે. મધુમેહ, અસ્થમા, બોન્કાઈટીસ –થાઈરોડ, મોટાપણું, વાયુ વિકાર, ગભરામણ જેવા રોગો થવા લાગે છે.
જો નાભી માધ્યમ સ્તર પરથી હટી ને નીચેના અંગોની તરફ જતી રહે તો મળાશય-મૂત્રાશય-ગર્ભાશય વગેરે અંગોની ક્રિયા વિકૃત થઇ અતિસાર-પ્રમેહ પ્રદર- પાતળાપણું જેવા કેટલાક કષ્ટ સાધ્ય રોગો થઇ જાય છે. ફેલોપિયન ટ્યુબ ખુલતી નથી અને આ કારણ થી જ સ્ત્રીઓ ગર્ભધારણ નથી કરી શકતી. સ્ત્રીઓના ઉપચારમાં નાભીને મધ્યમ સ્તર પર લાવવામાં આવે. તેનાથી વંધત્વ સ્ત્રીઓ પણ ગર્ભધારણ યોગ્ય થઇ જાય છે.
જમણી તરફ ખસવાથી સર્દી-ખાસી, કફજનિત રોગ જલ્દી-જલ્દી થાય છે.ડાબી તરફ ખસવાથી અગ્રાશય-યકૃત- પ્લીહા ક્રિયા હીનતા- પૈત્તિક વિકાર શ્લેષ્મ કળા પ્રદાહ- ક્ષોભ- જલન છાલા એસીડીટી(અમ્લપિત્ત) અપચ અફારા થઇ શકે છે.નાભી હલી જવા પર વ્યક્તિને હળવું સુપાચ્ય પથ દેવું જોઈએ. નાભી હલી જવા પર વ્યક્તિને મગની દાળની ખીચડી સિવાય બીજું કઈ ન આપો. દિવસમાં એક- બે વાર આદુનો ૨ થી ૫ મીલીલીટર રસમાં મધ મેળવીને પીવાથી લાભ થાય છે.
જમીન પર રજાઈ પાથરી લો. અત્યારે બાળકોના રમવાનો દડો લઇ લો. હવે ઉંધા સુઈ જાઓ અને નાભીના મધ્યમાં રાખી દો. પાંચ મિનીટ સુધી આમ જ સુતા રહો. હટી ગયેલી નાભી(ધરણ) સરખી થઇ જશે. પછી ધીમેથી પડખું ફરીને ઉભા થઇ જાઓ, અને ઓકડું બેસી જાઓ અને એક આમળાનો મુરબ્બો ખાઈ લો અથવા પછી ૨ ઘઉંના બિસ્કીટ ખાઈ લો. પછી ધીમે ધીમે ઉભા થઇ જાઓ.
પાદાન્ગુષ્ટનાસાસ્પર્શાસન કરી લો. તેના માટે સુતા રહી ને ડાબા પગને ગોઠણથી વાળીને હાથોથી પગને પકડી લો અને પગને ખેચીને મોઢા સુધી લાવો. માથું ઉપાડી લો અને પગનો અંગુઠો નાકને લગાવવાનો પ્રયત્ન કરો. જેમ નાનું બાળક પગનો અંગુઠો મોમાં નાખે છે. કેટલીક વાર આ આસનમાં રહો પછી બીજા પગથી પણ આ જ કરો. પછી બંને પગથી આ જ કરવાનો અભ્યાસ કરો. ૩-૩ વાર કાર્ય બાદ નાભી સરખી થઇ જશે.
૩. સીધું સુવડાવીને તેની નાભીના ચારેય તરફ સુકા આમળાનો લોટ બનાવીને તેમાં આદુનો રસ મેળવીને બાંધી દો અને તેને બે કલાક સીધા જ સુવડાવી રાખો. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી નાભી સ્થાન પર આવી જાય છે.
તેને સરખી કરવા માટે, નાના પગની એડી ને ધીમે ધીમે ઉપર ઉઠાવો ૬,૭,૮,૯ ઇંચ સુધી ઉપાડો, પછી ધીમે ધીમે જ નીચે રાખીને લાંબો શ્વાસ લો, આ જ ક્રિયા બે બે વધારે વાર કરો.
આ ક્રિયા સવાર સાંજ ખાલી પેટે કરવી જોઈએ. પગને પછી ભેગા કરી જુઓ અંગુઠા બરાબર દેખાશે. એટલે કે તમારી નાભી સરખી જગ્યાએ બેસી ગયી છે. પછી ઉઠીને ૨૦ ગ્રામ ગોળ, ૨૦ ગ્રામ વરીયાળી નું બનાવેલું ચૂર્ણ ફાંકી લો. તેનાથી જૂનામાં જુનું ધરણ તમે પોતે મહિના બે મહિનામાં સરખું કરી શકો છો પેટને ક્યારેય મસળવું ન જોઈએ.નાભી ના હટવા પર દુખાવો થાય તો ૨૦ ગ્રામ વરીયાળી, ગોળ સમભાગ ની સાથે મેળવીને સવારે ખાલી પેટે ખાઓ. પોતાના સ્થાનેથી હટેલી નાભી સરખી થશે. અને ભવિષ્યમાં નાભી હટવાની સમસ્યા નહિ થાય.