આ છે મા લક્ષ્મી નું ખૂબ જ ચમત્કારી મંદિર,અહીં દર્શન માત્ર થી થઈ જાય છે દરેક મનોકામના પૂર્ણ….

લક્ષ્મીમાં જેમને ખુશ કરવા પ્રસન્ન કરવા દરેક વ્યક્તિ બનતા બધા જ પ્રયત્નો કરે છે.દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માં લક્ષ્મીના આશીર્વાદ સદાય તેમની પર બની રહે.લક્ષ્મી માતા હિન્દૂ ધર્મના એક મુખ્ય દેવી છે. ભગવાન વિષ્ણુની પત્ની છે તેમ જ ધન, સંપદા, શાંતિ અને સમૃદ્ધિની દેવી તરીકે માનવામાં આવે છે. દિવાળીના તહેવારમાં ધન તેરસના દિવસે ગણેશ સહિત લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. ગાયત્રી માતાની કૃપાથી મળતાં વરદાનોમાં એક લક્ષ્મી પણ છે. જેના પર આ અનુગ્રહ ઉતરે છે, તે દરિદ્ર, દુર્બલ, કૃપણ, અસંતુષ્ટ જેવા ગુણોથી ગ્રસિત રહેતો નથી. સ્વચ્છતા તેમ જ સુવ્યવસ્થાના સ્વભાવને પણ ‘શ્રી’ કહેવાય છે. આ સદગુણો જ્યાં હશે, ત્યાં દરિદ્રતા, કુરુપતા ટકી શકશે નહીં.

Advertisement

શાસ્ત્રોમાં પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મા લક્ષ્મી ધનની દેવી છે. તેની કૃપાથી વ્યક્તિનું જીવન પૈસા અને અનાજથી ભરાઈ જાય છે. હાલના સમયમાં ઘણા એવા લોકો છે, જે લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા માટે તમામ શક્ય એટલા પ્રયત્નો કરે છે. લોકો મંદિરોમાં જઈને માતા રાણીના દર્શન કરે છે અને તેમનું જીવન આનંદમય બનાવવા માટે પ્રાર્થના કરે છે.આમ તો જોવામાં આવે તો દેશભરમાં એવા ઘણા મંદિરો છે, જ્યાં માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, પરંતુ આજે અમે તમને દેવી લક્ષ્મીજીના એક એવા પ્રખ્યાત મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. એવું કહેવામાં આવે છે કે જે ભક્ત પોતાના સાચા મનથી અહીંયા દર્શન કરવા આવે છે. તેમની ઉપર માતા રાનીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ માતા રાની પૂર્ણ કરી દે છે.

અમે તમને માતા લક્ષ્મીજીના જે મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ, તે મંદિર યમુના કિનારે ગઉઘાટ ઉપર લાલ દરવાજા વિસ્તારમાં આવેલું છે. આ મંદિરને “શ્રી મહાલક્ષ્મી જુડીવાલી દેવી” તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર આખા દેશમાં પ્રખ્યાત છે. ત્રણ લોકમાં ન્યારી મથુરા શહેરમાં આ એક એવું મંદિર છે, જ્યાં જલેબીની જોડથી માતાની પૂજા કરવામાં આવે છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આ તે કુંવારા છોકરા અને છોકરીઓ માટે આ મંદિર કોઈ વરદાનથી ઓછું નથી.

આ મંદિરના મહંતનું કહેવું છે કે જે છોકરા-છોકરીઓના લગ્ન નથી થઇ રહ્યા, તેઓ અહીંયા આવીને પૂજા કરે છે અને તેઓ લગ્નના બંધનમાં બંધાઈ જાય છે. માતા રાણીની ઉપાસનામાં દૂધ, નારાછડી, ધાણા, રોલી, દીવો, ફૂલોની માળા વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, આ ઉપરાંત જલેબીની જોડી અને દાંડી સાથે જોડાયેલા 2 કેળા હોવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

માતા રાણીના આ મંદિરના ઇતિહાસ વિશે કહેવામાં આવે છે કે મહંતે જણાવ્યું કે સેંકડો વર્ષ પહેલા રઘુનાથ દાસને ત્રણ દિવસ સ્વપના આવ્યા હતા. પહેલા સ્વપનામાં દેવીએ એમને કહ્યું હતું કે એ યમુના કિારે અમુક સ્થાન પર મૂર્તિના રૂપમાં બિરાજમાન છે તથા એને બહાર નિકાળીને પૂજા કરો. દેવીએ એવું પણ કહ્યું હતું કે એ જનકલ્યાણ માટે બહાર આવવા માંગે છે. એમને જણાવ્યું કે સ્વપન અનુસાર જ્યારે રઘુનાથ દાસ શર્માએ ખોદકામ શરૂ કરાવ્યું તો એ જ રાતે ફરીથી દેવી એમના સ્વપનાં કહ્યું કે પાવડાની જગ્યાએ ખુરપીથી ધીરે ઘીરે ખોદકામ કરાવો કારણ કે જો ખોદકામ દરમિયાન મૂર્તિ ખંડિત થઇ ગઇ તો એમને ખૂબ જ દંડ ચુકવવો પડશે તથા જે કામ માટે બહાર આવવા ઇચ્છે છે એ કાર્ય પૂરું થઇ શકશે નહીં. જ્યારે મૂર્તિના સ્થાપિત કરવા અને મંદિર બનાવવાની વાત કરી તો દેવી એક વખત સ્વપનમાં આવી અને કહ્યું કે એ અહીંથી ક્યાંય નહીં જાય અને જ્યાંથી એમને નિકાળવામાં આવે એ જ સ્થાન પર એમની સ્થાપના કરીને મંદિર બનાવવું જોઇએ.

ખોદકામથી નીકળેલી દેવીની મૂર્તિને સ્થાપિત કરવા અને મંદિર બનાવવાની વાત ચાલી રહી હતી, ત્યારે ફરી વખત દેવી માતા એ સપનામાં દર્શન આપ્યા અને તેમણે રઘુનાથદાસ શર્માને કહ્યું કે તે અહીંયાથી ક્યાંય નહીં જાય. જ્યાંથી તેઓ ઉદભવ્યા છે, બસ તે સ્થળે તેમને સ્થાપિત કરીને એક મંદિર બનાવવામાં આવે.

દેવી લક્ષ્મીના આ મંદિર વિશે કહેવામાં આવે છે કે જે ભક્ત શ્રદ્ધા અને પૂજા પૂરી નિષ્ઠાથી અહિયાં પૂજા કરે છે તેની ઉપર માતા દેવીમાંના આશીર્વાદ જળવાઈ રહે છે. આ મંદિર વિશે એવું પણ કહેવામાં આવે છે કે આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર 2 વર્ષ પહેલા કરવામાં આવ્યો છે, જેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તેનું કુટુંબ સુખી થવા સાથે ભક્તિ ભાવમાં રંગાઈ ગયું છે.દેવીના આશીર્વાદ સ્વરૂપ અમૃત એમને જ મળે છે જે પૂરી શ્રદ્ધા અને નિષ્ઠા તથા ભક્તિ ભાવથી દેવી પૂજા કરે છે. મહંત અનુસાર આ મંદિરમાં ગુરુવાર અને રવિવારે વિશેષ પૂજા થાય છે તથા શુક્રવારે વૈભવ લક્ષ્મીની પૂજા થાય છે.

Advertisement