ભારતના બાળકોને ભરડાંમાં લેનાર વાયરલ ફીવર શું છે? તેની સામે તે રક્ષણ કઈ રીતે મેળવવું? જાણો વિગતે..

દેશમાં એક સાથે અનેક બીમારીનો પ્રકોપ વધી જતાં તંત્ર સામે મુશ્કેલી વધી ગઇ છે. કોરોના હજુ ચાલી રહ્યો છે ત્યારે નિપાહ, ડેંગ્યુ અને રહસ્યમય તાવે ચિંતા વધારી દીધી છે. કોરોનાની ત્રીજી લહેરનો ખતરો ચાલી રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં ‘રહસ્યમય તાવ’થી સૈંકડો લોકો મોતના મુખમાં સમાવી ગયા છે. એનો કહેર વધતો જ જઇ રહ્યો છે. બીજી બાજુ કોરોના અને ઝીકા બાદ કેરળમાં નિપાહ વાયરસનો પગપેસારો શરૂ થયો છે. આ વાયરસ જાનવરોથી માણસમાં ફેલાય છે. આની સાથે જ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ડેંગ્યુની બીમારીનો પ્રકોપ પણ વધી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ અને મથુરાથી રહસ્યમય વાયરલ તાવને કારણે બાળકોનાં મૃત્યુ થતાં હોવાના અહેવાલ છે. ઉત્તરપ્રદેશમાં તાવના જે કેસો નોંધાયા છે તેમાં માત્ર એક મહિનામાં 100 થી વધુ લોકોના મોત થયા છે.

Advertisement

યુપીના અન્ય જિલ્લાઓ જેવાકે કાનપુર, પ્રયાગરાજ અને ગાઝિયાબાદમાંથી પણ તાવના કેસ નોંધાયા છે. પ્રશ્ન એમ થાય કે તો, શું વાયરલ તાવ યુપી સુધી મર્યાદિત છે? તો આઅ સવાલનો જવાબ છે ના. બલકે આ ફીવર બધે જ થઈ શકે એવી સંભાવના છે. દિલ્હી, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ બાળકોમાં તાવનો પ્રકોપ નોંધાયો છે, જોકે આ રાજ્યોમાં મૃત્યુ થયા નથી. તમને થશે આવું કેમ? ચલો જાણીએ. ડેન્ગ્યુ અને ચીકનગુનીયાં એક મચ્છર દ્વારા થાય છે જેનું નામ છે એડિસ ઈજિપ્ટસ. જે બ્રેડસ કે ખુલ્લા પાણીમાં પણ થાય છે. એનફિલિસ મચ્છર કે જે મલેરિયા કરે છે તે તાજા કે ગંદા બંને પાણીમાં જોવા મળી શકે છે.

શું છે આનું કારણ.સામાન્ય રીતે, એ નોંધવામાં આવે છે કે બાળકોને એક વર્ષમાં 6-8 રેસ્પાઇરેટરી ઇન્ફેકશન થાય છે. હકીકત એ છે કે કોવિડ -19 bad લાંબા લોકડાઉન બાદથી બાળકો બહારની દુનિયાના સંપર્કમાં એક રીતે અચાનક જ આવે છે માટે તે કોઈપણ ચેપ ફેલાવાનું કારણ જ છે. બીજું કારણ વાસી ખોરાક અને અશુદ્ધ પાણી છે જે વેક્ટર દ્વારા જન્મેલા ટ્રાન્સમિશન તરફ દોરી જાય છે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ. ઈન્ફલ્યુએન્ઝા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી લઈને સ્ક્રબ ટાઇફસ સુધીના વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન્સ ઓગસ્ટથી બાળકોને ઇન્ફેક્શન્સ લગાવી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે ડેન્ગ્યુ, ચિનકનગુનિયા અને મેલેરિયા જેવા વેક્ટરબોર્ન એટલે કે સંક્રામક રોગો ફેલાય છે ત્યારે ચોમાસા પછીની ઋતુ પણ તેમાં જવાબદાર છે.

ડોકટરો શું કહે છે.દિલ્હીના મધુકર રેઇનબો ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, જનરલ પેડિયાટ્રિક્સના વરિષ્ઠ સલાહકાર ડો. અનામિકા દુબેએ જણાવ્યું હતું કે ઈન્ફલ્યુએન્ઝા હોય કે ડેન્ગ્યુ, આજે મોટાભાગના તાવ વાયરલ છે. આ તાવ તમને ખૂબ વીક ફિલ કરાવવા લાગે છે. દર્દીઓ શરીરની પીડાથી પીડાય છે. આ તાવને માત્ર રોગનિવારક સારવાર અને સારી હાઇડ્રેશન એટલે કે લિક્વીડસની પણ જરૂર પડે છે,’ બાળકોનું રક્ષણ કરવા માટે તમે શું કરી શકો.સૌથી પહેલા તો સાવચેતી માટે, મચ્છર ઉત્પન્ન કરવાની જગ્યાઓ ન હોવી જોઈએ અને ઘરમાં કોઈપણ જગયાએ સ્થિર પાણી ન હોવું જોઈએ. જ્યારે પણ બાળકો બહાર જતા હોય ત્યારે મચ્છર મારક ક્રીમ્સનો ઉપયોગ પણ કરવો જોઈએ. આ સાથે તેમજ બાળકોને વાસી ખોરાક આપવાનું ટાળો.

બાળકને ક્યારે હોસ્પિટલમાં લઈ જવું જોઈએ.કોઈપણ રહસ્યમય રોગો અથવા તાવ જે ખરેખર તો 3-4 દિવસની અંદર નોંધાય છે. જો કોઈ બાળકને 103-104 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાવ હોય, અને તાવ ન હોય ત્યારે પણ જો બાળક ખોરાક કે પ્રવાહી ન લેતું હોય, અંગોમાં દુખાવાની ફરિયાદ, અથવા શરીર પર ફોલ્લીઓ અથવા બાળકનું યુરીન આઉટપુટ ઓછું હોય, તો પછી તેને હોસ્પિટલ લઈ જવું જોઈએ.

વાયરલ ફીવર અને ડેંગ્યુથી પણ દેશભરમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હોસ્પિટલો ઊભરાઇ રહી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે વાયરલ ફીવર અને ડેંગ્યુથી લોકોના મોત થઇ રહ્યા છે. પરંતુ અનેક કેસો સ્ક્રબ ટાઇફસ અને લેપ્ટોસ્પાયરોસિસના પણ છે. ગુજરાત, ઉપરાંત રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં ડેંગ્યુ, મલેરિયા સહિતની મૌસમી બીમારીઓએ કાળો કહેર મચાવ્યો છે. દિલ્હીમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. જોકે દિલ્હી અને મુંબઇમાં તકેદારીના પગલા લેવાઇ રહ્યા છે. મુંબઇમાં મલેરિયાના ૩,૦૦૦ કેસો, ગેસ્ટોએંટેરાઇટિસના ૨૭૫થી વધુ, લેપ્ટોસ્પાયરોસિસ અને હેપેટાઇટિસના ૩૫થી વધુ કેસો અને એચ૧એન૧ના એક ડઝનથી વધુ કેસો જોવા મળ્યા છે. પરંતુ કોઇનું પણ મોત થયું નથી.

Advertisement