એનિમિયા,ડાયાબિટીસથી લઈ હાડકાંઓના રોગો માટે રામબાણ ઈલાજ છે લીલા ચણા,જાણી લો બીજા પણ ફાયદા…

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળાની ઋતુને વિવિધ વસ્તુઓ ખાવાની ઋતુ માનવામાં આવે છે શિયાળાની ઋતુમાં અનેક પ્રકારના વિવિધ શાકભાજી અને ખાવા-પીવાની વસ્તુઓ બજારમાં મળતી હોય છે અને આમાંથી એક વસ્તુ છે લીલા ચણા જી હા મિત્રો શિયાળો શરૂ થતા જ બજારમાં ઠેર ઠેર લીલા ચણા મળતા હોય છે જેનો ઉપયોગ લોકો શાક બનાવવામાં પુલાવ બનાવવામાં અને અનેક પ્રકારના વિવિધ વ્યંજનો બનાવવા માટે કરવામાં આવે છે.

લીલા ચણા સ્વાદિષ્ટ હોય છે અને સાથે સાથે તેની અંદર અનેક પોષક તત્વો હોય છે આથી તેને કાચા પણ ખાઈ શકાય છે લીલા ચણાને શિયાળાની ઋતુનું સૌથી હેલ્ધી ફુડ માનવામાં આવે છે કેમકે તેની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ફાઇબર કેલ્શિયમ અને વિટામિન હોય છે જે તમારા સ્વાસ્થ્યને કાયમી માટે ફાયદો પહોંચાડતું હોય છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ લીલા ચણા ખાવાના કારણે તમારા સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે..

લીલાં ચણાં ખાવામાં જેટલાં સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે પણ તે એટલા જ ફાયદાકારક છે. તેને કાચાં, બાફીને અથવા શેકીને પણ લોકો ખાય છે. આયુર્વેદ ડો. સત્ય પ્રકાશ જણાવી રહ્યાં છે લીલાં ચણા ખાવાના બેસ્ટ ફાયદાઓ. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાયબર્સ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. તે શરીરને ભરપૂર એનર્જી પણ આપે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા.

લીલાં ચણાં ખાવાના ફાયદા.લોહીની કમી દૂર કરે છે.શિયાળામાં ભરપૂર લીલાં ચણા ખાઈ લેવાથી શરીરમાં આયર્નની કમી એટલે કે એનિમિયાની સમસ્યા દૂર થાય છે. જેથી જો તમારા શરીરમાં લોહીની કમીની સમસ્યા હોય તો તમારી ડાયટમાં ભરપૂર લીલાં ચણા ખાઈ લો.

લીલા ચણા ખાવાના ફાયદા.લીલા ચણા ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને આથી જ તેનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે દરરોજ એક કટોરી જેટલા લીલા ચણાનું સેવન તમારા શરીરને જરૂરી એટલું બધું જ પૂરું પાડી દે છે અને સાથે સાથે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ સારી બનાવી રાખે છે જેથી કરીને તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી બચી જાય છે અને તમારા શરીરની અંદર જમા થયેલી ખરાબ વસ્તુઓ દૂર થઈ જાય છે

લીલા ચણા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન હોય છે જે તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે લીલા ચણા ની અંદર રહેલા વિવિધ પ્રકારના વિટામિન્સ તમારી ત્વચા અને વાળ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે

હાડકાંઓને મજબૂત બનાવે છે.લીલાં ચણામાં કેલ્શિયમ અને વિટામિન સી હોય છે. શિયાળામાં રોજ લીલાં ચણાં ખાઈ લેવાથી હાડકાંઓ મજબૂત થાય છે અને હેલ્ધી પણ રહે છે.

લોહીની ઉણપ દૂર કરે.લીલા ચણા ની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે તમારા શરીરની અંદર નવું લોહી બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે જેથી કરીને તમારા શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રામાં પણ વધારો થાય છે સાથે સાથે તેની અંદર રહેલા એન્ટી-ઓક્સિડન્ટ તમારા શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે

બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.રોજ 1 સપ્તાહ સુધી અડધી વાટકી લીલાં ચણા ખાઈ લેવાથી બ્લડ શુગર કંટ્રોલમાં આવી જાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારી ડાયટમાં લીલાં ચણાને અવશ્ય સામેલ કરો.

હાર્ટની બીમારી.રોજ અડધી વાટકી લીલાં ચણા ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે સાથે જ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. તેનાથી હાર્ટ ડિસીઝ થવાનો ખતરો પણ ઓછો થાય છે.

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર.લીલાં ચણામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, મિનરલ્સની સાથે એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે. જેથી તે આપણને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે અને ઉંમર વધવાની સાથે વધતી સમસ્યાઓથી પણ બચાવે છે.

નબળાઈ દૂર કરે છે.લીલાં ચણામાં પ્રોટીન સારી માત્રામાં હોય છે. સાથે જ તે વિટામિન્સનો પણ બેસ્ટ સોર્સ છે. જેથી શિયાળામાં રોજ લીલાં ચણા ખાઈ લેવાથી શરીરમાં નબળાઈ રહેવાની સમસ્યા દૂર થાયલીલા ચણા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન c અને ઍન્ટિ-ઑક્સિડન્ટ હોય છે જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને સાથે સાથે તમારા ત્વચાને લગતી દરેક સમસ્યાઓને દૂર કરે છે.

જોતા રોજ સવારના નાસ્તામાં એક કપ જેટલા લીલા ચણા ખાવામાં આવે તો તેના કારણે તમારા શરીરને જરૂરી એટલું બધું જ કેલ્શિયમ મળી રહે છે જે તમારા શરીરમાં હાડકાને મજબૂત બનાવવા માટે ઉપયોગી સાબિત થાય છેતો હવે તમે પણ રાહ ન જોતા અને શિયાળો શરૂ થતાં જ બજારમાં મળતા આ લીલા ચણા તમારા ઘરે લાવો અને સવાર સવારમાં એક કટોરી જેટલા લીલા ચણાનું સેવન કરવાથી કાયમી માટે રહો તંદુરસ્ત