આ ચમત્કારી બીજ કેન્સર,ડાયાબિટીસ, હાર્ટ ડીસીઝ જેવા ઘણા રોગો થી બચાવે છે,રોજ કરો ખાલી 1 જ ચમચીનું સેવન..

આજકાલ બહારના ખાનપાન ને કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર પડવા લાગે છે અને બીમારીઓ થવા લાગે છે.આપણે જેવું ખાઈએ છીએ તેની અસર આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર પડે છે, જેથી સ્વાસ્થ્ય માટે લાભકારી વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂરી છે. એવી જ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ છે જુદા-જુદા બીજ. આજકાલ અલગ-અલગ બીજ જેવા કે ચિયા સીડ્સ, અળસી, સનફ્લાવર સીડ્સ ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. આ સીડ્સ ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. દરરોજ દિવસમાં એક ચમચી કોઈ પણ એક પ્રકારનાં બીજને ડાયટમાં સામેલ કરવાં જ જોઈએ. ચાલો જાણીએ આવા સીડ્ય વિશે.

ચિયા સીડ્સ.ચીયા સીડ જે સબઝા (SABZA) (એટલે કે તુલસીના બીજ) નામથી પણ ઓળખાય છે, ચીયા સીડને પોતાનો કોઈ સ્વાદ ન હોવાથી તમે એને કોઈ હેલ્થ ડાયટ સાથે લઇ શકો ચીયા સીડ પાણીને શોષી લેવાનો ગુણધર્મ છે, એક ગ્લાસમાં ૨ ચમચી ચિયા સીડ નાખી લેવાથી પેટ ભરાઈ જશે. જેનાથી ભૂખ ઓછી લાગે છે. ચીયા સીડમાં ભરપુર માત્રમાં વિટામિન્સ હોવાથી સુપર ફૂડમાં સામેલ કરવા આવે છે. ચિયા સીડ્સ ખૂબ જ ફાયદાકારક છે. આ તકમરિયા એટલે કે ફાલૂદામાં જે સીડ્સ વપરાય છે તેનાથી અલગ હોય છે પરંતુ દેખાવમાં બંને એક સમાન લાગે છે. ચિયા સીડ્સમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. એન્ટિ-એજિંગ માટે ઉપયોગી છે અને કેન્સર જેવા રોગોથી રક્ષણ કરે છે. સાથે જ તેમાં કેલ્શિયમની અઢળક માત્રાની સાથે-સાથે એમાં મેગનીઝ, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ રહેલું છે. તે ગ્લુટન-ફ્રી છે જેથી પાચન માટે ઘણા લાભદાયી છે. એ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. રોજ 1 ચમચી 1 ગ્લાસ પાણીમાં એક કલાક પલાળીને ખાઓ.

તલ.હેલ્થ માટે કાળા અને સફેદ બંને તલ ખૂબ જ લાભકારક છે. તે કેલ્શિયલનો બેસ્ટ સોર્સ છે. સાથે જ તેમાં મેગ્નેશિયમ, મેન્ગનીઝ, ફૉસ્ફરસ, પોટેશિયમ જેવાં ખનિજ તત્વો પણ એમાં ભરપૂર માત્રામાં મળે છે એટલે એ હાડકાંઓની મજબૂતી માટે ખૂબ ઉપયોગી છે. આર્થ્રાઇટિસના દરદીઓ માટે તલ ઘણા ફાયદેમંદ છે. તમે રોજ એક ચમચી શેકેલા તલ ખાઈ શકો છો.તલની અંદર જે વિટામિન મળી આવે છે તે સારી નીંદર લેવામાં અતિશય ઉપયોગી છે. આ ઉપરાંત આ સેસમીન નામનું તત્વ તણાવ તેમજ હતાશાને પણ ઘટાડે છે.તલનું સેવન તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેશે. તેમાં જસત, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક ખનિજો જોવા મળે છે. જે શરીરના હાડકાંને મજબૂત બનાવે છે. તે નવા હાડકાં બનાવવા, હાડકાંને મજબૂત બનાવવામાં અને તેને સુધારવામાં પણ મદદ કરે છે.જેમ કે તમે જાણો છો કે તલમાં તેલ જોવા મળે છે. જે હાઈ બ્લડપ્રેશરને ઘટાડે છે. રક્તવાહિની તંત્ર પરનો તણાવ પણ તલથી ઓછો થાય છે. તે હૃદયની સમસ્યાઓથી તમને બચાવે છે. આ સિવાય મેગ્નેશિયમ પણ હાઈપરટેન્શનને ઘટાડે છે. મિનરલ પણ તલની અંદર જોવા મળે છે. તમારા શરીરને તલમાંથી 25 ટકા જેટલું મેગ્નેશિયમ મળે છે.

સનફ્લાવર સીડ્સ.સનફ્લાવર સીડ્સ ખાવાનું ચલણ આજકાલ ખૂબ વધ્યું છે. કારણ કે તેમાં ભરપૂર પોષક તત્વો રહેલાં છે. તે સ્કિન અને વાળ માટે લાભદાયી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ સીડ્સ ગજબ અસર કરે છે. આ બીજમાં સેલેનિયમ નામનું તત્વ છે જે કેન્સરથી બચાવે છે. સ્ટ્રેસ, માઇગ્રેન જેવી માનસિક સમસ્યાઓમાં પણ એ ઉપયોગી છે. રોજ એક ચમચી શેકેલા સીડ્સ ખાઈ શકો છો.

કોળાનાં બીજ.કોળાનાં બીજને અંગ્રેજીમાં પમ્પકિન સીડ કહે છે. આ પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. જે મસલ્સ એટલે કે સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. હાર્ટને હેલ્ધી રાખે છે. બીપી કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત એ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ બીજ રોજ એક ચમચી ખાવું જોઈએ.કોળાના બીજમાં જોવા મળનારુ ઝિંક રોગો સામે લડવાની શક્તિ વધારે છે. તેનાથી શરદી, ખાંસી અને તાવ જેવી એલર્જીથી બચી શકાય છે. કોળાના બીજ પુરૂષો માટે લાભકારી છે. તેનાથી મેગ્નેશિયમની કમી દૂર થાય છે અને આ પ્રોસ્ટેટ ગ્રંથિ માટે ખૂબ કારગર છે. કોળાના બીજ ઈંસુલિનને સંતુલિત કરવાનુ કામ કરે છે.  જેનાથી મધુમેહનો ખતરો ઓછો થઈ જાય છે. તમે જો ઊંઘ ન આવવાથી પરેશાન છો તો સૂતા પહેલા કોળાના બીજનુ સેવન કરો. તેનાથી તણાવ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. કોળાના બીજ પેટ માટે પણ ખૂબ લાભકારી છે. તેને આહારમાં સામેલ કરવાથી એસીડિટીથી રાહત મળે છે.