આસારામને ઉત્તેજિત થવાની દવા આપનાર 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો,આ વસ્તુથી મળતો આસારામ ને પાવર..

જેલમાં બંધ દુષ્કર્મના આરોપી આસારામનો ચેલો આખરે ઝડપાઇ ગયો છે. પાખંડી આસારામ સામે અવાજ ઉઠાવનારા રાજુ ચાંડક પર હુમલાના ફરાર આરોપી સંજયને નાસીકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. સંજયને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઘણા વર્ષોથી શોધી રહી હતી.

Advertisement

આરોપીએ સાબરમતી વિસ્તારમાં રાજુ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કરાવ્યું હતુ. શહેરમાં વર્ષ 2009માં આશારામના પુર્વ સાધક રાજુ ચાડક પર થયેલ ફાયરીંગ મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની નાસિકથી ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ માટે હથિયાર અને મોટર સાયકલ વ્યવસ્થા સજજુ દ્વારા કરવામાં આવી હતી.

જેના થકી આસારામના સાધકોએ લાંબો સમય સુધી આરાજકતા ફેલાવી હતી. એક સાધક પર ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ ગિરફ્તાર કરેલા સંજય ઉર્ફે સજજુ છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો. પરંતુ ફરાર થઈને પણ આશારામના અલગ અલગ આશ્રમમાં છુપાઈ રહી રહ્યો હતો. ક્રાઇમ બ્રાંચને માહીતી મળી હતી કે, નાસિકના આશ્રમમાં રોકાયો છે.

જેનાં આધારે વોચ ગોઠવી સંજયને પકડી લેવામા આવ્યો હતો. આ ગુનામા આગાઉ કાર્તિક હલદરની પણ વર્ષ 2016માં ધરપકડ કરવામાં આવી હતી. ધટનાની વાત કરીયે તો વર્ષ 2008માં આશારામ આશ્રમમાંથી બે બાળકોના ગુમ થયાં બાદ મોત મામલે ડી.કે. ત્રિવેદી પંચ નિમણૂક કરવામાં આવી હતી.

એમાં રાજુ ચાંડક નિવેદન આપવા ગયો હતો. મીડિયામાં આશ્રમ વિરૂદ્ધ નિવેદન આપી રહ્યાં હતાં. આ મામલે અદાવત રાખી સંજય અને કાર્તિકે રેકી કરી સાબરમતી વિસ્તારમાં રાજુ ચાડક પર 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં મોટર સાયકલ અને હથિયાર વ્યવસ્થા સંજયે કરી છે. સાથે જ ફાયરીંગ કર્યું હતુ.ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી સંજય આશારાના અલગ અલગ આશ્રમ નાસિક, ધુલિયા, ભોપાલ, માલેગાવ અને સુરત રહી આશ્રમ સંચાલન કરતો હતો.

જો કે છેલ્લાં ધણા સમયથી સંજય નાસિક આશ્રમ સંચાલન કરતો હતી. તપાસમાં જોધપુર જેલમાં આશારામ સાથે મુલાકાત જતો હોવાનું સામે આવ્યુ છે. પણ છેલ્લાં બે વર્ષ મળ્યા નથી. ત્યારે આ કેસમાં અન્ય એક આરોપી પઁકજ ઉર્ફે અર્જુન સિંધી ફરાર છે.મહત્વનું છે કે, 12 ઓગષ્ટે સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈ ની બે સપ્તાહની ફરલો પર રોક લગાવી દીધી છે.

હકીકતમાં, ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને બે સપ્તાહનો ફરલો આપ્યો હતો. હાઇકોર્ટના નિર્ણયને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને બાજુ પર રાખીને નારાયણ સાંઈની ફરલો પર બે સપ્તાહ સુધી રોક લગાવી દીધી છે.

Advertisement