ભારત નું અંતિમ ગામ છે અહીં, અંધારું થયાં બાદજ થઈ જાય સંપૂર્ણ સુમસામ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતમાં એક એવું ગામ પણ છે જ્યાંનું વાતાવરણ કોઈપણ વ્યક્તિને ભયભીત કરી શકે છે. ભારતનું અંતિમ ગામ જ્યાંની સરહદ પાર કરતાં જ શ્રીલંકા શરૂ થઈ જાય છે. આ ગામનું નામ છે ધનુષકોટિ, જે આમ તો ભારતમાં આવેલું છે પરંતુ ત્યાંથી પાડોશી દેશ શ્રીલંકા માત્ર 18 કીલોમીટર દૂર છે. તમિલનાડૂના રામેશ્વરમ જિલ્લામાં આવેલું આ ગામ અંધારાપટમાં હોવાની માન્યતા છે.

ભારત અને શ્રીલંકાની સરહદ પર આવેલું છે અને માત્ર 50 ગજની લંબાઈમાં દુનિયાના સૌથી નાના સ્થળમાંથી એક છે. પર્યટકોમાં આ સ્થળ પ્રત્યે આકર્ષણ પણ છે. પરંતુ આ ગામ ભૂતિયા સ્થળોની યાદીમાં સ્થાન પણ ધરાવે છે. આ સ્થળ એવું છે જ્યાં ફરવા ગયેલા લોકો સાંજ થાય તે પહેલા જ પરત ફરી જાય છે. કારણ કે સાંજ પછી આ સ્થળ પર કોઈ રહેવા માંગતું નથી. આ ગામ સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે.

પૌરાણિક માન્યતા.હિંદૂ ધર્મ અનુસાર રાવણના ભાઈ વિભીષણના અનુરોધ પર શ્રીરામે પોતાના ધનુષના એક છેડાથી જ સમુદ્ર પર બાંધેલો સેતુ તોડી દીધો હતો. આ રીતે આ ગામનું નામ ધનષકોટિ પડ્યું. માનવામાં આવે છે કે શ્રીરામે પોતાના ધનુષના એક છેડાથી સેતુ માટે આ સ્થાનને ચિન્હિત કર્યું હતુ. એક રેખામાં જોવા મળતી ભેખડોને સેતુના ધ્વંસાવશેષ તરીકે જોઈ શકાય છે.

આ ઉપરાંત વિશ્વભરમાં એવી અનેક જગ્યાઓ ત્ર છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવી જ એક જગ્યા છે ઉત્તર કોરિયાનું કીજોંગ ડોંગ ગામ. કુદરતી સુંદરતાની સરખામણીએ આ ગામ લાજવાબ છે પરંતુ તેમ છતાં આ ગામમાં રહેવા માટે કોઈ વ્યક્તિ નથી. જો કે આ ગામમાં આલીશાન ઇમારતો, સાફ અને સ્વચ્છ રસ્તાઓ, પાણીની ટાંકી, ઇલેક્ટ્રિસિટી, સ્ટ્રીટ લાઈટ સહિત એ બધી સુવિધાઓ છે કે સામાન્ય રીતે અન્ય ગામોમાં હોય છે.

નોંધનીય છે કે કીજોંગ ડોંગ ગામ સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાના મિલિટરી રહિત ઝોનમાં સ્થિત છે. વર્ષ 1953 માં કોરિયન વોર બાદ થયેલા યુદ્ધ વિરામ દરમિયાન આ ગામ બન્યું હતું. ઘણા લોકો આ ગામને પ્રોપગેન્ડા વિલેજ કહે છે. લોકોનું એવું માનવું છે કે આ ગામનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું હતું જેથી ઉત્તર કોરિયામાં રહેતા લોકોને એમ લાગે કે અહીંના લોકોની લાઈફ સ્ટાઇલ ઘણી જ રોયલ અને લકઝરી છે.

કીજોંગ ડોંગનો ઇતિહાસ.કીજોંગ ડોંગ ગામના નિર્માણ સંબંધી કિસ્સો પણ ઘણો રોચક છે. અસલમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે જ્યારે કોરિયાઈ યુદ્ધની અનૌપચારીકતા પુરી થઈ એ સમયે આ ગામનું નિર્માણ થયું. ત્રણ વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધમાં 30 લાખથી પણ વધુ લોકો માર્યા ગયા હતા. આ બન્ને દેશોને અલગ કરનાર વિસ્તારને ડિમિલીટ્રાઇઝના નામથી ઓળખવામાં આવે છે. યુદ્ધ દરમિયાન બન્ને દેશોએ આ ડિમિલીટ્રાઇઝ વિસ્તારમાંથી પોત પોતાના નાગરિકો હટાવી લીધા હતા.

યુદ્ધ વિરામની જાહેરાત થઈ તે સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બન્ને દેશો સરહદે ફક્ત એક જ ગામને યથાવત રાખી શકશે અથવા નવું ગામ વસાવી શકશે. આવી પરિસ્થિતિમાં દક્ષિણ કોરિયાએ પોતાની સરહદમાં આવેલા ફ્રીડમ વિલેજના નામથી ઓળખાતા ડાઈસોન્ગ ડોંગને યથાવત રાખ્યું. અહીં લગભગ 226 લોકો રહે છે. એટલું જ નહીં આ ગામના લોકોને ખાસ પ્રકારના ઓળખકાર્ડ પણ આપવામાં આવ્યા છે અને રાત્રે 11 વાગ્યા બાદ ગામમાં કરફ્યુ લગાવી દેવામાં આવે છે.

બીજી બાજુ ઉત્તર કોરિયાએ પીસ વિલેજ સ્વરૂપે એક નવું ગામ કીજોંગ ડોંગ વસાવ્યું. આ ગામને લઈને ઉત્તર કોરિયાનો એવો દાવો છે કે અહીં 200 રહેવાસીઓ રહે છે અને ત્યાં બાળકો માટે કિન્ડરગાર્ટન, પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ તેમજ સ્થાનિકો હોસ્પિટલની પણ સુવિધા છે. પરંતુ પર્યવેક્ષકો અનુસાર આ ગામ એકદમ સૂમસામ અને વેરાન છે અને અહીં કોઈ નથી રહેતું. લોકોમાં ભ્રમ પેદા કરવા માટે અહીં દરરોજ ઘરોમાં લાઈટો ચાલુ કરાય છે અને રસ્તાઓ પર સફાઇકર્મીઓ કામ કરતા દેખાય છે છતાં આ ગામમાં રહેતા લોકો ક્યાંય નજરે પડતા નથી.

આમ તો આપણા ભારત દેશ માં ઘણા બધા ગામ ઉજ્જડ જોવા મળે છે. જેની પાછળ કઈક ને કઈક કહાનીઓ સાંભળવા મળે છે. એવો જ એક બનાવ ભાવનગરના ગામનો છે. મિત્રો ગામ ટીંબો થઈને ખાલી થઈ ગયાની ઈતિહાસમાં ઘણી બધી વાતો છે, પરંતુ આવું આપણી આસપાસમાં તેવા ઉદાહરણો ઓછાં જોવા મળે છે. આ ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા અને અગિયાળી ગામ વચ્ચે આવું જ એક ટીંબો થઈ ગયેલું ગામ રતનપર મળી આવ્યું છે

માહિતી મુજબ જેમાં હાલ કોઈ વસ્તી નથી, પણ જેમાં માત્ર એક સાપનું મંદિર છે. આ અગિયાળી ગામના તલાટી કમ મંત્રી ભાસ્કરભાઈ લાધવા અને ગામના ગૌતમ ગૌસ્વામીએ જણાવ્યું છે કે, આ રતનપર ગામમાં હાલમાં કોઈના મકાન નથી અને હાલના ચોપડા ઉપર ગામનો રેવન્યુ વિસ્તાર લખાયેલ છે અને તેમાં જમીનનાં 126 ખેડૂત ખાતેદારો પણ છે અને આનું દફતર ટાણા ગામની પંચાયતમાં છે.જ્યાંથી પેહલા બધું કામ કાજ થતું હતું. આ ટાણા ગામનાં સરપંચ કિરીટભાઈ મનજીભાઈ ગોધાણીએ જણાવ્યું છે કે, ભાવનગરના ભાવસિંહજી મહારાજે તોરણ બંધાવ્યા ત્યારે આસપાસમાં લગભગ 12 જેટલા ટીંબા જેવા નાના ગામ હતા.

જેમાંથી 11 ગામો તો આસપાસની ગ્રામ પંચાયતમાં ભળી ગયા હતા. અને આ જ્યારે રતનપર ટીંબો જ બાકી રહ્યો હતો અને તે આખું અલગ ગામ ચોપડા ઉપર કદાચ હજુ પણ છે, પરંતુ કહેવા મુજબ ત્યાં કોઈ વસ્તી આજ દિવસમાં રહેતી નથી.અને કોઈ જતી પણ નથી. આમ આ ભાવનગર જિલ્લામાં ટાણા અને અગિયાળી વચ્ચે આવેલું રતનપર ગામ તદ્દન વસ્તી વગરનું ઉજ્જડ ગામ છે પરંતુ ત્યાં એક માત્ર સર્પનું મંદિર જ આવેલું છે. જે હજુ સુધી રહસ્યમય છે.

આમ તો અગાઉ આ વિસ્તારમાં લગભગ 11 ટીંબા જેવા ગામ હતા.જેવા કે, કાંગસડું, ખારડી, નેસડો, બુઢણ, મેઘનાથ, વડિયું, કાટોડ, આંબલિયું, દોળ, મહાદેવિયું અને રંગવડ એમ અગાઉ અહીં ટાણા અને અગિયાળી મળી લગભગ આસપાસ 11 ટીંબા હતા.જોકે તે હાલમાં બધાં ટાણા તાલુકામાં ભળી ગયા છે. જ્યારે આ એકજ રતનપર એક જ ટીંબો હાલ પોતે જુદા ગામ તરીકેનું અસ્તિત્વ ધરાવે છે. જે ટાણાના જૂથ ગ્રામ પંચાયતના ચોપડામાં બોલે છે. પરંતુ ત્યાં કોઈ વસ્તી નથી અને રહેતું પણ નથી, માત્ર આ એક રેવન્યુ જમીન જ બાકી રહી છે.

આમ તો આ ગામમાં ઘણા જૂના અવશેષો જમીનમાંથી મળે આવે છે. આશરે કહીએ 150 થી 200 વીઘા જમીન રતનપરમાં ગામા છે. જ્યાં કોઈ રહેતું ભલે ન હોય, પણ હજુ ય આ જમીનમાંથી ક્યારેક ઈંટો, અને મકાનોના જૂના અવશેષો મળી આવે છે. એનો મતલબ એવો થાય છે કે અગાઉ અહીં ઘણા ઘર બાર હશે. અને વળી આ સપના મંદિરના કારણે નાગદેવતાનો પ્રભાવ નિયમિત જોવા મળે છે.